श्रीमन नारायण नारायण हरि हरि।
तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि।
નર અને નારાયણની કહાનીને જાણવી ખૂબ જ જરૂરી છે. આ તેમના જીવનની કહાની નથી પણ સંક્ષિપ્ત પરિચય આપવામાં આવી રહ્યો છે. આ બંને ભાઈઓને કારણે ધર્મ અને સત્યનો ભારતમાં વિસ્તાર થયો.
મોટાભાગના હિંદુ તેમની કથાને નથી જાણતા અને તેઓ એવું માને છે કે તેઓ વિષ્ણુ જ છે. અવતારનો અર્થ કોઈનામાં વિષ્ણુનું અવતરણ થવું. ભગવાન રામ પણ વિષ્ણુના જ અવતાર હતા પરંતુ તેઓ સ્વયં વિષ્ણુ ન હતા.
તેઓ પણ બ્રહ્મા અને વશિષ્ટની અનુશંસા ઉપર વિષ્ણુના અવતાર ઘોષિત કરવામાં આવ્યા હતા. અર્થાત્ રામ એક માધ્યમ હતા અને વિષ્ણુએ તેમાં ઉતરીને લીલા કરી હતી. અવતારના અર્થમાં કોઈ બીજાનું અવતરણ થવું. જો કે કેટલાક અવતારોમાં વિષ્ણુ સ્વયં પ્રગટ થયા છે.
24 અવતારો આ પ્રમાણએ છે – 1 – આદિ, પરષુ, 2 – ચાર સનતકુમાર, 3 – વરાહ, 4 – નારદ, 5 – નર અને નારાયણ, 6 – કપિલ, 7 – દત્તાત્રેય, 8 – ઋષભ, 9 – યજ્ઞ, 10 – પૃથુ, 11 – માતસ્ય, 12 – કચ્છપ, 13 – ધનવંતરી, 14 – મોહિની, 15 – નૃસિંહ, 16 – હયગ્રીવ, 17 – વામન, 18 – પરશુરામ, 19 – વ્યાસ, 20 – રામ, 21 – બલરામ, 22 – કૃષ્ણ, 23 – બુદ્ધ અને 24 – કલ્કિ.
ભગવાન બ્રહ્માના પુત્ર ધર્મની પત્ની રુચિના માધ્યમથી શ્રીહરિ વિષ્ણુએ નર અને નારાયણ નામના બે ઋષિઓના રૂપમાં અવતાર લીધો. જન્મ લેતી વખતે બદરીવનમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા. તે બદરીવનમાં આજે બદ્રીકાશ્રમ બન્યું છે. તો નર અને નારાયણ નામના બે પહાડ છે. તો પાસે જ કેદારનાથનું પવિત્ર શિવલિંગ છે જેને નર અને નારાયણને મળીને સ્થાપિત કર્યું હતું. તે લગભગ 8 હજાર ઈ.સ. પૂર્વની વાત છે.
નર અને નારાયણની તપસ્યાથી જ સંસારમાં સુખ અને શાંતિનો વિસ્તાર થયો. આજે પણ કેદરનાથ અને બદ્રીકાશ્રમમાં ભગવાન નર-નારાયણ નિરંતર તપસ્યામાં રત રહે છે. તેમને જ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અને અર્જુનના રૂપમાં અવતાર લઈ લીલા રચી હતી. લીલાનો અર્થ નાટક નથી થતો.
મહાભારતમાં બતાવ્યા પ્રમાણે કેદાર અને બદરીવનમાં નર-નારાયણ નામના બે ભાઈઓએ ઘોર તપસ્યાઓ કરી હતી. એટલા માટે આ સ્થાન મૂળતઃ આ બે ઋષિઓનું સ્થાન છે. બંનેએ કેદારનાથમાં શિવલિંગ અને બદરીકાશ્રમમાં વિષ્ણુના વિગ્રહરૂપની સ્થાપના કરી હતી.
કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા શિવ પુરાણમાં ત્યારે આવે છે. જ્યારે નર અને નારાયણ શિવની આરાધના કરી રહ્યા હોય છે. ભગવાન શિવની પ્રાર્થના કરતા-કરતા બંને કહે છે કે શિવ તમે અમારી પૂજા ગ્રહણ કરો. નર અને નારાયણની પૂજા આગ્રહ ઉપર ભગવાન શિવ સ્વયં તેને પાર્થિક લિંગમાં આવે છે.
બંને ભાઈઓના અનુરોધથી ભગવાન શિવ વધુ પ્રસન્ન થઈ જાય છે અને કેદારનાથના આ તીર્થમાં કેદારેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં નિવાસ કરવા લાગી જાય છે. આ પ્રકારે કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ થાય છે.
મહાભારતમાં દર્શાવ્યા પ્રમાણે પાપથી મુક્ત થયા પછી કેદારેશ્વરમાં સ્થિત જ્યોતિર્લિંગની આસપાસ મંદિરનું નિર્માણ પાંડવોએ પોતાના હાથેથી કર્યું હતું. ત્યારબાદ તેનું ફરિ નિર્માણ આદિ શંકરાચાર્યએ કરાવ્યું હતું. ત્યારબાદ રાજા ભોજે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત સપ્ટેમ્બર ૨૦૧૭.
– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)