“મારા પપ્પા કઈ સમજતા જ નથી” જો તમારા મનમાં આ વાત આવે છે, તો આ લેખ એકવાર વાંચજો જરૂર.

0
719

દરેક સંતાન ને જિંદગી માં કોઈ ને કોઈ તબક્કે એક વખત તો એવું લાગતુ જ હોય છે કે,

મારા પપ્પા કઈ સમજતા જ નથી એની જગ્યા એ હું હોવ તો મે આવું કર્યું હોત તેવું કર્યું હોત.

પણ આપણે તેની જગ્યા એ હોતા નથી.

આંગળી જાલી જેણે ચાલતા સિખવ્યું હોય એ જ જ્યારે કોઈ વાતે આંગળી ચિંધે તો સહન થતું નથી.

આપણને ખબર હોય છે કે આપણે પપ્પા ના કેટલા સપના ની ક તલ કરી હોય છે?

ના નથી ખબર હોતી.

કારણ કે પપ્પા એની ખબર પડવા જ દેતા નથી.

તમને તમારા પપ્પા ની માનસિક અવસ્થા ખબર છે?

એ જ્યાં છે ત્યાં કઈ અને કેવી સફર કરી પહોંચ્યા છે તેની દરકાર છે?

પપ્પાએ તમારી કેટલીય ભૂલો માફ કરી હોય છે.

આપણે તેની એકેય ભૂલ ને માફ કરી શકીએ છીએ ખરા?

હા… દરેક પપ્પા મહાન હોતા નથી.

કેટલાક થોડા બહુ અડવીતરા પણ હોય છે.

એનાથી પણ ભૂલો થઈ ગઈ હોય છે.

પણ એની પ્રત્યે ના અણગમાં દૂર કરી ક્યારેક કહી જોજો કે

” આઇ લવ યુ પાપા”

ઘણા બાળકો ને તેના પપ્પા પ્રત્યે લાગણી અને અહોભાવ હોય છે પણ એવા લોકો પણ છે જેને પપ્પા પ્રત્યે નફરત છે અથવા નારાજગી છે.

એ લોકોએ એટલુ સમજવું અને સ્વીકારવું કે પપ્પા પણ એક માણસ છે.

બધાજ અણગમા, નારાજગી છોડી ક્યારેક પપ્પાને એક માણસ તરીકે મૂલવજો.

ઘણા અણગમા દૂર થઈ જશે.

– સાભાર હિતેશ રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)