મુરતિયાની લાયકાત : મુરતિયો સુંદર અને સારા પગારની નોકરી વાળો હોય એ પૂરતું નથી, જાણો કેમ?

0
889

રોજ ખાવાની દવા ખુટી ગઈ હતી એટલે સવારનો ચા નાસ્તો પતાવી, દાદા પોતાનું નાનું મોપેડ લઈ દવા ની દુકાને ગયા. દાદાએ ઉતાવળે દવા લીધી. ઘરે જવાની ઉતાવળ એટલે હતી કે આજે સુરભિને જોવા મહેમાન આવવાના હતા.

ત્યાં અચાનક વરસાદનું ઝાપટું આવ્યું. એટલે દાદાને દ વાની દુકાનના છાપરા નીચે ઉભું રહી જવું પડ્યું. ત્યાં બીજા બે યુવાનો પણ દોડીને છાપરા નીચે આવ્યા. પાંચેક મીનીટ સારો વરસાદ પડ્યો અને આવતો અટકી ગયો, એટલે દાદાએ મોપેડ ચાલુ કરવા માંડ્યું. બે ત્રણ પ્રયાસ કરવા છતાં ચાલુ ન થયું, કદાચ ભેજની અસર થઈ હશે. એમણે એક યુવાનને મદદ કરવા કહ્યું. એ યુવાને સામેના ઓટો ગેરેજનું પાટિયું દેખાડ્યું “દાદા, સામે જ ગેરેજ છે. એ ખુલે ત્યારે ત્યાં લઈ જજો.“

આ વાત સાંભળી દ વાની દુકાનમાં કામ કરતી છોકરી બહાર આવી. ચાર પાંચ કીક મારી મોપેડ ચાલુ કરી દીધું.

દાદા ઘરે પહોંચ્યા. ઘરમાં મહેમાન માટેની તૈયારી થઈ ચુકી હતી. થોડીવારે એક પરિચિત સજ્જન બે યુવાનો સાથે આવ્યા. યોગાનુયોગ એ યુવાનો દ વાની દુ કાનના છાપરા નીચે મળ્યા હતા, એ જ હતા.

આગતા સ્વાગતા, ઓળખાણ પુરી થઈ. વડિલોની પુછપરછની ઔપચારિકતા પણ પુરી થઈ. મુરતિયો સુંદર અને સારા પગારની નોકરી વાળો હતો.

આવનાર પરિચિત સજ્જને કહ્યું “હવે બેયને એક બીજાને કંઈ પુછવું હોય તો, ભલે થોડીવાર બીજા ઓરડામાં મળે.”

પોતાની પાસે બેઠેલી સુરભિને દાદાએ કહ્યું. “બેટા, મારે જે જોવું હતું, તે મેં દ વાની દુકાનના છાપરા નીચે જોઈ લીધું. મને નથી લાગતું કે હવે તારે કંઈ પુછવાની જરુર હોય.”

સુરભિ કંઈ બોલી નહીં. જરા મલકી, ને નીચું જોઈ ગઈ.

મહેમાન ગયા.

ઘરના બધા સમજી ગયા કે દાદાને ‘મુરતિયાની લાયકાત’ સુરભિને યોગ્ય લાગી નથી.

– જયંતીલાલ ચૌહાણ ૬-૭-૨૧ (અમર કથાઓ ગ્રુપ)