માતાજીએ ભક્તને દર્શન આપીને આ સ્થળો પર તેમની પૂજા કરવા કહ્યું હતું, આજે અહીં છે મોટા યાત્રા ધામ.

0
103

વર્તમાન કાળમાં જે નવ દેવીઓની અત્યાધિક પ્રસિદ્ધિ છે અને જેમનાં મંદિર ભારતમાં જુદે જુદે સ્થળે આવેલાં છે, તે નવ દેવીઓ આ પ્રમાણે છે. શ્રી નૈનાદેવી, શ્રી ચન્તપુર્ણી દેવી, શ્રી જ્વાલા મુખી, શ્રી વજેશ્વરી દેવી (નગરકોટ, કાંગડા), શ્રી માતા વૈષ્ણોદેવી, શ્રી ચામુંડા દેવી, શ્રી માનસા દેવી, શ્રી શાકંભરી દેવી, શ્રી કાલિકાજી.

શિવપુરાણ અનુસાર સતી પાર્વતીના શ-બ-ને લઈ જ્યારે શિવ ત્રણે લોકોમાં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે વિષ્ણુએ એમનો સંમોહ દૂર કરવા માટે સતીના શ-બ-ને કા-પી-ને ફેંકી દીધું હતું. જે જે સ્થાનો પર સતીના અંગ પડ્યાં ત્યાં શક્તિપીઠ બની. કુલ ૫૧ શક્તિપીઠોમાં આ નવ દેવીઓનાં મંદિરની ગણના થાય છે.

નૈના દેવી :

આ સ્થાન પર સતીનાં બંને નેત્ર પડ્યાં હતાં. નૈના દેવીની ગણના પ્રમુખ શક્તિ પીઠોમાં થાય છે. મંદિરમાં નૈના દેવીનાં દર્શન પિંડોના રુપમાં થાય છે. શ્રાવણની આઠમે અને નવરાત્રિમાં અહીંની યાત્રા અધિક સંખ્યામાં થાય છે.

આ પહાડીની નજીક કેટલાક ગુર્જરોની વસ્તી રહેતી હતી. તેમાં નૈના નામનો ગુર્જર દેવીનો પરમ ભક્ત હતો. તે પોતાની ગાયો-ભેંસો આ પહાડી પર ચરાવવા લાવતો હતો. ત્યાં એક પીપળાનું ઝાડ કે જે આજે પણ હયાત છે ત્યાં નૈનાની એક ગાય આવીને ઉભી રહેતી હતી, અને તેનાં આંચળમાંથી આપોઆપ દૂધ નીકળી પડતું હતું. નૈનાએ આવું ઘણી વાર જોયેલું. આ જોઈ તે વિચારમાં પડી જતો હતો કે ગાયના આંચળમાંથી આજ પીપળાની નીચે દૂધ કેમ આવી જાય છે.

એકવાર તેણે જ્યારે ગાયનું દૂધ નીકળતું હતું ત્યારે ત્યાં પડેલા સુકાં પાંદડાં હટાવવાનું શરૂ કર્યું. પાંદડાં હટાવતાં ત્યાં તેણે પિંડરુપમાં ભગવતીની પ્રતિમા જોઈ. જે દિવસે નૈનાએ પિંડોનાં દર્શન કર્યાં, તે જ રાતે ભગવતીએ તેને સ્વપ્નમાં દર્શન દીધાં અને કહ્યું કે હું આધશક્તિ દુર્ગા છું. તું તેજ પીપળાની નીચે મારું સ્થાન બનાવી દે. હું તારા જ નામથી પ્રસિદ્ધ થઈશ.

નૈના માં નો પરમભક્ત હતો. માં ની આજ્ઞા અનુસાર તેણે મંદિર બનાવવાનો પ્રારંભ કર્યો. થોડા જ વખતમાં આ સ્થાનનો મહિમા ચારે બાજુ ફેલાઈ ગયો. શ્રધ્ધાળુ ભક્તો દૂર દૂરથી આવવા લાગ્યા. તેમની મનોકામનાઓ પૂરી થતી રહી. દેવીના ભક્તોએ સુંદર, ભવ્ય વિશાળ મંદિર બનાવી દીધું. જે તીર્થ નૈનાદેવી નામે પ્રસિદ્ધ થયું. મંદિર પાસે એક ગુફા છે, જેને નૈના દેવીની ગુફા કહે છે.

માતા ચિન્તાપૂર્ણી :

આ સ્થાન છિન્નમસ્તિકા દેવીનું છે. એને ચિન્તાપૂર્ણી એટલે કે ચિંતાને પૂરી કરનારી દેવી માનવામાં આવે છે. એમ કહેવાય છે કે આ સ્થાને સતીનાં ચરણોનાં અંશ પડ્યાં હતાં.

ભક્તની કથા : કહેવાય છે કે માઈદાસ નામે દુર્ગા માં ના એક શ્રદ્ધાળુ ભક્તે આ સ્થાન શોધ્યું હતું. ભાઈદાસના પિતાને ત્રણ પુત્રો હતા. દેવદાસ, ગુર્દદાસ અને ભાઈદાસ. પિતાની માફક ભાઈદાસનો વધુ પડતો સમય દેવીની પૂજા પાઠમાં વ્યતીત થતો હતો. આથી તે પોતાના મોટા બે ભાઈઓના કામમાં ધંધામાં વધુ સમય આપી શકતો ન હતો. આ વાત પર ભાઈઓએ તેને ઘરથી અલગ કરી દીધેલો. તેમ છતાં ભાઈદાસે પોતાના નિત્ય કાર્યમાં કશું ઓછું ન કયું.

એકવાર તે સાસરે જતી વખતે ગાઢ જંગલમાં એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો અને સંજોગવશ ઉંઘ આવી ગઈ. સ્વપ્નમાં તેને એક તેજસ્વી કન્યા દેખાઈ, જેણે આદેશ આપ્યો કે તું આ જ સ્થળે રહી મારી સેવા કર. જાગ્યા પછી સાસરી તરફ ચાલવા માંડ્યું. પણ તેના મનમાં એ જ અવાજ ઘુમરાતો રહ્યો કે આ સ્થાને રહી મારી સેવા કર.

સાસરેથી પાછા ફરતી વખતે ભાઈદાસનાં પગલા તે જગ્યાએ અટક્યા. ગભરાટમાં તે જ વડના ઝાડ નીચે બેસી ગયો ને ભગવતીની સ્તુતિ કરવા લાગ્યો. તેણે મનમાં પ્રાર્થના કરી. હે માં ! જો મેં શુધ્ધ હૃદયથી તમારી ઉપાસના કરી છે તો પ્રત્યક્ષ દર્શન દઈ મારો સંશય દૂર કરો. વારંવાર વિનંતી કરવા પર સિંહવાહિની દુર્ગા ચતુર્ભુજના રુપમાં પ્રગટ થયાં.

દેવીએ કહ્યું, હું આ વૃક્ષ નીચે ચિરકાળથી વિરાજમાન છું. તું મારો પરમભક્ત છે. આથી અહીં રહી મારી સેવા કર. હું છિન્નમસ્તિકાના નામથી પુકારી જાઉં છું. તારી ચિંતા દૂર કરવાને કારણ હવે હું ચિન્તાપૂર્ણી નામથી પ્રસિદ્ધ થઈશ. માઈદાસે નમ્રતાથી નિવેદન કર્યું – હે જગજનની! હું ઓછી બુદ્ધિવાળો ને અશક્ત જીવ છું. આ ભયનાક જંગલમાં ડર લાગે છે, રાત કેમ પસાર થાય? માતાએ કહ્યું – તું આ મંત્રના જપ કરજે, ભય દૂર થઈ જશે.

ૐ એ ક્લીં હીં શ્રીં ભયનાશિની હૂં ફટ સ્વાહા

આજ મંત્ર દ્વારા પૂજા કર, નીચે જઈ કોઈ મોટા પથ્થરને ઉપાડ, ત્યાં પાણી મળશે, તેનાથી જ મારી પૂજા કર્યા કરજે. જે ભક્તોની ચિંતાઓ હું દૂર કરીશ. તેઓ પોતે જ મંદિર બનાવડાવશે. સૂતક-પાતકનો વિચાર ન કરવો. મારી પૂજાનો અધિકાર તારા વંશને જ રહેશે. આમ કહી માતા પિંડોના રુપમાં લોપ થઈ ગઈ.

ભાઈદાસની ચિંતાનું નિવારણ થઈ ગયું. તે પ્રફલ્લ મને પહાડીથી થોડુંક નીચે ઉતર્યો અને એક મોટો પથ્થર હટાવી જોયું, તો ઘણું બધું પાણી નીકળી આવ્યું. તેની ખુશીનો પાર ન રહ્યો. ત્યાં જ નજીકમાં ઝૂંપડી બનાવી દીધી અને તે જ પાણીથી નિત્ય નિયમપૂર્વક પિંડની પૂજા કરવાનું શરૂ ક્યું. ભાઈદાસે ઉપાડેલો પથ્થર આજે પણ ત્યાં ચિન્તાપૂર્ણી મંદિરમાં રાખેલો છે. જ્યાં પાણી નીકળ્યું હતું ત્યાં હવે સુંદર તળાવ બનાવી દીધેલું છે.

વજેશ્વરી દેવી :

આ સ્થાન આમ જનતામાં નગરકોટ કાંગડેવાળી દેવીના નામે પ્રસિદ્ધ છે. અહીંનાં દર્શન કર્યા સિવાય યાત્રા સફળ થતી નથી એવું માનવામાં આવે છે. અનેકાનેક આ-ક્ર-મ-ણ થતાં રહ્યાં છતાં પણ આ સ્થાન દેવીના પ્રતાપથી અક્ષત રહ્યું છે. કાંગડામાં સતીનાં સ્ત-ન-પ-ડ્યાં હતાં.

રાજા સુશર્માના નામ પર રાખેલું “સુશર્માપુર” નગર કાંગડાનું ઘણું પ્રાચીન નામ છે. જેનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. મહમદ ગઝનીના આ-ક્ર-મ-ણ વખતે આનું નામ “નગરકોટ” હતું. કોટનો અર્થ છે – કિલ્લો અર્થાત્‌ જે નગર છે જ્યાં કિલ્લો છે. કાંગડાનો શાબ્દિક અર્થ છે કનકગઢ. કાન પર બનેલો કિલ્લો.

પૌરાણિક કથા મુજબ આ કાન જલંધર દૈત્યનો હતો. જલંધરે કેટલાંયે વર્ષો સુધી દેવતાઓ જોડે યુદ્ધ કર્યું. વિષ્ણુ અને શિવની કપટી માયાથી પરાસ્ત જલંધર દૈત્ય યુદ્ધમાં મરણાસન્ન થયો ત્યારે તેની સાધ્વી પત્ની વૃંદાના શાપના ભયથી બંને દેવોએ જલંધરને પ્રત્યક્ષ દર્શન દઈ મન ચાહ્યું વર માગવા કહ્યું.

જલંધરે દેવોની સ્તુતિ કરી કહ્યું, હે પ્રભુ ! જો કે તમે મને કપટી માયા રચી મા-ર્યો-છે તોપણ હું ઘણો પ્રસન્ન છું. આપનાં દર્શનથી મારા જેવા તામસી અને અહંકારી દૈત્યનો ઉદ્ધાર થયો. મને એવું વરદાન આપો કે મારું આ પાર્થિવ શરીર જ્યાં જ્યાં ફેલાયેલું છે ત્યાં ત્યાં બધા દેવી દેવતાઓ અને તીર્થોનો નિવાસ રહે. તમારા શ્રધ્ધાળુ ભક્તો મારા દેહ પર રહેલા તીર્થોમાં નિવાસ કરે. આ તીર્થોમાં સ્નાન, ધ્યાન, જ્ઞાન, શ્રધ્ધાદિ કરી પુણ્યફળ મેળવે. તે પછી જલંધરે પ્રાણ ત્યાગી દીધા.

શિવાલિક પહાડિયોની મધ્યમાં ૧૨ યોજન વિસ્તારમાં જલંધર પીઠ ફેલાયેલી છે. જેની પરિક્રમામાં ૬૪ મંદિર સમાવિષ્ટ થાય છે.

વધુ આવતા અંકે.