“નાખુશ” – ઘણી મર્મ ભરેલી અને હાલના જીવન પર એકદમ ફિટ બેસે છે આ કવિતા, સમય કાઢીને વાંચજો જરૂર.

0
366

‘પરાયા’ થી શું? હું ‘અમારા’ થી નાખુશ,

સાચા કે ખોટા, સહારા થી, નાખુશ.

પરિશ્રમ અમારો ને, ફળ કોઈ આપે?

હું તો છું આવા ‘ઇજારા’થી, નાખુશ.

હજુ એ તો આગળ, હાંકે છે નૌકા,

મલ્લાહ છે, આ કિનારા થી, નાખુશ.

ભુલ્યો અદબ, સાકી ની ને, સુરા ની,

મય ખાનું છે, એ ‘પી નારા’થી, નાખુશ.

ઉપવન ના અસ્તિત્વ નો, પ્રશ્ન આવ્યો,

ખુદ માળી છે ‘બાગે-બહારા ‘થી, નાખુશ.

થઇ મો ત ની વાત, ત્યારે જ તૂટ્યા,

સ્વજનો છે ખરતા સિતારા થી, નાખુશ.

‘કરે કોઈ-ભરે કોઈ’, છે એ ‘ન્યાય’ ક્યાંનો?

ખુદ ‘ન્યાય’ છે આવા ધારા થી, નાખુશ.

સજ્જન ને ફાંકા, ને દુર્જન ને વૈભવ,

નથી ઈશ, તું આ નજારા થી, નાખુશ?

હવે આવ, ને કર, એનું ‘પુન:સ્થાપન’,

ન થઇ જાય ખુદ ‘ધર્મ’, તારા થી, નાખુશ.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રપ)