જયારે નારદજી મળ્યા ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્તને, નારદજીને સમજાઈ આ વાત.

0
516

નારદજી નહિ પણ આ ખેડુત હતો વિષ્ણુજીનો મોટો ભક્ત, જાણો શું થયું જયારે નારદજી તેમને મળ્યા. ભગવાનના સૌથી મોટા ભક્ત કોણ? આત્મવિશ્વાસથી ભરપૂર નારદજીએ આ સવાલ ભગવાન વિષ્ણુને પૂછી લીધો. ભગવાને હસીને એક ખેડૂતનું નામ લીધું. નારદજીએ કહ્યું, આ કઈ રીતે શક્ય છે? દરેક વાતની શરૂઆત અને અંત તમને યાદ કરીને કરવાવાળાથી મોટો ભક્ત તે ખેડૂત કઈ રીતે? ભગવાન સમજી ગયા કે, નારદજીને પોતાની ભક્તિનું અભિમાન થઈ ગયું છે. તેમને સમજાવવા માટે ભગવાને નારદજીને એક કામ સોંપ્યું.

દિવસમાં ફક્ત ત્રણ વાર હરિનું નામ : ભગવાને નારદને કહ્યું, મારો સૌથી મોટો ભક્ત ધરતી પર એક ખેડૂત છે. નારદજી ભગવાનની આજ્ઞા લઈને તે ખેડૂતને જોવા ધરતી પર પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે, સવારે ઉઠતા સમયે ખેડૂતે હરિનું નામ લીધું અને હળ-બળદ લઈને ખેતરમાં કામ કરવા માટે નીકળી ગયો. બપોરે ભોજન કરતા સમયે તેણે એકવાર ફરી હરિનું નામ લીધું. રાત્રે ખાવાનું ખાઈને સુતા પહેલા એક વાર ફરી તેણે હરિને યાદ કર્યા.

નારદજી આશ્ચર્યથી બોલ્યા, બસ! ત્રણ વાર હરિનું નામ. હું તો દરેક વાત પહેલા અને પછી નારાયણ-નારાયણ કહીને હરિને યાદ કરું છું. તો આ મારા કરતા મોટો ભક્ત કઈ રીતે થયો?

નારદજીને ભગવાને સોંપ્યું મુશ્કેલ કામ : નારદજીએ ભગવાને કહ્યું, ભગવન! તે ખેડૂતે દિવસમાં ફક્ત 3 વાર તમારું નામ લીધું. હું તો… ભગવાન તેમની વાત કાપતા બોલ્યા, આનો જવાબ હું તમને પછી આપીશ, પહેલા તમે એક તેલથી ભરેલું પાત્ર લો અને ધરતીનો એક ચક્કર લગાવીને આવો. અને ધ્યાન રહે કે, પાત્રમાંથી તેલનું એક ટીપું પણ ઢળવું નહિ જોઈએ. નારદજી બોલ્યા, જેવી આજ્ઞા પ્રભુ. આટલું કહીને નારદજી તેલથી છલોછલ ભરેલું પાત્ર લઈને ધરતીનો ચક્કર લગાવવા નીકળી પડ્યા. તે પાત્રને હાથમાં પકડીને ખુબ ધ્યાનથી ધરતીનો ચક્કર લગાવવા લાગ્યા.

નામ શું કામ લેવું, કામ તો તમારું જ હતું : ધરતીનો ચક્કર લગાવીને પાછા આવેલા નારદજીએ ભગવાનને ગર્વથી તેલનું પાત્ર દેખાડતા કહ્યું, પ્રભુ તેલનું એક ટીપું ઢળવા નથી દીધું. તમારું કામ પૂરું થઈ ગયું. ભગવાને નારદજીને પૂછ્યું, આ દરમિયાન તમે મારું નામ કેટલીવાર સ્મરણ કર્યું? નારદજી આશ્ચર્યથી ભગવાન તરફ જોઈને બોલ્યા, મારુ બધું ધ્યાન તો તમારા કામ પર જ હતું. તમને તમારા નામની પડી છે. અરે! જયારે તમારું કામ કરી રહ્યો હતો તો નામ શું….

ખેડૂત કામ સાથે નામ પણ લે છે : ભગવાને હસીને નારદજીને કહ્યું, ખેડૂત પણ મારુ જ કામ કરે છે. તેમ છતાં ત્રણ વાર મારુ નામ લે છે. નારદજી ભગવાની વાત સમજી ગયા અને કહ્યું, નારાયણ નારાયણ, પ્રભુ હું મારી હાર માનું છું. ખરેખર તે ખેડૂત તમારો સૌથી મોટો ભક્ત છે. તે ધરતી પર જીવો માટે અન્ન ઉગાડે છે. તમારું આપેલું કામ પોતાનું સમજીને સંપૂર્ણ ઈમાનદારીથી પૂરું કરે છે, અને વચ્ચે-વચ્ચે સમય કાઢીને તમને યાદ પણ કરે છે.

ગીતામાં પણ મેં કહ્યું છે, કર્મ જ પૂજા છે : ભગવાન બોલ્યા : એકદમ બરાબર સમજ્યા નારદ. મેં ગીતામાં પણ કહ્યું છે કે, મને પ્રાપ્ત કરવા માટે ત્રણ સાધન છે. પહેલું ધ્યાન યોગ, બીજું ભક્તિ યોગ અને ત્રીજું કર્મ યોગ. તેનો અર્થ એ છે કે, તમને કામ કરવાનો જે અવસર મળ્યો છે, તે મેં તમને આ યોગ્ય સમજ્યા છે એટલે મળ્યો છે.

મને પ્રાપ્ત કરવા માટે જરૂરી છે કે, કામ સંપૂર્ણ ઈમાનદારીથી કરવામાં આવે. કામ કરો, હું પોતે જ તમને મળી જઈશ. કારણ કે તમે જે કામ કરો છો, હકીકતમાં તે બીજા સાથે જોડાયેલું હોય છે, જે અંતમાં બધું મારી સાથે જોડાઈ જાય છે. દુનિયાને ચલાવવા માટે આ તંત્ર મેં બનાવ્યું છે, અને દરેક વ્યક્તિને અલગ જવાબદારી પર લગાવ્યા છે. જે કામચોરી કરે છે તે હકીકતમાં મારો અનાદર કરે છે.

આ માહિતી આઈ નેક્સ્ટ લાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.