દેવી નર્મદા કેમ રહી ગઈ કુંવારી, ઘણા ઓછા લોકોને ખબર છે તેનું કારણ

0
693

જાણો શા માટે નર્મદા વહે છે ઉંધી, વાંચો તેમની અધૂરી પ્રેમ કહાની.

આપણા દેશમાં એવી ઘણી નદીઓ છે જેને પવિત્ર માનવામાં આવે છે. આપણા ધર્મગ્રંથોમાં અનેક નદીઓ સાથે કથાઓનું વર્ણન પણ મળે છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે માં ગંગા પૃથ્વી લોક ઉપર અવતરીત થયા હતા અને હસ્તિનાપુર નરેશ સાથે લગ્ન પણ કર્યા હતા.

મહારથી ભીષ્મ તેમના પુત્ર હતા. પણ તે કોઈ નથી જાણતું કે દેવી નર્મદાનો પણ પૃથ્વી ઉપર જન્મ થયો હતો. અને પ્રેમમાં મળેલા દગાને કારણે દેવી નર્મદા જીવનભર કુંવારી જ રહી ગઈ. એટલા માટે દેવી નર્મદાને ચીરકુંવારી પણ કહેવામાં આવે છે. તો આવો જાણીએ કે દેવી નર્મદાને કોણે પ્રેમમાં દગો આપ્યો અને કેમ તે આજીવન કુંવારી જ રહી.

નર્મદા કોણ છે?

કથા મુજબ નર્મદા રાજા મૈખલની પુત્રી છે. નર્મદાને રેવાના નામથી પણ ઓળખવામાં આવે છે. જયારે નર્મદા લગ્ન યોગ્ય થયા તો તેમના પિતા રાજા મૈખલે તેમની પુત્રી નર્મદાના લગ્ન માટે એક શરત રાખી. શરત એ હતી કે જે રાજા ગુલબકાવલીના ફૂલ લઈને મારી દીકરી નર્મદાને આપશે. તેની સાથે હું મારી પુત્રીના લગ્ન કરીશ.

થોડા દિવસો પછી સોનભદ્ર નામના રાજકુમાર રાજા મૈખલ પાસે ગુલબકાવલીનું ફૂલ લઈને આવ્યા. જે જોવામાં ઘણું જ સુંદર હતું. તેની સુંદરતા અને વીરતાની ચર્ચા ચારે તરફ હતી. રાજા મૈખલે તે સમયે તેમની પુત્રી નર્મદાના લગ્ન સોનભદ્ર સાથે નક્કી કરી દીધા.

નર્મદની પ્રેમ કથા :

લોકો પાસે રાજકુમાર સોનભદ્રની પ્રસંશા સાંભળીને નર્મદા તેમની સાથે મનમાંને મનમાં પ્રેમ કરવા લાગી. હજુ લગ્નમાં થોડા દિવસો બાકી હતા અને રાજકુમારી નર્મદા રાજકુમાર સોનભદ્રને કોઈ પણ રીતે જોવા માગતી હતી. એટલા માટે રાજકુમારી નર્મદાએ દાસી જુહીલાની સાથે રાજકુમારને એક સંદેશો મોકલ્યો. પણ દાસી જુહીલાએ મજાકમાં રાજકુમારીના વસ્ત્ર અને ઘરેણા માગી અને તે પહેરી સોનભદ્રને મળવા જતી રહી. ત્યાં પહોચીને જુહીલાએ રાજકુમારને એ નાખ્યું કે તે દાસી છે. અને ત્યાં દાસી જુહીલાને રાજકુમારી સમજીને સોનભદ્ર તેની ઉપર મોહિત થઇ ગયા.

પ્રેમમાં મળ્યો દગો :

ઘણો સમય પસાર થઇ ગયા પછી જયારે જુહીલા પાછી ન ફરી તો રાજકુમારી નર્મદા સ્વયં સોનભદ્રને મળવા જતી રહી. પણ ત્યાં જઈને જોયું તો જુહીલા અને સોનભદ્ર એકબીજામાં ખોવાયેલા હતા. આ દ્રશ્ય જોઈ નર્મદા ગુસ્સે થઇ ગઈ અને ધ્રુણાથી ભરાઈ ઉઠી. નર્મદા તરફ ત્યાંથી વિપરીત દિશામાં જતી રહી અને ક્યારેય પણ પાછી ન આવી. અને તેમણે તે સમયે એ પ્રતિજ્ઞા કરી લીધી કે તે ક્યારે પણ લગ્ન નહિ કરે. હંમેશા કુંવારી જ રહેશે.

ત્યારથી ઉલટી વહે છે નર્મદા :

એવું માનવામાં આવે છે કે પ્રેમમાં મળેલા દગા પછી જ નર્મદા બંગાળ સાગરને બદલે અરબ સાગરમાં જઈને મળે છે. કહેવામાં આવે છે કે આજે પણ નર્મદાની પીડાને ખળ ખળ વહેતા જળમાં અનુભવી શકાય છે. તેની સત્યતા એ વાતથી પણ પ્રમાણિત થાય છે કે દેશની તમામ મોટી નદીઓ બંગાળની ખાડીમાં આવીને મળે છે. પણ નર્મદા જ એક એવી નદી છે જે બંગાળ સાગરને બદલે અરબ સાગરમાં જઈને મળે છે.

આ માહિતી ધ ડિવાઇનટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.