બ્રહ્માંડની રચનાનું પૌરાણિક વર્ણન, જાણો 14 લોક અને 10 મહાનગરી વષે.

0
1355

સમસ્ત બ્રહ્માંડ અંડાકારે દસે દિશાઓમાં વ્યાપેલું છે.

1. પૂર્વ 2. પશ્ચિમ 3. ઉત્તર 4. દક્ષીણ 5. ઇશાન 6. અગ્નિ 7. નૈઋત્રય 8. વાયવ્ય 9. ઉર્ધ્વ (ઉપર) 10. અધ: (નીચે)

અને એ બ્રહ્માંડના રક્ષણાર્થે 10 (દશ) દિશામાં 10 મહાનગરીઓ સ્થપાયેલી છે.

1. દેવોના રાજા ઇન્દ્ર ની અમરાવતી

2. અગ્નિ દેવની અશોક્વતી

3. યમ દેવની ભોગવતી

4. નીઋતિ દેવની સીદ્ધવતી

5. વરુણ દેવની ગાંધર્વવતી

6. વાયુ દેવની કાંચી

7. કુબેર દેવની અવન્તી

8. ઇશાન દેવની અલકાવતી

9. બ્રહ્માજીની યશોવતી

10. અનંત દેવની પુણ્યપુરી

પ્રત્યેક દિશાના સ્વામિ એમ આ દસ દિક્પાલ એનું રક્ષણ કરે છે.

સમગ્ર બ્રહ્માંડને ભગવાન શેષ નાગે પોતાની ફેણ પર ધારણ કરેલ છે.

જેમ લાકડું બળી જાય ત્યારે કાળો કોલસો શેષ બચે છે તેમ, પ્રલય બાદ શેષ નાગ માત્ર બચે છે. માટે નામ શેષ છે અને રંગ કાળો છે.

બ્રહ્માંડને સ્થિર કરવા માટે આઠ દિશામાં 8 (આઠ) મહાન હાથીઓએ ટકાવી રાખ્યું છે.

1. ઐરાવત

2. પુણ્ડરીક

3. વામન

4. કુમુદ

5. અંજન

6. પુષ્પદંત

7. સાર્વભૌમ

8. સુપ્રતીક

આ બ્રહ્માંડ ક્રમશ: 14 (ચૌદ) વિભાગો (લોક) માં વહેચાયેલું છે

0. વૈકુંઠ લોક

આ લોકનું કોઈ પ્રલય કશું બગાડી શકતો નથી. અક્ષર છે. ભગવાન શ્રી નારાયણ સ્વયં અહીં બિરાજમાન છે. અહીં એક વાર જે જાય છે તે ફરી પાછો નથી આવતો. એક કરોડ યોજન દૂર.

1. સત્યલોક

અહીં ચતુર્મુખી સર્વજ્ઞ (સંપૂર્ણ પદાર્થો નું જ્ઞાન રાખનારા) એવા સરસ્વતીયુક્ત બ્રહ્માજી બિરાજમાન છે. તેઓ મૂર્ત-સ્વરૂપ વેદો થી ઘેરાયેલા છે અને પોતે બાળસૂર્ય સમાન પ્રભાથી એમના સભા-ભવનને પૂર્ણતયા દેદીપ્યમાન કરે છે. બાર કરોડ યોજન દૂર.

2. તપલોક

પ્રખર તપ વડે અધિકાર પામેલા અહીં વસે છે. આઠ કરોડ યોજન દૂર.

3. જનલોક

ગાંધર્વો અને વિદ્યાધરો અહીં રહે છે. બે કરોડ યોજન દૂર.

4. મહર્લોક

સિધ્ધો અહીં વસે છે. એક કરોડ યોજન દૂર.

5. સ્વર્લોક

આ દેવોનું અને મહર્ષિઓનું સ્થાન (સ્વર્ગ) છે.

6. ભુવર્લોક

અહીં પિતૃઓ નો વાસ છે. શ્રાદ્ધ પક્ષમાં એમને ઉદ્દેશીને પુત્રો દ્વારા ભણેલી ગીતા થી થનારી તેમની ઉર્ધ્વ ગતિથી પ્રસન્ન થઇ આ જ પિતૃઓ ઉપરના લોકમાં થી નીચે અહીં આવી આશીર્વાદ આપે છે જેથી આપણું જીવન સુખી થાય છે. ભૂ લોકનો સો યોજન ઉપરનો ભાગ અંતરીક્ષ કહેવાય છે જેમાં ભૂત-પ્રેતોનું સ્થાન છે.

7. ભૂ લોક / મૃ **ત્યુલોક

અહીં મનુષ્યો વસે છે અને મોક્ષ પ્રાપ્તિ અહીંજ છે. માટે દેવોને પણ અહીં અવતરવું પડે છે. દસ હજાર યોજન દૂર.

નીચેના આ સાતેય પાતાળો માં સર્પો, નાગ, અસુરો, દૈત્યો, દાનવો, રાક્ષસો, પિશાચો આદિને બ્રહ્માજી એ સ્થાન આપેલા છે.

8. અતળ

અહીની જમીન કાળી છે. દસ હજાર યોજન દૂર.

9. વિતળ

અહીની જમીન રાતી / લાલ છે. દસ હજાર યોજન દૂર.

10. સુતળ

અહીની જમીન પાંડુ વર્ણની છે. દસ હજાર યોજન દૂર.

11. તળાતળ

દસ હજાર યોજન દૂર.

12. મહાતળ

કાંકરા વાળું છે. દસ હજાર યોજન દૂર.

13. રસાતળ

દસ હજાર યોજન દૂર.

14. પાતાળ

સુવર્ણનું છે. બલી રાજા રાજ્ય કરે છે. દસ હજાર યોજન દૂર.

શેષનાગ

પૃથ્વી જળ માં ઓતપ્રોત છે.

જળ વાયુમાં માં ઓતપ્રોત છે.

વાયુ અંતરિક્ષમાં માં ઓતપ્રોત છે.

અંતરિક્ષ ગંધર્વ લોક [જનલોક] માં ઓતપ્રોત છે.

ગંધર્વ લોક [જનલોક] આદિત્યલોકમાં ઓતપ્રોત છે.

આદિત્યલોક ચંદ્રલોકમાં ઓતપ્રોત છે.

ચંદ્રલોક નક્ષત્રલોકમાં ઓતપ્રોત છે.

નક્ષત્રલોક દેવલોકમાં ઓતપ્રોત છે.

દેવલોક ઇન્દ્રલોકમાં ઓતપ્રોત છે.

ઇન્દ્રલોક પ્રજાપતિલોકમાં ઓતપ્રોત છે.

પ્રજાપતિલોક બ્રહ્મલોકમાં ઓતપ્રોત છે.

બ્રહ્મલોક અંતિમ તત્વ છે અને એ સર્વને વ્યાપીને અતિક્રમીને અવસ્થિત છે. માટે બ્રહ્મલોક શામાં ઓતપ્રોત છે એ અતિપ્રશ્ન કહેવાય માટે ન કરાય.

– અજ્ઞાત

(સાભાર પટેલ જેન્તી વૈષ્ણવ, અમર કથાઓ ગ્રુપ, મૂળ સ્ત્રોત અલબેલાસ્પીક્સ)