જાણો સુરેન્દ્રનગરમાં આવેલા મુનિબાવા મંદિર (મુનિ મંદીર) સાથે જોડાયેલી રોચક વાતો.

0
770

મુનિબાવા મંદિર કે મુનિ મંદીર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તથા થાનગઢ ના મેઇન રોડ પર અવલીયા ઠાકર ભગવાન નુ મંદિર છે. ત્યા થી પાછળ ના ભાગ મા આ મુનિ મંદિર એક નાની ટેકરી પર આવેલું એક શિવાલય છે.

મુનિબાવા મંદિર નુ સ્થાપત્ય :

આ શિવમંદિર પુર્વાભિમુખ છે. ચોકિમંડળ અને ગર્ભગૃહયુક્ત આ મંદિર નિરંધાર પ્રકાર નુ છે. ખડકાળ ટેકરી પર અને ભારે ઢાળવાળા વાંકી જગ્યા પર ઉભેલુ છે.

મંદિર ના મંડપની છત ક્ષિપ્ત અને નાભિનંદ પ્રકારની છે તેનો રંગમંડપ શામળાજી હરિચંન્દ ચોરી જેવો છે.

મંડોવર વિવિધ દેવી દેવતાઓ ના શિલ્પો થી સુશોભિત છે. આ મંદિર ની પ્રતિમાઓ અને શિલ્પો ના અવશેષો સોમનાથ મંદિર ની પ્રતિમાઓ અને શિલ્પો સાથે સામ્ય ધરાવે છે.

આ મંદિર નો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ મંદિર ના સ્થાપત્ય મા કેટલાક લક્ષણો ઉમેરાતાં ગયેલા લાગે છે. ગુજરાત ભર મા મંડપ ના ગજતાલુ નો પ્રથમ પ્રયોગ સો પ્રથમ આ મંદીર મા જોવા મળે છે.

મહાગુર્જર શૈલીના વારસારુપ થતાં કંઇક અંશે સોલંકી શૈલીને અનુસરે છે.

આ મંદિર ની શૈલી ના પ્રકાર પર થી સંભવતઃ દશમી સદીના મધ્યકાળ નિર્માણ થયેલ હોવાનું અનુમાન થઈ શકે છે.

હાલ આ મુની દેવળ ની સ્થિતી અસ્તવ્યસ્ત હાલતમાં છે. ચારેય તરફ માંડવવન ની હરિયાળી ધરા અને ખળખળ વહેતા ઝરણા જોવા મળે છે.

આ મંદીર ભૂતપૂર્વ સૌરાષ્ટ્રશ્રી ના જાહેરનામા નંબર -A. R. C. H. 24 (2)1. Date – 1-1-1956 થી રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એક અભ્યાસ વાંચન.

જયુભા ઝાલા (જયરાજસિહ)

આપણી સંસ્કૃતિ આપણો વારસો ગુપ