લગભગ 500 વર્ષ પહેલા જૂનાગઢ શહેર માં બનેલી સત્ય ઘટના ની આ વાત છે. તે સમય માં મનોરંજન માં માત્ર ભવાઈ.
જૂનાગઢ માં દયારામ કરીને એક કલાકાર એક મહિનાથી પોતાના નાટક અને ખેલ બતાવી લોકોને મનોરંજન કરાવતો અને પોતાની રોજી કમાતો હતો .
પણ દયારામ ના ખેલ જોવા માટે ગામના નગરશેઠ ક્યારેય ના આવે, એટલે દયારામે ગામ લોકો ને એક દિવસ નગરશેઠ ને નાટક જોવા લાવવા વિનંતી કરી.
ગામ ના માણસો એ કહ્યું કે, અમારા ગામના નગરશેઠ જન્મ થી આજ સુધી ક્યારેય હસ્યાં નથી, તેના ચેહરા પર હાસ્ય મુદ્રા જ ભગવાન બનાવતા કદાસ ભૂલી ભૂલી ગયો હશે.
દયારામ કહ્યું કે, તમારા ગામના શેઠ ને નાટક જોવા લય આવો અને તેને એક વાર ના હસવું તો મારી કળા લાજે.
અને જો હું નિષ્ફળ ગયો તો આજ પછી નાટક ના ખેલ બતાવાનું બંધ કરી દઉં.
ગામના માણસો એ પણ દયારામ ના સાહસ ને ઉકસાવવા દયારામ જીતે તો 1000 રૂપિયા આપવાનું કહ્યું.
બીજા દિવસ ની રાત્રે લોકો નગરશેઠ ને મનાવી લાવ્યા અને સૌથી આગળ બેસાડ્યા. અને આ બાજુ પોતાના રંગમંચ પર દયારામે પોતાનો ખેલ શરુ કર્યો.
દયારામ મદારી નો વેષ પહેરી ને હાથમા ડમરુ લઈને પણ ક્યારેક ચાચો મદારી ભૂલ કરે પણ દયારામ નહિ.
પણ નગરશેઠ ના ચેહરા પર હાસ્ય ની એક રેખા ના આવી !
આ રીતે દયારામે અનેક ખેલ બતાવ્યા પણ નિષ્ફળ.
અંતે દયારામે હાર માનતા કહ્યું તમારા નગરશેઠ જાતે કેવા છે?
જવાબ મળ્યો “નાગર.”
દયારામ કહે નાગર. નરસિંહ મેહતા ના કુળ ના છે.
હા પ્રભુ અમારા નગર શેઠ નાગર છે. લોકો એ જવાબ આપ્યો.
તો હવે હું મારો છેલ્લો પ્રયાસ કરી જોવ ! દયારામે કહ્યું.
દયારામ પરદા પાછળ ગયા પોતાનો વેષ બદલી બહાર આવ્યા.
વૈષ્ણવી ટોપી, કપાળ માં તિલક અને હાથ માં કરતાલ લઈને નરસિંહ મેહતા એ જાણે પાછો અવતાર લીધો.
દયારામે નરસિંહ મેહતા ના વેશ માં નરસિંહ મેહતા નું એક પદ ગાયું અને ઘટના ઘટી.
નગર શેઠ પોતાના કુળ નું ગૌરવ અનુભવતા હોય એમ હસ્યાં અને આંખ માંથી પાણી પડી ગયુ.
ગામ લોકો એ 1000 રૂપિયા કરીને દયારામ ને આપ્યા, જેમાં પોતાની યથા શક્તિ પ્રમાણે ઉમેરો કરી દયારામે કહ્યું આ નરસિંહ મેહતાના ચરિત્રનો પ્રતાપ છે, મારો નહિ. આ રકમ ગાયો માટે વાપરી નાખજો.
રાત નો એક દોઠ વાગી ગયેલો એટલે દયારામ વેશ બદલ્યા વગર પોતાના ઉતારા તરફ ચાલતો થયો. દયારામ ચાલ્યા જાય છે એવામાં તેને આભાસ થયો કે તેની પાછળ કોઈ આવે છે.
જોયું તો ચાર સ્ત્રી દયારામ ના પગ દબાવી ચાલી આવે છે.
દયારામ ને લાગ્યું નાટક જોવા આવી હશે એને કોઈ સથવારો નહિ હોય એટલે મારી પાછળ ઘરે જવા માટે આવતી હશે.
દયારામ પોતાના ઉતારે પોંહચી ગયો પણ પેલી ચાર સ્ત્રીઓ દયારામ ની પાછળ જ હતી હજુ.
દયારામે પૂછ્યું તમે કોણ છો બેહનો?
અમને ન ઓળખી દયારામ અમે તમારી છીએ ! પેલી સ્ત્રીઓ એ કહ્યું.
દયારામ કહે! મતલબ?
દયારામ અમે તારા જીવન માં આવનારી ચાર હ-ત્યાંઓ છીએ પણ તે આજે નરસિંહ મેહતા નો વેશ લીધો ને એટલે અમે તારા માં રહી ના શકી અમારે બહાર નીકળી જવું પડ્યું. સ્ત્રીઓ એ જવાબ આપ્યો.
દયારામે ઉંબરા માં ઉભા ઉભા સંકલ્પ કર્યો કે નરસિંહ મેહતા ના વેશ માં જો ચાર હ-ત્યાંઓ ને મારાં માંથી બહાર નીકળી જવું પડતું હોય તો હું નરસિંહ ના નામ પર સંકલ્પ કરું છું કે જીવીશ ત્યાં સુધી નરસિંહ નો પોશાક નહિ ઉતારું અને દયારામ જીવ્યા ત્યાં સુધી નરસિંહ મેહતા ના પોશાક મા જ રહ્યા.
દયારામ ને સૌરાષ્ટ્ર ના બીજા નરસિંહ મેહતા તરીકે પણ લોકો ઓળખે છે.
જેટલી માહિતી સાંભળેલી તેટલી વર્ણવી છે કઈ ભૂલ હોય તો ક્ષમા ચાહું છું.
– પરેશ વાવલિયા (અમર કથાઓ ગ્રુપ)