નથી હોતા… કોઈના અશ્રુઓ મારાથી જોવાતા નથી હોતા, વાંચો સુંદર કવિતા.

0
987

સ્વપ્નો તણાં સોદા , કદી થાતાં નથી હોતા,

લાગણીના મૂલ્યો પણ , અંકાતા નથી હોતા.

મોતી ફટકિયા હોય તો તો , વાત જુદી છે.

પાણીદાર મોતી , એમ , નંદવાતા નથી હોતા.

સ્મિત વેરતાં વદનો ને , જોવાની પડી આદત,

કોઈ ના અશ્રુઓ મારા થી જોવાતા નથી હોતા.

હશે એના ઉપર વિશ્વાસ , ખુદથી ય વધારે,

દિલ ના દ્વારો , બીજા પાસે , ખોલાતા નથી હોતા.

એ ‘ચણ’ને તો જુવે છે , પણ ‘મન’ ને ય જુવે છે,

પંખીડા એમ ન એમ, હેવાતા નથી હોતા.

એક શ્વાસ પણ કોઈ થી ઓછો થઇ નથી શકતો,

પ્રભુ એ દીધા છે, એમ લુ ટાતા નથી હોતા.

– ઓમપ્રકાશ વોરા, ચાંદખેડા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)