‘નારેશ્વર’ એટલે એક એવી ભૂમિ જેને સંતશ્રી રંગઅવધૂતજીએ પાવન કરી છે, જાણો તેમની અજાણી વાતો.

0
908

મિત્રો વાર્તા વાંચો શેર કરી ધર્મનો પ્રચાર કરો એ પણ એક ભક્તિજ છે. પાંચજણા વાંચશે પ્રભુનું નામ લેશે. મિત્રો ધાર્મિક મંદિર કે જગ્યામાં શાન્તિ સ્વછતાં પવિત્રતા જાળવવી આપણાં સારા સંસ્કાર અને સારાંગુણ છે. મારોબાઈક પ્રવાસ લેખ લખવાનો હેતુ ધર્મ પ્રચારનો છે. ધાર્મિક મંદિરો સ્થળોની માહીતી જનતા સુધી પહોંચાડવાનો છે કોઈ ભૂલ હોય તો માફ કરશો. મારા દરેક બાઈકપ્રવાસ માં મારી ધર્મ પત્ની દરેક સુખ દુઃખ મારી સાથેજ હોય છે.

મિત્રો આપડો આજનો પ્રવાસ ગુજરાત ના નર્મદાના કાંઠે અને વડોદરા થી ભરૂચ જતા 60 કિલોમીટર ના અંતરે હાઇવે થી 15 કિલોમીટર નર્મદાના કાંઠે આવેલ નારેશ્વરનો છે. આ નાનું એવું સરસ ગામ છે. અહીં સંત શ્રી રંગ અવધૂતજી નો આશ્રમ, ભગવાન શ્રી ગુરુદત નું ભવ્ય મંદિર, મહાદેવ નું મંદિર, વિશાળ આશ્રમ છે. અહીં શ્રીસંત શ્રી રંગ અવધૂતજી એ ધૂણી ધખાવી ભક્તિ સાધના કરી ધર્મનો નેજો ફરકવિયો.

શ્રી રંગ અવધૂતજી નો જન્મ ગુજરાત માં ગોધરા શહેર માં મરાઠી પરિવારના પિતા વિઠ્ઠલપંત અને માતા કાશીબહેન ને ત્યાં સાલ 21/11/1898 ના રોજ થયો હતો. માતાએ નામ આપ્યું પાંડુરંગ. પાંડુરંગ એ દત સંપ્રદાયના ગુરુ શ્રી વાસુદેવા નંદ સરસ્વતી ને તેમના ગુરૂપદે સ્થાપી અને ભક્તિ સાધના કરી. અને તે ભગવાન શ્રી ગુરુદત્ત ની ઉપાસના કરતા અને તેમણે નર્મદાના કાંઠાના હજારો લોકોને વ્ય સન મુકત કર્યા અને ભક્તિના માર્ગે વાળ્યાં. અને ગુજરાત મહારાષ્ટ્ર ના લાખો કુટુંબ માં ભક્તિ ની ધારા વહેતી કરી. આજે આ નારેશ્વર એક ભક્તિધામ તીર્થ સમાન બની ગયું છે.

શ્રી રંગજી એ પ્રાથમિક શિક્ષણ ગોધરામાં અને પછી અમદાવાદ ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યો હતો. પછી શ્રી રંગ અવધૂતજી એ વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તે વિદ્યાર્થીઓ ના લીડર હતા ત્યારે આઝાદી ની ચળવળ માં ગાંધીજીને મળ્યા. ગાંધીજી સાથે અહિં સક સે નાની તરીકે જોડાયા હતા. ગાંધીજી કહે તારા જેવા નીડર 100 છોકરાં હોય તો આઝાદી મલી જાય. પાંડુરંગ શ્રી રંગજી અભ્યાસ છોડી અને નર્મદાના તીરે આસન જમાવ્યું.

ભગવાન શ્રી ગુરુદત્તની ભક્તિ જાપ કરતા આંગણે આવેલને આદર સત્કાર રોટલો આપતા. સાધુ સંતો સાથે સતસંગ કરતા. તેઓ અલગારી સંત હતા કોઈ દિવસ રૂપિયા સ્પર્સ પણ કરતા નહીં. તેઓ આફ્રિકામાં ગયા. ત્યાંથી વહાણ માં આવતા તેમના અનુયાયીઓ સાથે, પણ કોઈની ભેટ દાન દક્ષિણા લેતા નહિ. ભૂલથી કોઈ અજાણ્યા વ્યક્તિ પગમાં રૂપિયા પૈસા મૂકે તો તે ઉપવાસ કરતા. 1922 માં પ્રતિજ્ઞા કરી લગ્ન ના કરવાની અને 1925 માં નર્મદાના કાંઠે આવી આસન જમાવ્યું. 1925 થી છેલ્લા શ્વાસ સુધી ઘણા ગ્રંથો ની રચના કરી.

શ્રી રંગ અવધૂત મહારાજે 70 વર્ષની આયુષ ભોગવી અને 21/11/1968માં હરદ્વાર મુકામે નશ્વરદેહ છોડ્યો. તેમના અગ્નિસંસ્કાર નારેશ્વર કરવામાં આવ્યા 21/11/1968 ના.

મિત્રો આવા અલગારી સંતોની પાવનભૂમિ ના દર્શન કરવા જોઈએ. નારેશ્વર રહેવા જમવાની બહુ સરસ સગવડતા છે. તો પરિવાર સાથે જરૂર દર્શન કરવા જાજો. નર્મદાના કાંઠે પાવન ભૂમિ શાંત વાતાવરણ સરસ જગ્યા છે. ત્યાં જવા માટે વડોદરાથી બસ કે પ્રાઈવેટ વાહન બાઈક થી જઈ શકાય. ભરૂચથી પણ જઈ શકાય છે.

જય શ્રી ગુરુદત્ત ભગવાન, જય સંત શ્રી રંગ અવધૂતજી મહારાજ.

લેખક – ભરત શીંગડીયા “જય માતાજી”

  1. (સો.પ્રજાપતિ) 28 /7 /2021