કન્યા રાશિફળ 2022 : નવા વર્ષમાં આર્થિક લાભની સાથે સાથે આવકની નવી તકો મળશે.

0
1413

વિદ્યાર્થીઓ માટે શુભ સાબિત થશે 2022, વાંચો કન્યા રાશિનું નવા વર્ષનું રાશિફળ.

જાન્યુઆરી મહિનામાં મંગળનું ધનુ રાશિમાં ગોચર ચતુર્થ ભાવને પ્રભાવિત કરશે. જેથી તમે ધન અને આર્થિક સમૃદ્ધી પ્રાપ્ત કરીને, જીવનમાં આવી રહેલી દરેક પ્રકારની આર્થિક તંગી માંથી છુટકારો મેળવી શકશો. વર્ષની શરુઆતમાં તમારી રાશિમાં રાજયોગનું નિર્માણ થશે. આ સમય દરમિયાન જુદા જુદા ક્ષેત્રોમાં ભાગ્યનો સાથ પ્રાપ્ત કરવા અને સફળતા મેળવવામાં સક્ષમ બનશો.

એપ્રિલ, જુન અને સપ્ટેમ્બર મહિનો આરોગ્યની બાબતમાં તમને પ્રતિકુળ ફળ આપશે. આ સમય દરમિયાન નાનામાં નાની તકલીફ થાય તો પણ કોઈ સારા ડોક્ટર પાસે તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. 26 ફેબ્રુઆરીના રોજ મંગળ ધનુ રાશિ માંથી નીકળીને શનિની મકર રાશિમાં પ્રસ્થાન કરશે. તે સમયગાળો સૌથી વધુ કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે શુભ સાબિત થશે, કેમ કે તે સમય દરમિયાન વિદ્યાર્થી પોતાનું ઉત્તમ પ્રદર્શન કરીને સફળતા પ્રાપ્ત કરી શકશે.

કન્યા રાશિના લોકોને આર્થિક લાભની સાથે સાથે આવકની નવી તકો અને સંપર્કથી લાભ મળવાની સંભાવના ઉભી થશે. એપ્રિલના અંતમાં શનિ મકર માંથી પોતાની જ રાશિ કુંભમાં પ્રસ્થાન કરશે. તેનાથી તમારે રોગ અને સંઘર્ષોનો ગૃહ સક્રિય થશે, પરિણામ સ્વરૂપ કૌટુંબિક જીવનમાં સમસ્યા આવવાની સંભાવના ઉભી થશે.

બુધનું તુલા રાશિમાં ગોચર પ્રેમ સબંધોમાં સકારાત્મકતા લાવશે. આ વર્ષે લવ લાઈફમાં મજબુતી અને રોમાન્સમાં વધારો થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. પરણિત લોકોને પણ વર્ષ 2022 માં તેમના દાંપત્ય જીવનમાં મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે. જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચેનો સમય તમારા માટે થોડો કષ્ટદાયક રહેશે. 11 સપ્ટેમ્બરથી ડીસેમ્બર સુધી ગ્રહોની શુભ સ્થિતિ તમારા દાંપત્ય જીવનમાં અનુકુળતાના સંકેત આપી રહી છે.