મકરસંક્રાંતિનું પૌરાણિક મહત્વ શું છે, ભીષ્મ પિતામહએ આ દિવસે જ કેમ ત્યાગ્યો હતો દેહ, જાણો.

0
1559

મકરસંક્રાંતિનો મહાભારત સાથે છે ગાઢ સંબંધ, ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું છે તેનું આ મહત્વ.

મકરસંક્રાંતિ આ વખતે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ મુજબ સૂર્યનું રાશિ પરિવર્તન ઘણું વિશેષ હોય છે. સૂર્યને બધી રાશિઓના રાજા માનવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્યના ગોચરથી ખરમાસ પૂરો થશે, અને વસંત ઋતુના આગમનના પણ સંકેત મળે છે. મકરસંક્રાંતિનો અદ્દભુત સંબંધ મહાભારત કાળ સાથે પણ છે. ઘણા દિવસ સુધી બાણોની શૈયા ઉપર રહ્યા પછી ભીષ્મ પિતામહે તેમના પ્રાણનો ત્યાગ કરવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી. આવો જાણીએ તે પૌરાણિક કથા વિષે.

આ છે કથા : 18 દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે 10 દિવસ સુધી કૌરવો તરફથી યુદ્ધ લડ્યું. રણભૂમિમાં ભીષ્મ પિતામહના યુદ્ધ કૌશલ્યથી પાંડવ વ્યાકુળ હતા. પાછળથી પાંડવોએ શિખંડીની મદદથી ભીષ્મને ધનુષ્ય છોડવા મજબુર કર્યા અને પછી અર્જુને એક પછી એક ઘણા બાણ દ્વારા તેમને ધરતી ઉપર પછાડી દીધા.

આમ તો ભીષ્મ પિતામહને ઈચ્છા મ-રુ-ત્યુ-નું વરદાન પ્રાપ્ત હતું. એટલા માટે અર્જુનના બાણોથી ખરાબ રીતે ઈજા થવા છતાં પણ તેઓ જીવિત રહ્યા. ભીષ્મ પિતામહે તે પ્રતિજ્ઞા લઇ રાખી હતી કે, જ્યાં સુધી હસ્તિનાપુર દરેક રીતે સુરક્ષિત ન થઇ જાય, તે પ્રાણ નહિ ત્યાગે. સાથે જ ભીષ્મ પિતામહે તેમના પ્રાણ ત્યાગવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની પણ રાહ જોઈ, કેમ કે તે દિવસે પ્રાણ ત્યાગવા વાળાને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું મહત્વ : જ્યોતિષાચાર્ય ડૉ. અરવિંદ મિશ્રાએ જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્વ જણાવતા કહ્યું છે કે, 6 માસના શુભ કાળમાં જયારે સૂર્ય દેવ ઉત્તરાયણ થાય છે અને ધરતી પ્રકાશમયી બને છે, તે સમયે શરીર ત્યાગવાવાળા વ્યક્તિનો પુનર્જન્મ નથી થતો, એવા લોકો સીધા બ્રહમને પ્રાપ્ત થાય છે, એટલે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ કારણ છે કે ભીષ્મ પિતામહે શરીર ત્યાગવા માટે સૂર્યના ઉત્તરાયણ થવા સુધી રાહ જોઈ.

મકરસંક્રાંતિ મુહુર્ત : જ્યોતિષાચાર્ય ડો. અરવિંદ મિશ્રાએ જણાવ્યું કે, મુહુર્ત ચિંતામણી ગ્રંથ મુજબ મકરસંક્રાંતિનું પુણ્યકાળ મુહુર્ત સૂર્યની સંક્રાંતિ સમયથી 16 ઘડી પહેલા અને 16 ઘડી પછી પુણ્યકાળ થાય છે. આ વખતે પુણ્યકાળ 14 જાન્યુઆરીની સવારે 7 વાગીને 15 મિનીટથી શરુ થઇ જશે, જે સાંજે 5 વાગીને 44 મિનીટ સુધી રહેશે. તેમાં સ્નાન, દાન, જાપ કરી શકો છો. અને મહાપુણ્ય કાળ મુહુર્ત 9 વાગ્યાથી 10 વાગીને 30 મિનીટ સુધી રહેશે. ત્યાર પછી બપોરે 1 વાગીને 32 મિનીટથી 3 વાગીને 28 મિનીટ સુધી મુહુર્ત રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.