નાથા ગોધાની દાનવીરતા અને બહાદુરીના આ કિસ્સા જાણવા જેવા છે.

0
1232

“મારાજ દહ વીઘા આપડી લખો”

ના ના વીહ વીઘા બસ!!! તો હવે ચાર વીહાં આપડી જો મારાજ .. એંસી વિઘા આલી!!!

ગરાબડી ના પાદર માં રવિશંકર મારાજ ભૂદાન લેવા આવ્યા છે .. અને હેકડે ઠઠ આંજણા પટેલો નો ડાયરો જામ્યો ..ગડ ગડ હોકા ના અવાજ વચ્ચે

નાથો પટેલ .. દહ વીઘા જમીન બોલ્યા .. અને બોલ્યા ભઈ તમે પણ થોડી થોડી બધા દયો

ગામ લોકો બોલ્યા .. નાથા પટેલ .. બસ દહ વીઘા જ ?

હસતાં હસતાં .. નાથો પટેલ દહ વીઘા આલે તો અમારે ચેટલી આલવી

નાથો પટેલ ખચકાતાં બોલ્યા

અરે અરે વિહ વીઘા.. બસ લખો મારાજ!

બસ નાથા એટલી જ! એક ઘરડો ડોસો હોંકો પીતો પીતો બોલ્યો

અરે બે વીહાં (ચાલીસ વીઘા) ..બસ લખો મારાજ!

અને નાથા ગોધા .. જેમ ચકલાં ને ચણ આલતા હોય એમ માંડ્યા જમી આલવા..

અરે મારાજ ..સાંભળો ચાર વિહાં (એંસી વીઘા) નાથો પટેલ આલે છે .. હોં.. હોં મારાજ ની બાક ફાટી ગયી

જાણે આંજણા પટેલ .. આજ દાતારી ની હદો પાર કરે હો …

એક જાટકે એંસી વીઘા જમી .. દાન માં આપી દીધી

એવા દાતાર ની વાત .. સાહેબ ગર્વ તો લેવું પડે .. આ બેન્કો મારી વાવ ઉપર જન્મે એવા વાવ તાલુકા ના ગરાંબડી માં .. નાથા ગોધા પટેલ ના માઢ માં આંજણા પટેલો .. નો ડાયરો બેઠો છે અને કસુંબા .. હાકોટા … લો .. પટેલ .. એક અંજળી નું માન રાખો .. અરે લો લો .. આવા અવાજો બારે આવે રા છે ..

દોડતો દોડતો એક ખેડુ .. હાફતો આવ્યો .. નાથા કાકા .. સાંભળો

સુ થયું લ્યાં બળદેવા .. ચમ હાફતો આવ્યો .. હડક્યું લારે પડયું કે સુ?

કાકા .. એક કાળા ઘોડા વાલો .. પાદરે બે નાળી લઈ ને આવ્યો તો .. આ કાગળ દઈ ને ગ્યો છે ..કીધું કે નાથા પટેલ ને આપજે

અરે આપડે ચા ભણેલા ..કે આ કટકો વાંચા .. બળદેવા .. જા માસ્ટર ને બોલાવ તો આય ….

રાવણું પાછું થયું ચાલુ .. અને માસ્ટર આયા

માસ્ટર વાચો તો આ સુ સંદેશો લાયો બળદેવો

હા પટેલ લાવો ….. વાંછું

હોં હોં .. આ તો બળવંત સિંહ બહારવટીયા નો કાગળ .. પટેલ

સમય ત્યાં જ થંભી ગ્યો .. હોંકા ના ગડ ગડાંટ નું ગળું બેસી જાય એવો .. મો તનો સંદેશો હો ..

માસ્ટર સુ લખ્યું છે .. દરબારે .. નાથો પટેલ બોલ્યા

નાથા ગોધા અને અને ગરાંબડી ગામ સમસ્ત ..બધા ને રામ રામ ..આવતી કાલે બપોરે .. ગરાંબડી ગામ ભાંગવા ના છીએ .. તમ તમારે જેટલા સાબદા થવું હો એટલા થઈ જાજો .. લી બળવંત સિંહ

અરે માસ્ટર બસ એટલું જ .. એમાં સુ બિવા નું .. આવવા દો દરબાર ને .. જોયું જસે .. કરી ને જાણે કઈ થયું નથી એમ .. પટેલે પછી કસુંબો કર્યો ચાલુ ..અને આખો ડાયરો .. નાથા પટેલ સામું જોઈ રહ્યો

રાત પડી ગામ માં કોઈ .. ઊંઘતું નથી આખી રાત ઉજાગરો .. કેવી રીતે નીંદર આવે .. બાપુ ના એક કાગળે .. આખા ગામ ની ઊંઘ બગાડી

દાડો ઊગ્યો ..સૂરજ નારાયણે ડંકો દીધો .. અને ૪ પટેલો ને લઇ ને .. નાથો હાલ્યા પાદર ને સીમાડે .. અને ત્યાં .. બેઠા બેઠા હોકા પિયા લાગ્યા ..

સામે થી .. ૬ -૭ ઘોડાં વાળા બન ડુક ની ગોળી ની જેમ ખવે બે નાળી ટેગાડી ને આયા પાહે ને ઉભા રહ્યા ..

બન ડુક સામી કરી ને .. અલ્યા કોણ? બાપુ બોલ્યા

દરબાર હું .. નાથા ગોધા ગરાંબડી વાળો પટેલ .. એક જાટકે જવાબ આલ્યો પટેલે …

અલ્યા મને તો એમ કે .. કાગળ લખ્યો .. એટલે તમે ગાડાં .. આડાં કારસો .. અને અમોને રોકસો પણ ..અને અમાંરે મડદાં પાડવા પડશે .. પણ બે ચાર જ આવ્યા

નાથો પટેલ બોલ્યા .. દરબાર ..ગામ કાં ભાગો બોલો હું જોઈએ સે તમારે .. જે જોઈતું હોય એ આપુ .. અનેમા રવા જ આવ્યા હોય તો .. પેલો આ નાથા ગોધા નેઠાર કરો ..

જભા નું બટન તોડી ને વતાદી છાતી પટેલે .. લો મા રો ગોરી ..દરબાર

વાહ નાથા વાહ ..પટેલ .. બળવંત સિંહ ના મોઢા માંથી સરપાંણા સબ્દો નેહરિ ગયા

એક બહાર વટીયાં ને .. જે જોઈતું હોય તે આપવા ની તૈયારી બતાવે .. .. ઇ આ નાથા ગોધા. . હોં

અને નાથા ગોધા ની દાતારી ની વાત જેવી સાંભળી એવી દેખી .. દરબાર પાછા વેતાં થયા

એ વખત ની માથે .. આ નાથો પટેલ .. બીજો ભામાશા કેવાતો .. અને એના ઘરે લાખો માણસ સહાય માટે જાય તોય .. કદી મોઢે ના નઈ .. બીજ વારા. આપતા .. દીકરી ઓ ના લગ્ન માટે પૈસા પણ મફત આપતા..દવા કરવા માટે પણ ધન આપતા .. જ્યાં કાળ પડ્યો હોય ત્યાં આ પટેલ નું ધાન અને ધન પેલું પોકી જતું .. એના ઓરડે થી કોઈ ખાલી હાથ ન હતું

સાહેબ ગર્વ થી છાતી.. ગજ ગજ થાય મારી … નાથા ગોધા પણ અમારી વાવ માં હો

(ટાઈપિંગ સુરેશ બારોટ વાવ)

લેખક સુરેશ બારોટ વાવ (વડીલના મોઢે સાંભળેલી વાત) (અમર કથાઓ ગ્રુપ)