નારદે શિવજીને પૂછયું, ત્રિદેવથી પર કોણ છે કે જેની આપ ઉપાસના કરો છો, શિવજીએ આપ્યો આ જવાબ

0
1005

“દેવીઓની અમર કથા”

દેવી પુરાણમાં પ્રસંગ છે કે એક વખત નારદજીને શંકા ઉત્પન્ન થઈ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સદા કોની ઉપાસના કર્યા કરે છે. સંદેહવંશ નારદે શિવજીને જ પૂછયું બ્રહ્મા, વિષ્ણુ અને આપથી વધીને બીજા કોઈ દેવની મને ખબર નથી. તો પછી આપનાથી પણ પર કોણ છે કે જેની આપ ઉપાસના કરો છો.

નારદની શંકા દૂર કરવા હેતુ શિવજીએ કહ્યું – હે નારદ, સૂક્ષ્મ અને સ્થૂળ શરીરથી પણ અલગ જે આદિશક્તિ છે, તે સ્વયં બ્રહ્મરુપ છે. તે કેવળ પોતાની ઇચ્છા માત્રથી જ સૃષ્ટિની રચના, પાલન અને સંહાર કરવામાં સમર્થ છે. વાસ્તવમાં તે નિર્ગુણ સ્વરુપ છે, સમય સમય પર દુષ્ટોના નાશ હેતુ તેમણે અવતાર ધારણ કર્યા છે.

વધુ શંકરજી નારદને કહે છે – હે નારદ! આ ભ્રમ થાય છે કે તે શક્તિ કોણ છે અને શું તે બ્રહ્માથી પણ પર છે. શ્રીમદ્‌ ભાગવતમાં એક પ્રશ્નનો ઉત્તર આપતાં દેવીએ કહેલું છે કે એક જ વાસ્તવિક્તા છે અને તે સત્ય. હું સત્ય છું. હું એવું પ્રાણી છું જે ન તો નર કે ન માતા. પરંતુ કોઈપણ એવી વસ્તુ એવી નથી જેમાં હું ન હોઉં.

હું પ્રત્યેક વસ્તુમાં શક્તિના સ્વરુપમાં રહું છું. શ્રી દેવી પુરાણમાં એક સ્થાને વિષ્ણુ એ સ્વીકાર કરે છે કે તે મુક્ત નથી. અને કેવળ મહાદેવીની આજ્ઞાનું પાલન કરે છે. અગર બ્રહ્મા રચના કરે છે, વિષ્ણુ પાલન કરે છે. અને શિવ સં-હાર કરે છે. તો આ કેવળ યંત્રની માફક કાર્યરત છે.

રાક્ષસોના અ-ત્યા-ચા-ર-થી તંગ થઈ ગયેલા દેવતાઓએ જ્યારે બ્રહ્માથી સાંભળ્યું કે દૈત્યરાજને વર પ્રાપ્ત છે કે તેનું મ-રૂ-ત્યુ કોઈ કું-વારી કન્યાના હાથે થશે ત્યારે બધા દેવતાઓએ એકઠા થઈ સંમિલિત તેજથી દેવીના રુપને પ્રકટ કર્યું. જુદા જુદા દેવતાઓના નીકળેલા તેજથી દેવીનાં અંગો બન્યાં. શંકરના તૈજથી દેવીનું મુખ બન્યું. યમરાજના તેજથી ચરણ. સૂર્યના તેજથી આંગળીઓ, વસુઓના તેજથી હાથની આંગળીઓ, પ્રજાપતિના તેજથી દાંત, અગ્નિના તેજથી નૈત્ર, વાયુના તેજથી કાન અને અન્ય દેવતાઓના તેજથી દેવીનાં અન્ય અંગો બન્યાં.

શિવજીએ તે મહાશક્તિને ત્રિશૂળ, મહાલક્ષ્મીએ કમળનાં ફુલ, વિષ્ણુએ ચક્ર, અગ્નિએ શક્તિ અને ભાથું, યમરાજે દંડ, કાળે ત-લ-વા-ર, વિશ્વકર્માએ ફ-ર-સી, પ્રજાપતિએ સ્ફટીક માળા, વરુણે શંખ, હનુમાને ગદા, શેષ નાગે મણિશુશોભિત નાગ, ઈન્દ્રે વજ્ર, રામે ધનુષ્ય, વરુણે પાશ અને તીર, બ્રહ્માએ ચારેય વેદ, હિમાલયે સવારી માટે સિંહ પ્રદાન કર્યાં. ઉપરાંત સમુદ્રે ઉજ્જવળ હાર, ટકાઉ વસ્ત્ર અને વીંટીઓની ભેટ આપી. આ બધી વસ્તુઓને દેવીએ પોતાની અઢાર ભુજાઓમાં ધારણ કરી.

શ્રી દુર્ગાજીનાં નવ રુપ છે. જેમને નવદુર્ગા કહે છે. તેઓનાં નામ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચન્દ્રઘંટા, કુષ્માન્ડા, સ્કન્દમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિધ્ધિ દાત્રી. –

આ નવદુર્ગાઓએ નીચે મુજબના અવતાર ધારણ કર્યા.

(૧) મહાકાળ અવતારમાં મહાકાલીના રુપમાં.

(૨) તારકેશ્વર અવતારમાં તારાના રુપમાં.

(૩) ભુવનેશ્વર અવતારમાં ભુવનેશ્વરીના રુપમાં.

(૪) ષોડશ અવતારમાં ષોડશીના રુપમાં.

(૫) ભૈરવ અવતારમાં ભૈરવીના રુપમાં.

(૬) છિન્નમસ્તક અવતારમાં છિન્નમસ્તા રુપમાં.

(૭) ધૂમ્રવાન અવતારમાં ધૂમાવતી રુપમાં.

(૮) બગલામુખ અવતારમાં બગલામુખી રુપમાં.

(૯) માતંગ અવતારમાં માતંગી રુપમાં.

(૧૦) કમલ અવતારમાં કમલાન્તિકા રુપમાં.

આ દસરુપ દસ મહાવિદ્યાઓ પણ કહેવાય છે.

શ્રી દુર્ગા સપ્તશતીના ૧૧ માં અધ્યાયમાં દેવીનાં નવ અવતારોની કથા મળે છે. સ્વયં દેવીએ કહ્યું – જ્યાં સુધી દૈત્યો દ્વારા ઉ-પ-દ્ર-વો થતા રહેશે, ત્યાં સુધી હું અવતાર લઈ શત્રુઓનો સં-હાર કરીશ. ભગવતીના આ કથનનું પાલન જુદા જુદા દુષ્કર સમયે અવતાર ધારણ કરીને તથા દુષ્ટોનો નાશ કરવો તે છે. દેવીના નવ અવતારોની કથા આ પ્રમાણે છે.