ભગવાન દેવનારાયણ મંદિર, માલાસેરી ડુંગરી, આસિંદ તાલુકો, ભીલવાડા જીલ્લો, રાજસ્થાન.
માલાસેરી ડુંગરી રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના આસિંદ તાલુકામાં આવેલું છે. અહિયાં માતા સાડુની અખંડ તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ શ્રી દેવનારાયણના રૂપમાં ખડક ફાડીને કમળ ફૂલની નાભી માંથી અવતાર લીધો હતો એવી માન્યતા છે.
દેવજીના અવતારના 6 મહિના પહેલા ભાદરવી છઠ ઉપર આ ડુંગરી ઉપર એક સુરંગમાંથી દેવજીના ઘોડા લીલાધરનો અવતાર થયો અને તેની પાસે આવેલી વધુ એક સુરંગમાંથી નાગ રાજાનો અવતાર થયો હતો. જે સ્થાન ઉપર કમળનું ફૂલ નીકળ્યું હતું તે સ્થાન ઉપર અનંત સુરંગ છે અને વર્તમાનમાં તે સુરંગ ઉપર દેવજીની મૂર્તિ બિરાજમાન છે. મંદિરની છત ખડક માંથી બનેલી છે. અહિયાં અખંડ જ્યોત સળગતી રહે છે.
માલાસેરી ડુંગરીના દુર્લભ પથ્થરના વિષયમાં વૈજ્ઞાનિક શોધકર્તાઓ પણ માને છે કે, આ સ્થાન ઉપર હકીકતમાં ભૂકંપ આવ્યો હતો અને પથ્થર ધરતી માંથી બહાર આવ્યો હતો.
માલાસેરી ડુંગરીના મંદિરની ઉપર એક લીમડાનું ઝાડ આવેલું છે જે ઘણું જુનું છે. આ લીમડાના ઝાડની વિશેષતા એ છે કે, તેના બે પાંદડા એક સાથે તોડવા પર એક પાંદડું કડવું લાગે છે જયારે એક પાંદડું કડવું નથી લાગતું.
અહિયાં દરરોજ નાગ રાજા માટે દેશી ગૌમાતાનું દૂધ મુકવામાં આવે છે. ભાગ્યશાળી ભક્તોને આજે પણ તેમના દર્શન થાય છે.
અહિયાં વર્ષોથી એક પરિવાર પૂજા કરતા આવે છે. ગુર્જર સમાજના પોસવાલ ગૌત્ર પરિવારના ભોપાજી અહિંયા પૂજા કરતા આવે છે.
અહિયાં લાખો શ્રદ્ધાળુઓ ઘણા રાજ્ય અને જીલ્લામાંથી શ્રાવણ અને ભાદરવા મહિનામાં ધજા લઈને પદયાત્રા કરવા આવે છે. અહિયાં દેવ ભક્તોના સહકારથી બારે મહિના અખંડ નિશુલ્ક ભંડારો દરેક સમયે ઉપલબ્ધ રહે છે. આ ગુર્જર સમાજનું સૌથી મોટુ તીર્થ સ્થળ છે અને દરેક સમાજનું આસ્થા કેન્દ્ર છે.
– સાભાર મુકુંદરાય ધારૈયા.