સૂર્યદેવના નામ પાછળ છુપાયેલી છે આ પૌરાણિક કથાઓ, જાણો કેમ કહેવામાં આવે છે ‘દિનકર’

0
684

જાણો કેવી રીતે પડ્યા સુર્ય દેવના અલગ અલગ નામ અને જાણો તેની સાથે જોડાયેલી કથાઓ. રવિવારના દિવસે સૂર્યદેવની પૂજાનું વિધાન છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, સૂર્ય દેવ પ્રત્યક્ષ રૂપથી દર્શન આપવાવાળા દેવતા છે. પૌરાણિક વેદોમાં સૂર્યનો ઉલ્લેખ વિશ્વની આત્મા અને ઈશ્વરના નેત્રના રૂપમાં કરવામાં આવ્યો છે. સૂર્યની પૂજાથી જીવનશક્તિ, માનસિક શાંતિ, ઉર્જા અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. સૂર્યદેવને ઉગતા અને ડૂબતા બંને રીતે અધર્ય આપવામાં આવે છે.

શાસ્ત્રોમાં સૌથી ઉપર સૂર્ય દેવનું સ્થાન રાખવામાં આવ્યું છે. જો સૂર્યદેવની પૂજા કરવામાં આવે તો કહેવામાં આવે છે કે, વ્યક્તિના દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે. સૂર્ય દેવના ઘણા નામ છે. તેમને આદિત્ય, ભાસ્કર જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. આ દરેક નામોનું અલગ મહત્વ છે. દરેક નામની પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી છે. આવો તમને તેના વિષે જણાવીએ.

આદિત્ય અને માર્તંડ : દેવમાતા અદિતિએ અસુરોના અ ત યા ચારથી પરેશાન થઈને સૂર્યદેવની તપસ્યા કરી હતી. સાથે જ તેમના ઘરમાં જન્મ લેવાની વિનંતી કરી હતો. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે અદિતિને ત્યાં જન્મ લીધો અને આ કારણે તે આદિત્ય કહેવાયા. અમુક કથાઓ અનુસાર, અદિતિએ સૂર્યદેવના વરદાનથી હિરણ્યમય અંડને જન્મ આપ્યો હતો. તેજને કારણે તે માર્તંડ કહેવાયા.

દિનકર : સૂર્યદેવ દિવસ પર રાજ કરે છે. આ કારણે તેમને દિનકર પણ કહેવામાં આવે છે. દિવસની શરૂઆત અને અંત સૂર્યથી જ થાય છે. આ કારણે તેમને સૂર્ય દેવ પણ કહેવામાં આવે છે.

ભુવનેશ્વર : તેનો અર્થ પૃથ્વી પર રાજ કરવાવાળા થાય છે. સૂર્યથી જ પૃથ્વીનું અસ્તિત્વ છે. જો સૂર્યદેવ ન હોય તો ધરતીનું કોઈ અસ્તિત્વ ન હોય. તેના લીધે તેમને ભુવનેશ્વર કહેવામાં આવે છે.

સૂર્ય : શાસ્ત્રોમાં સૂર્યનો અર્થ ચલાચલ જણાવવામાં આવ્યો છે. તેમનો અર્થ થાય છે જે દરેક સમયે ચાલતા હોય. ભગવાન સૂર્ય સંસારમાં ભ્રમણ કરી દરેક પર પોતાની કૃપા વરસાવે છે, જેના લીધે તેમને સૂર્ય કહેવામાં આવે છે.

આદિદેવ : બ્રહ્માંડની શરૂઆત સૂર્યથી અને અંત પણ સૂર્યમાં જ સમાયેલો છે. એટલા માટે તેમને આદિદેવ પણ કહેવામાં આવે છે.

રવિ : માન્યતા છે કે જે દિવસે બ્રહ્માંડની શરૂઆત થઈ હતી, તે દિવસે રવિવાર હતો. એવામાં આ દિવસના નામ પરથી સૂર્યદેવનું નામ રવિ પડી ગયું.

(ડિસ્કેલ્મર : આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. તેને અમલમાં મુકતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.)

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.