નૃસિંહ જયંતિ ક્યારે છે, જાણો આ દિવસે ભગવાન નૃસિંહની પુજાના શુભ મુહૂર્ત અને તેનું મહત્વ.

0
98

નૃસિંહ જયંતિ વૈશાખ સુદ પક્ષની ચૌદસ તિથિએ ઉજવવામાં આવે છે. માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથો પ્રમાણે, આ દિવસે ભગવાન વિષ્ણુએ નૃસિંહ તરીકે અવતાર લીધો હતો અને હિરણ્યકશિપુનો વ-ધ કર્યો હતો. વર્ષ 2022 માં નૃસિંહ જયંતિ (નરસિંહ જયંતિ) 14 મી મે ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ કેલેન્ડર મુજબ, નૃસિંહ જયંતિ વૈશાખ સુદ પક્ષની ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે, આ દિવસે ભગવાન વિષ્ણુએ આ દુનિયામાં ધર્મની સ્થાપના કરવા માટે નૃસિંહ અવતાર લીધો હતો અને અધર્મ કરનાર હિરણ્યકશિપુ રાક્ષસનો વ-ધ કર્યો હતો. તેથી, આ દિવસનને આખા દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે નૃસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતારમાં અડધા સિંહ અને અડધા માનવ તરીકે અવતાર લીધો હતો. નૃસિંહ અવતારમાં તેમનો ચહેરો અને પંજા સિંહ જેવા હતા અને બાકીનું શરીર મનુષ્ય જેવું હતું. ચાલો જાણીએ નૃસિંહ જયંતિની તિથિ, શુભ સમય, પૂજા પદ્ધતિ અને મહત્વ વિશે.

નૃસિંહ જયંતિ 2022 તિથિ :

ચૌદસ તિથિનો પ્રારંભ : 14 મે 2022, શનિવાર બપોરે 03:23 વાગ્યે

ચૌદસ તિથિ સમાપ્ત : 15 મે 2022, રવિવાર બપોરે 12:46 વાગ્યે

નૃસિંહ જયંતિ પૂજન મુહૂર્ત :

નૃસિંહ જયંતિ મધ્ય સંકલ્પ માટે શુભ સમય : સવારે 10:57 થી બપોરે 01:40 સુધી

નૃસિંહ જયંતિ સાંજની પૂજાનો સમય : સાંજે 04:22 થી 07:05 સુધી.

આ મુહૂર્ત સમયગાળામાં કરવામાં આવતી પૂજા વિશેષ ફળ આપે છે.

નૃસિંહ જયંતિનું મહત્વ :

નૃસિંહ જયંતિને નૃસિંહ પ્રાકટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જન્મજયંતિ અધર્મ પર ધર્મની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન નૃસિંહના ભક્તો ઉપવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે નૃસિંહ જયંતિના દિવસે પૂજા-અર્ચના કરવામાં આવે તો સમૃદ્ધિ, હિંમત અને સફળતા પ્રાપ્ત થાય છે.

પૂજા પદ્ધતિ :

બ્રહ્મમુહૂર્તમાં પવિત્ર સ્નાન કરો અને નવા વસ્ત્રો પહેરો.

પૂજા કરતા પહેલા પૂજા સ્થળને સાફ કરો અને મૂર્તિઓ અથવા ફોટાને વિધિવત રીતે સ્થાપિત કરો.

આ જયંતિના દિવસે ભગવાન નૃસિંહની સાથે લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે.

પૂજા સમયે અને દિવસ દરમિયાન પણ ભગવાન નૃસિંહની પૂજા કરો.

પૂજા કર્યા પછી દેવતાઓને નારિયેળ, મીઠાઈ, કેસર અને ફળનો થાળ કરો.

નૃસિંહ જયંતિ પર, ભગવાન નૃસિંહનું વ્રત સૂર્યોદયથી શરૂ થાય છે અને બીજા દિવસે સૂર્યોદય સમયે સમાપ્ત થાય છે. આ વ્રત દરમિયાન અનાજના સેવન પર નિષેધ છે.

સાંજની પૂજા પછી તલ, ભોજન અને વસ્ત્રનું દાન કરો. તેનાથી પુણ્ય મળે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.