નવગ્રહો કરે છે દરેકના જીવન પર અસર, જાણો કયો ગ્રહ સારા પરિણામ આપે છે અને કયો ખરાબ.

0
654

જાણો નવગ્રહોના પૌરાણીક રૂપ વિષે અને જીવનમાં કઈ બાબતો પર તેમની કેવી અસર થાય છે એ પણ જાણી લો.

જ્યોતિષ મુજબ ગ્રહની પરિભાષા અલગ છે. ભારતીય જ્યોતિષ અને પૌરાણીક કથાઓમાં નવ ગ્રહો ગણવામાં આવે છે જે આ મુજબ છે – સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, રાહુ અને કેતુ. આજે આ લેખમાં આપણે આ નવગ્રહોના પૌરાણીક રૂપને ઓળખીશું.

સૂર્ય : તે બધા ગ્રહોના પ્રમુખ છે. સૌર દેવતા, આદિત્યો માંથી એક, કશ્યપ અને તેમની પત્નીઓ માંથી એક અદિતિના પુત્ર. તેમના વાળ અને હાથ સોનાના છે. તેમના રથને સાત ઘોડા ખેંચે છે, જે સાત ચક્રોનું પ્રતિનિધિત્વ કરે છે. તે રવિના રૂપમાં રવિવાર / ઇતવારના સ્વામી છે. હિંદુ પૌરાણીક કથાઓ મુજબ સૂર્યની વધુ પ્રસિદ્ધ સંતતિઓમાં શનિ, યમ અને કર્ણ (મહાભારત વાળા) છે.

ચંદ્ર : ચંદ્રને સોમના રૂપમાં પણ ઓળખવામાં આવે છે અને તેમને વૈદિક ચંદ્ર દેવતા સોમની સાથે ઓળખવામાં આવે છે. તેમને યુવાન, સુંદર, ગૌર, દ્વિબાહુ તરીકે વર્ણિત કરવામાં આવે છે, અને તેમના હાથમાં એક મગદળિયો અને એક કમળ રહે છે. તે દર રાત્રીએ આખા આકાશમાં પોતાનો રથ (ચાંદ) ચલાવે છે, જેને દસ સફેદ ઘોડા કે મૃગ દ્વારા ખેચવામાં આવે છે. સોમ તરીકે તે સોમવારના સ્વામી છે. તે સત્વ ગુણ વાળા છે અને મનનું પ્રતિનિધિત્વ કરે છે.

મંગળ : મંગળ એ લાલ ગ્રહ મંગળના દેવતા છે. મંગળ ગ્રહને સંસ્કૃતમાં અંગારક (જે લાલ રંગના છે) કે ભૌમ (ભૂમિના પુત્ર) પણ કહેવામાં આવે છે. તે યુદ્ધના દેવતા છે અને બ્રહ્મચારી છે. તેમની પ્રકૃતિ તમસ ગુણ વાળી છે અને તે ઉર્જાવાન કાર્યવાહી, આત્મવિશ્વાસ અને અહંકારનું પ્રતિનિધિત્વ કરે છે.

બુધ : બુધ એ બુધ ગ્રહના દેવતા છે અને ચંદ્ર અને તારાના પુત્ર છે. તે વેપારના દેવતા પણ છે અને વેપારીઓના રક્ષક પણ. તે રજો ગુણ વાળા છે અને સંવાદનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને શાંત, સુવક્તા અને લીલા રંગમાં રજુ કરવામાં આવે છે. તેમના હાથમાં એક કિરપાણ, એક મગદળિયો અને એક ઢાલ પણ હોય છે અને તે રામગર મંદિરમાં એક પાંખ વાળા સિંહની સવારી કરે છે.

બૃહસ્પતિ (ગુરુ) : બૃહસ્પતિ, દેવતાઓના ગુરુ છે. તે શીલ અને ધર્મનો અવતાર છે, પ્રાર્થના અને બલિદાનોના મુખ્ય પ્રસ્તાવક છે, જેને દેવતાઓના પુરોહિતના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવે છે. તે સત્વ ગુણી છે અને જ્ઞાન અને શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. હિંદુ શાસ્ત્રો મુજબ, તે દેવતાઓના ગુરુ છે અને દાનવોના ગુરુ શુક્રાચાર્યના કટ્ટર વિરોધી છે. તે પીળા કે સોનેરી રંગના છે અને એક લાકડી, એક કમળ અને માળા ધારણ કરે છે. તે લગ્નની સ્થિતિ મુજબ ગ્રહોની શુભતા – અશુભતા અને બળ પણ બદલે છે. જેવી રીતે સિંહ લગ્ન માટે શનિ અશુભ પણ તુલા લગ્ન માટે અતિશુભ માનવામાં આવે છે.

શુક્ર : શુક્ર, ભૃગુ અને ઇશાનના દીકરા છે. તે દૈત્યોના શિક્ષક અને અસુરોના ગુરુ છે જેમને શુક્ર ગ્રહ સાથે ઓળખવામાં આવે છે. તે શુક્રવારના સ્વામી છે. પ્રકૃતિથી તે રાજસી છે અને ધન, ખુશી અને પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે છે. તે સફેદ રંગ, મધ્યમ આયુ વર્ગ અને પ્રેમાળ ચહેરાના છે.

શનિ : શનિ હિંદુ જ્યોતિષોમાં નવ મુખ્ય ખગોળીય ગ્રહોમાંથી એક છે. શનિ એ શનિવારના સ્વામી છે. તેમની પ્રકૃતિ તમસ છે અને મુશ્કેલ માર્ગીય શિક્ષણ, કારકિર્દી અને દીર્ઘાયુ દર્શાવે છે. શનિ શબ્દની ઉત્પત્તિ ‘शनये क्रमति सः’ થી થઇ છે એટલે તે જે ધીમે ધીમે ચાલે છે. શનિને સૂર્યની પરિક્રમામાં 30 વર્ષ લાગે છે. તેમનું ચિત્રણ કાળા રંગમાં, એક ત-લ-વાર, તીર અને બે ખં-જર સાથે થયેલું છે અને તે હંમેશા એક કાળા કાગડા ઉપર સવાર હોય છે.

કેતુ : કેતુને સામાન્ય રીતે એક છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તે રાક્ષસ સાંપની પૂછડી તરીકે પણ ઓળખાય છે. માનવામાં આવે છે કે માનવ જીવન ઉપર તેની જોરદાર અસર પડે છે અને સમગ્ર સૃષ્ટિ ઉપર પણ. કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં તે કોઈને પ્રસિદ્ધીના શિખર ઉપર પહોંચાડવામાં મદદ કરે છે. તે પ્રકૃતિથી તમસ છે અને પારલૌકિક અસરોનું પ્રતિનિધિત્વ કરે છે.

રાહુ : રાહુ, રાક્ષસી સાંપના પ્રમુખ છે જે હિંદુ શાસ્ત્રો મુજબ સૂર્ય કે ચંદ્રને ગળીને ગ્રહણ ઉત્પન્ન કરે છે. ચિત્રકલામાં તેમને એક ડ્રેગન તરીકે દર્શાવવામાં આવે છે જેમનું માથું નથી અને જે આઠ કાળા ઘોડા દ્વારા ખેચવા વાળા રથ ઉપર સવાર છે. તે તમસ અસુર છે. રાહુ કાળને અશુભ માનવામાં આવે છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.