અલગ અલગ પૌરાણિક કથાઓ અનુસાર જાણો નારદજીના જન્મ અને પુર્નજન્મ વિષે.
જેઠ માસમાં હિન્દૂ ધર્મના ઘણા બધા મુખ્ય તહેવાર ઊજવવામાં આવે છે તેમાંથી એક તહેવાર નારદજીને સમર્પિત છે. ધાર્મિક દંતકથાઓ અનુસાર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકમે નારદજીના જન્મદિવસની સ્મૃતિમાં નારદ જયંતીનું પર્વ ઊજવવામાં આવે છે. આ વખતે નારદ જયંતી 11 જુને (ગુજરાતી કેલેન્ડર અનુસાર) ઊજવવામાં આવશે. તો આવો આ ખાસ પર્વને ધ્યાનમાં રાખીને નારદજીનો જન્મ કેવી રીતે થયો તે જાણી લઈએ.
શસ્ત્રો અનુસાર નારદ મુનિનો જન્મ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીના ખોળામાં થયો હતો. તો બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર નારદજી બ્રહ્માજીના કંઠ(ગળું) થી ઉત્પન્ન થયા એવું કહેવામાં આવે છે.
તેમની સાથે જોડાયેલી એક કથા અનુસાર, પ્રાચીન સમયમાં દક્ષ પુત્રોને યોગનો ઉપદેશ આપીને તેમણે સંસારથી વિમુખ કરવા પર, રાજા દક્ષ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે નારદજીનો વિનાશ કરી દીધો હતો. ત્યારબાદ બ્રહ્માજીએ તેમને પુનર્જીવિત કરવાના માટે આગ્રહ કર્યો ત્યારે રાજા દક્ષે જણાવ્યું કે, હું તેમને હમણાં જીવિત કરી શકીશ નહીં. પરતું હું તમને એક કન્યા આપી રહ્યો છું જેના કશ્યપ સાથે લગ્ન થવા પર જ નારદજી પુનર્જન્મ લઇ શકશે.
પુરાણોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રજાપતિ દક્ષે નારદ મુનિને શ્રાપ આપ્યો હતો કે તે 2 મિનિટથી વધારે કોઈ પણ જગ્યાએ રોકાઈ શકશે નહિ. આ જ કારણ છે કે, શાસ્ત્રોમાં તેમના વિષે જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં નારદજી હંમેશા યાત્રા કરતા રહે છે. જણાવી દઈએ કે, અથર્વેદમાં પણ નારદજીનો ખુબ ઉલ્લેખ વાંચવા મળે છે.
તેમના જન્મ સાથે જોડાયેલી એક અન્ય કથા એ પણ છે કે, દક્ષ પ્રજાપતિના 10,000 પુત્રોને નારદજીએ સંસારથી નિવૃત્તિની શિક્ષા આપી. જયારે બ્રહ્માજી તેમને સૃષ્ટિ માર્ગ પર મોકલવા માંગતા હતા.
આ કારણે તેમણે ગુસ્સામાં નારદજીને શ્રાપ આપ્યો હતો, જેના લીધે નારદજી ગંધમાદન ડુંગર પર ગંધર્વયો નિમાં પ્રગટ થયા હતા. કથાઓ અનુસાર આયો નિમાં તેમનું નામ ઉપબર્હણ હતું. તેમની 60 પત્નીઓ હતી. અને તે વધારે રૂપવાન હોવાને કારણે હંમેશા સુંદર સ્ત્રીઓથી ઘેરાયેલા રહેતા હતા. બ્રહ્માજીએ તેમને શુદ્રયો નિમાં જન્મ લેવામાં મદદ પણ કરી હતી.
આ બધાને કારણે નારદજીનો જન્મ શુદ્ર વર્ગની એક દાસીને ત્યાં થયો હતો. ત્યાં તેમનો જન્મ થતા જ તેમના પિતાએ છોડી દીધી. સમય જતા સાપ કરડવાથી તેમની માતા પણએ પણ દુનિયા છોડી દીધી હતી. પછી નારદજી સંસારમાં એકલા રહી ગયા. કથાઓ અનુસાર તે સમયે તેમની ઉંમર ફક્ત 5 વર્ષ હતી.
એક દિવસ ચાતુર્માસના સમયે સંતજન તેમના ગામમાં રોકાયા હતા. નારદજીએ તે સંતોની ખુબ સેવા કરી અને તેમની કૃપાથી નારદજીને જ્ઞાન પ્રાપ્ત થયું. અને સમય આવવા પર નારદજીનું પંચભૌતિક શરીર છૂટી ગયું અને કલ્પના અંતમાં તે બ્રહ્માજીના માનસ પુત્રના રૂપમાં અવતરિત થયા.
આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.