નવરાત્રી પર નથી કરી શકતા 9 દિવસ વ્રત, તો આ કામ કરીને મેળવી શકો છો માઁ દુર્ગાની કૃપા.

0
436

જો નવરાત્રીના 9 દિવસ વ્રત કરી શકાય એવી પરિસ્થિતિ નથી તો ચિંતા કરશો નહીં, આ કામ કરીને પણ માતાજીને પ્રસન્ન કરી શકાય છે.

22 માર્ચ, 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. માઁ દુર્ગાના ભક્તો નવરાત્રીના 9 દિવસ વ્રત-ઉપવાસ રાખે છે. જો તમે આ વખતે કોઈ કારણસર વ્રત ન રાખી શકો તો નિરાશ ન થશો, કારણ કે અમે તમને એવા કામ વિશે જણાવીશું જેને કરવાથી પણ તમે માઁ દુર્ગાના સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો.

હિંદુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આ દિવસથી હિંદુ નવું વર્ષ પણ શરૂ થાય છે. માઁ અંબેના ભક્તો નવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ 9 દિવસોમાં તેઓ માઁ દુર્ગાની વિશેષ પૂજા કરે છે, વ્રત રાખે છે, ઘરમાં કળશની સ્થાપના કરે છે. પરંતુ ઘણી વખત સ્વાસ્થ્ય સમસ્યાઓ, મુસાફરી વગેરે જેવા વિવિધ કારણોસર ભક્તો ઉપવાસ કરી શકતા નથી.

આવી સ્થિતિ માટે શાસ્ત્રોમાં પણ કેટલીક પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની મદદથી તમે નવરાત્રીનું વ્રત રાખ્યા વિના પણ દેવી દુર્ગાના આશીર્વાદ મેળવી શકો છો.

નવરાત્રીમાં ઉપવાસ કર્યા વિના આ રીતે મેળવો માતાજીના આશીર્વાદ :

ઘણી વખત લોકો મુસાફરી, કોઈ બીમારી, ગર્ભાવસ્થા અથવા અન્ય કારણોસર નવરાત્રીના 9 દિવસ ઉપવાસ રાખી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓ અન્ય રીતે પણ માઁ દુર્ગાના આશીર્વાદ મેળવી શકે છે. આવી સ્થિતિમાં તેઓ નવરાત્રીના પ્રથમ દિવસે અને અષ્ટમીના દિવસે વ્રત રાખીને અને બાકીના દિવસોમાં માતાજીની પૂજા કરીને પણ લાભ મેળવી શકે છે. ઘણી વખત લોકો નવરાત્રીની પહેલી તિથિ, પંચમી તિથિ અને અષ્ટમી તિથિનું વ્રત કરીને નવમીએ પારણા કરી શકે છે. આમ કરવાથી પણ નવરાત્રીના 9 વ્રત કરવાનું ફળ મળી શકે છે.

આ ઉપરાંત 9 દિવસ સુધી દરરોજ એક સમયે સાત્વિક ભોજન કરીને પણ આ વ્રત રાખી શકાય છે. પરંતુ આ સમય દરમિયાન યાદ રાખો કે તમારે દરરોજ વ્રતનો સંકલ્પ જરૂર લેવો જોઈએ અને દરરોજ ધાર્મિક વિધિઓ સાથે માઁ દુર્ગાની પૂજા કરવી જોઈએ. તો જ માઁ દુર્ગા પ્રસન્ન થશે. તેમજ આ સમય દરમિયાન માઁ દુર્ગાની પૂજામાં વધુમાં વધુ સમય વિતાવો અને કોઈને ખરાબ શબ્દો ન બોલો કે કોઈ સ્ત્રીનું અપમાન ન કરો.

જો તમે એક પણ વ્રત ન રાખી શકતા હોવ તો પણ નવમીના દિવસે વિધિ-વિધાન પ્રમાણે હવન-પૂજા કરો અને કન્યા પૂજન પણ કરો. છોકરીઓને આદરપૂર્વક હલવો-પુરી અથવા ખીર-પુરી ખવડાવો અને તેમને ભેટ અર્પણ કરીને તેમના ચરણ સ્પર્શ કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.