આ અદ્દભુત મંદિરમાં “નરમુખી ગણેશજીની” થાય છે પૂજા, દૂર-દૂરથી દર્શન માટે આવે છે ભક્ત

0
288

આ મંદિરમાં ગજમુખી નહિ પણ નરમુખી અવતારમાં છે ભગવાન ગણેશ, જાણો તેનું કારણ. ભગવાન ગણેશજીને ભક્તોના વિઘ્ન દૂર કરવાવાળા દેવતા માનવામાં આવ્યા છે. વિઘ્ન હર્તા ગણેશજીની કૃપા જે વ્યક્તિ પર હોય છે, તે વ્યક્તિના જીવનના દરેક કષ્ટ દૂર થઈ જાય છે. આખા દેશમાં એવા ઘણા બધા ગણેશ મંદિર છે, જેમનું પોતાનું અલગ જ મહત્વ જણાવવામાં આવે છે.

દેશમાં આવેલા આ અનોખા અને પ્રસિદ્ધ મંદિરોમાં હંમેશા ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. ભગવાન ગણેશજીના આ દરેક મંદિર પોતાની અલગ અલગ ખાસિયતો અને પૌરાણિક મહત્વને કારણે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.

આજે અમે તમને ભગવાન ગણેશજીના એક એવા જ મંદિર વિષે જાણકારી આપવાના છીએ, જે દેશ જ નહિ પણ આખી દુનિયામાં ઘણું ખાસ માનવામાં આવ્યું છે. આ મંદિર અન્ય દરેક મંદિરોથી ઘણું અલગ છે. આ મંદિરની અંદર જે ભગવાન ગણેશની મૂર્તિ છે તેને ઘણી જ ખાસ અને અલગ જણાવવામાં આવી છે. લોકો દૂર દૂરથી આ મંદિરના દર્શન કરવા આવે છે. એટલું જ નહિ આ મંદિરમાં લોકો પિતૃઓની શાંતિ માટે પણ આવે છે.

આજે અમે તમને ભગવાન ગણેશજીના જે અદ્દભુત અને ખાસ મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, તે મંદિર પોતાની વિશેષતા માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ગણેશજીનું આ મંદિર તામિલનાડુના તિરુવરુર જિલ્લાના શહેર કૂટનૂરમાં આવેલું છે. કૂટનૂરથી લગભગ 3 કિલોમીટર દૂર તિલતર્પણ પૂરીમાં ‘આદિ વિનાયક મંદિર’ ભક્તોની આસ્થાનું કેંદ્ર બની ગયું છે. આ મંદિર અન્ય ગણેશ મંદિરોથી સૌથી અલગ જણાવવામાં આવ્યું છે, કારણ કે આ મંદિરની અંદર ભગવાન ગણેશજીની નરમુખી મૂર્તિ એટલે કે માણસના રૂપની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

આ મંદિરની અંદર ભગવાન ગણેશની મૂર્તિ ગજ (હાથી) ના મુખવાળી નથી પણ માણસના મુખવાળી છે. અહીં ગણપતિ માણસના રૂપમાં વિરાજમાન છે. પોતાની આ ખાસિયતને કારણે આ મંદિર અન્ય મંદિરમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે. ભગવાન ગણેશનું આદિ વિનાયક મંદિર એક એવું મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓની શાંતિ માટે પૂજા કરે છે.

આ મંદિર વિષે એવું જણાવવામાં આવે છે કે, આ જગ્યા પર ભગવાન શ્રીરામે પણ પોતાના પિતૃઓની શાંતિ માટે પૂજા-પાઠ કરાવ્યા હતા. ભગવાન શ્રીરામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરાને કારણે જ આજે પણ લોકો અહીં પોતાના પૂર્વજોની શાંતિ માટે પૂજા પાઠ કરાવવા દૂર દૂરથી આવે છે. તમને જણાવી દઈએ કે, અહીં કોઈ નદી કિનારો નથી. પિતૃઓની શાંતિ માટે પૂજા હંમેશા નદી કિનારે જ કરવામાં આવે છે, પણ અહીં ધાર્મિક અનુષ્ઠાન મંદિરની અંદર કરવામાં આવે છે.

ભગવાન ગણેશજીના આદિ વિનાયક મંદિરમાં ન ફક્ત ગણેશજીની નરમુખી મૂર્તિની પૂજા થાય છે, પણ અહીં ભોલેનાથની પણ પૂજા કરવામાં આવે છે. આ મંદિર પાસે ભગવાન ગણેશની સાથે સાથે શિવજી અને સરસ્વતી માતાનું મંદિર પણ આવેલું છે. જે શ્રદ્ધાળુઓ અહીં પર આદિ વિનાયક મંદિરમાં પૂજા કરવા માટે આવે છે, તે ભગવાન શિવજી અને સરસ્વતી માતાના મંદિરમાં પણ પૂજા કરે છે અને અહીં પોતાનું માથું ટેકે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.