નારાયણ અથર્વશીર્ષ : આ સ્તોત્રનો પાઠ કરનાર પાપી હોય તો પણ નિષ્પાપ બની જાય છે, વૈકુંઠ ધામ મેળવે છે.

0
518

નારાયણ અથર્વશીર્ષ ગુજરાતીમાં અર્થ સાથે. દરરોજ કરવો જોઈએ ભગવાન વિષ્ણુના આ સ્તોત્રનો પાઠ.

નારાયણ અથર્વશીર્ષ

શાંતિપાઠ :

ૐ સહ નાવવતુ સહ નૌભુનક્તુ। સહ વીર્યં કરવાવહૈ।

તેજસ્વિ નાવધીતમસ્તુ। મા વિદ્વિષાવહૈ॥

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ॥

અર્થ : પ્રસિદ્ધ પરમેશ્વર તમે અમારા શિષ્ય અને આચાર્ય બંનેની સાથે રક્ષા કરો. અમને બંનેને સાથે મળીને જ્ઞાનના ફળનો આનંદ કરાવો. અમે બંને સાથે મળીને વીર્ય એટલે કે વિદ્યાની પ્રાપ્તિ માટે સામર્થ્ય મેળવીએ. અમારા બંનેનું ભણેલું તેજસ્વી થાય, અમે બને એકબીજાને નફરત ન કરીએ. ભગવાન! અમારા ત્રિવિધ તાપની શાંતિ થાય.

(પ્રથમઃ ખણ્ડઃ નારાયણાત્સર્વચેતનાચેતનજન્મ)

ૐ અથ પુરુષોહ વૈનારાયણોઽકામયત પ્રજાઃ સૃજેયેતિ ।

નારાયણાત્પ્રાણોજાયતે। મનઃ સર્વેન્દ્રિયાણિ ચ ।

ખં વાયુર્જ્યોતિરાપઃ પૃથિવી વિશ્વસ્ય ધારિણી ।

નારાયણાદ્બ્રહ્મા જાયતે। નારાયણાદ્રુદ્રોજાયતે।

નારાયણાદિન્દ્રોજાયતે। નારાયણાત્પ્રજાપતયઃ પ્રજાયન્તે।

નારાયણાદ્દ્વાદશાદિત્યા રુદ્રા વસવઃ સર્વાણિ ચ છન્દાંસિ ।

નારાયણાદેવ સમુત્પદ્યન્તે। નારાયણેપ્રવર્તન્તે। નારાયણેપ્રલીયન્તે॥

(એતદૃગ્વેદશિરોઽધીતે ।)

અર્થ : ભગવાન નારાયણ, સનાતન પુરૂષે સંકલ્પ લીધો – ‘હું જીવોની રચના કરું.’ (તેથી દરેકની ઉત્પત્તિ થઈ છે.) નારાયણમાંથી જ દરેક પ્રાણ ઉત્પન્ન થાય છે, તેમાંથી મન અને બધી ઇન્દ્રિયો પ્રગટ થાય છે. આખા જગતને આધાર આપનાર આકાશ, વાયુ, પ્રકાશ, જળ અને પૃથ્વી એ બધાની ઉત્પત્તિ નારાયણમાંથી જ થાય છે. બ્રહ્માનો જન્મ નારાયણમાંથી થયો છે. નારાયણથી પ્રકટ થાય છે.

ઈન્દ્રનો જન્મ નારાયણથી થયો છે. પ્રજાપતિનો જન્મ નારાયણમાંથી થયો છે. નારાયણમાંથી બાર આદિત્ય પ્રગટ થયા છે. અગિયાર રુદ્રો, આઠ વસુઓ અને સમગ્ર છન્દ (વેદ)નો જન્મ નારાયણમાંથી જ થયો છે, નારાયણથી પ્રેરિત થઈને તેઓ પોતપોતાના કામમાં પ્રવૃત્ત થઈને નારાયણમાં જ લીન થઈ જાય છે. આ ઋગ્વેદિક ઉપનિષદનું કઠન છે.

(દ્વિતીયઃ ખણ્ડઃ નારાયણસ્ય સર્વાત્મત્વમ્)

ૐ । અથ નિત્યોનારાયણઃ । બ્રહ્મા નારાયણઃ । શિવશ્ચ નારાયણઃ ।

શક્રશ્ચ નારાયણઃ । કાલશ્ચ નારાયણઃ। દિશશ્ચ નારાયણઃ।

વિદિશશ્ચ નારાયણઃ। ઊર્ધ્વં ચ નારાયણઃ।

અધશ્ચ નારાયણઃ । અન્તર્બહિશ્ચ નારાયણઃ । નારાયણ એવેદં સર્વમ્।

યદ્ભૂતં યચ્ચ ભવ્યમ્। નિષ્કલોનિરઞ્જનોનિર્વિકલ્પોનિરાખ્યાતઃ

શુદ્ધોદેવ એકોનારાયણઃ । ન દ્વિતીયોઽસ્તિ કશ્ચિત્। ય એવં વેદ ।

સ વિષ્ણુરેવ ભવતિ સ વિષ્ણુરેવ ભવતિ ॥

(એતદ્યજુર્વેદશિરોઽધીતે।)

અર્થ : ભગવાન નારાયણ શાશ્વત છે. બ્રહ્મા નારાયણ છે. શિવ પણ નારાયણ છે. ઇન્દ્ર પણ નારાયણ છે. કાલ પણ નારાયણ છે. દિશાઓ પણ નારાયણ છે. વિદિશાઓ (દિશાઓ વચ્ચેના ખૂણા) પણ નારાયણ છે. ઉપર પણ નારાયણ છે. નીચે પણ નારાયણ છે. અંદર અને બહાર પણ નારાયણ છે.

જે કંઈ થયું છે, જે થઈ રહ્યું છે અને થવાનું છે, આ બધું ભગવાન નારાયણ છે. માત્ર નારાયણ જ નિષ્કલંક, નિરંજન, નિર્વિકલ્પ, અવર્ણનીય અને વિશુદ્ધ ભગવાન છે, તેમના સિવાય બીજું કોઈ નથી. જે આ રીતે જાણે છે તે વિષ્ણુ બને છે, તે વિષ્ણુ બને છે. આ યજુર્વેદિક ઉપનિષદનું પ્રતિપાદન છે.

(તૃતીયઃ ખણ્ડઃ નારાયણાષ્ટાક્ષરમન્ત્રઃ)

ઓમિત્યગ્રેવ્યાહરેત્। નમ ઇતિ પશ્ચાત્। નારાયણાયેત્યુપરિષ્ટાત્।

ઓમિત્યેકાક્ષરમ્। નમ ઇતિ દ્વેઅક્ષરે। નારાયણાયેતિ પઞ્ચાક્ષરાણિ ।

એતદ્વૈનારાયણસ્યાષ્ટાક્ષરં પદમ્।

યોહ વૈનારાયણસ્યાષ્ટાક્ષરં પદમધ્યેતિ । અનપબ્રુવસ્સર્વમાયુરેતિ ।

વિન્દતેપ્રાજાપત્યં રાયસ્પોષં ગૌપત્યમ્।

તતોઽમૃતત્વમશ્નુતે તતોઽમૃતત્વમશ્નુત ઇતિ । ય એવં વેદ ॥

(એતત્સામવેદશિરોઽધીતે। ઓંનમોનારાયણાય)

અર્થ : પહેલા ‘ૐ’ અક્ષરનો ઉચ્ચાર કરો, પછી નમઃ શબ્દનો ઉચ્ચાર કરો, પછી છેલ્લે ‘નારાયણાય’ શબ્દનો ઉચ્ચાર કરો. ‘ૐ’ એક અક્ષર છે. ‘નમઃ’ એ બે અક્ષર છે. ‘નારાયણાય’ એ પાંચ અક્ષર છે. આ ‘ૐ નમો નારાયણાય’ શ્લોક ભગવાન નારાયણનો આઠ અક્ષરવાળો મંત્ર છે.

ભગવાન નારાયણના આ આઠ અક્ષરવાળા મંત્રનો જાપ કરનાર વ્યક્તિ ચોક્કસ જ ઉત્તમ કીર્તિથી સંપન્ન થાય છે અને સંપૂર્ણ આવ્યું સુધી જીવે છે. જીવોનું આધિપત્ય, સંપત્તિમાં વધારો, ગાય અને અન્ય પ્રાણીઓની માલિકી આ બધું તે મેળવે છે. પછી તે અમરત્વ પ્રાપ્ત કરે છે, અમરત્વ પ્રાપ્ત કરે છે (એટલે ​​​​કે ભગવાન નારાયણના અમૃતમય પરમધામમાં જાય છે અને પરમ આનંદનો અનુભવ કરે છે). આ સામવેદ ઉપનિષદનું વિધાન છે.

(ચતુર્થઃ ખણ્ડઃ નારાયણપ્રણવઃ)

પ્રત્યગાનન્દં બ્રહ્મપુરુષં પ્રણવસ્વરૂપમ્। અકાર ઉકાર મકાર ઇતિ ।

તાનેકધા સમભરત્તદેતદોમિતિ ।

યમુક્ત્વા મુચ્યતેયોગી જન્મસંસારબન્ધનાત્ ।

ૐ નમોનારાયણાયેતિ મન્ત્રોપાસકઃ । વૈકુણ્ઠભુવનલોકં ગમિષ્યતિ ।

તદિદં પુણ્ડરીકં વિજ્ઞાનઘનમ્। તસ્માત્તટિદાભમાત્રમ્।

બ્રહ્મણ્યોદેવકીપુત્રોબ્રહ્મણ્યોમધુસૂદનઃ ।

બ્રહ્મણ્યઃ પુણ્ડરીકાક્ષોબ્રહ્મણ્યોવિષ્ણુરચ્યત ઇતિ ।

સર્વભૂતસ્થમેકં વૈ નારાયણમ્। કારણરૂપમકાર પરં બ્રહ્મોમ ।

એતદથર્વશિરોયોઽધીતે॥

અર્થ : આત્માનંદ જય બ્રહ્મ પુરૂષ પ્રણવ સ્વરૂપ છે; ‘અ’ ‘ઉ’ ‘મ’ આ તેની માત્રાઓ છે. આ અનેક છે. આ નીચે પ્રમાણે ‘ૐ’ ના સમાવિષ્ટ સ્વરૂપો છે. આ ઓંકારનો જાપ કરવાથી યોગી જન્મ અને મૃત્યુ રૂપ સંસારના બંધનમાંથી મુક્ત થાય છે. ‘ૐ નમો નારાયણાય’ મંત્રની ઉપાસના કરનાર સાધક વૈકુંઠધામ જશે. તે વૈકુંઠધામ એ વિધાનધન પુંડરીક (કમળ) છે; તેથી, તેનું સ્વરૂપ વીજળીની જેમ પરમ તેજસ્વી છે.

દેવકીનંદના પુત્ર ભગવાન કૃષ્ણ બ્રહ્મણ્ય (બ્રાહ્મણોને પ્રિય) છે. ભગવાન મધુસુદન બ્રહ્મણ્ય છે. પુંડરીક (કમળ) જેવી આંખોવાળા ભગવાન વિષ્ણુ બ્રહ્મણ્ય છે. અચ્યુત વિષ્ણુ બ્રહ્મણ્ય છે. એક જ નારાયણ ભગવાન જે સર્વ જીવોમાં રહે છે તે જ કારણ પુરુષ છે. તે કારણ રહિત પરબ્રહ્મ છે. આ અથર્વવેદિક ઉપનિષદનું પ્રતિપાદન છે.

વિદ્યાઽધ્યયનફલમ્।

પ્રાતરધીયાનોરાત્રિકૃતં પાપં નાશયતિ ।

સાયમધીયાનોદિવસકૃતં પાપં નાશયતિ ।

તત્સાયંપ્રાતરધીયાનોઽપાપો ભવતિ ।

માધ્યન્દિનમાદિત્યાભિમુખોઽધીયાનઃ (મધ્યન્દિન)

પઞ્ચમહાપાતકોપપાતકાત્પ્રમુચ્યતે।
સર્વવેદ પારાયણ પુણ્યં લભતે।

નારાયણસાયુજ્યમવાપ્નોતિ નારાયણ સાયુજ્યમવાપ્નોતિ ।

ય એવં વેદ । ઇત્યુપનિષત્॥

અર્થ : જે વ્યક્તિ આ ઉપનિષદનો પાઠ વહેલી સવારે કરે છે તે રાત્રે કરેલા પાપોનો નાશ કરે છે. જે વ્યક્તિ સાંજે તેનો પાઠ કરે છે તે દિવસ દરમિયાન કરેલા પાપોનો નાશ કરે છે. જે સાધક સાંજે અને સવારે બંને સમયે પાઠ કરે છે તે અગાઉ પાપી હોય તો પણ નિષ્પાપ બની જાય છે. બપોરના સમયે જે મનુષ્ય સૂર્ય ભગવાન તરફ મુખ કરીને પાઠ કરે છે તે પાંચ મહાપાપ અને ઉપપાપોથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ જાય છે. સમગ્ર વેદોનો પાઠ કરવાનું પુણ્ય મેળવે છે. તે ભગવાન શ્રીનારાયણનો સંગ મેળવે છે; જે આ રીતે જાણે છે, તે શ્રીમનનારાયણનો સંગ પ્રાપ્ત કરે છે.

ૐ સહ નાવવતુ સહ નૌભુનક્તુ। સહ વીર્યં કરવાવહૈ।

તેજસ્વિ નાવધીતમસ્તુ। મા વિદ્વિષાવહૈ॥

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ॥

શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં

વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણંશુભાઙ્ગમ્।

લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં

વન્દેવિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્॥

ૐ નમો નારાયણાય.