નવયુવાન ખેડૂતની દીકરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ લઈને આવ્યો, પછી ખેડૂતે જે કર્યું તે ઉપયોગી શીખ આપે છે.

0
836

એક નવયુવાન એક ખેડૂતની દીકરી સાથે લગ્નની ઈચ્છા લઈને ખેડૂત પાસે ગયો. તેણે કહ્યું, હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું.

તે ખેડૂતે તેની તરફ જોયું અને કહ્યું, તું ખેતરમાં જા. હું એક એક કરીને ત્રણ બળદ છોડું છું. જો તું ત્રણ બળદ માંથી કોઈ પણ એક બળદની પૂંછડી પકડી લે તો હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવી દઈશ.

નવયુવાન ખેતરમાં બળદની પૂછડી પકડવાની પોઝીશન લઈને ઉભો રહી ગયો.

ખેડૂતે ખેતરમાં આવેલા ઘરની બાજુમાં ઢોર રાખવા માટે શેડ બનાવ્યો હતો તેનો દરવાજો ખોલ્યો અને એક ખુબ જ મોટો અને ખતરનાક બળદ તેમાંથી બહાર કાઢ્યો.

નવયુવાને આવો બળદ પહેલા ક્યારેય જોયો ન હતો. ખેડૂતે બળદ દોડાવ્યો. તે બળદ નવયુવાનની નજીક આવ્યો તો તે એક તરફ થઇ ગયો જેથી બળદ તેની નજીકથી નીકળી ગયો.

દરવાજો ફરી ખુલ્યો. આશ્ચર્યજનક રીતે આ વખતે પહેલાથી પણ મોટો અને ભયંકર બળદ નીકળ્યો.

તે નવયુવાને વિચાર્યું કે આનાથી તો પહેલા વાળો બળદ સારો હતો. તેણે બીજા બળદને નીકળી જવા દીધો.

પ્રતીકાત્મક ફોટો

હવે દરવાજો ત્રીજી વખત ખુલ્યો. પણ આ વખતે જે બળદ નીકળ્યો તેને જોઈને નવયુવાનના ચહેરા ઉપર હાસ્ય આવી ગયું. આ વખતે એક નાનો અને એકદમ દુબળો-પાતળો બળદ નીકળ્યો.

જેવો તે બળદ નવયુવાન પાસે આવવા લાગ્યો તો તે નવયુવાને તેની પૂંછડી પકડવા માટે પોઝીશન બનાવી લીધી જેથી તેની પૂંછડી યોગ્ય સમયે પકડી લે.

નવયુવાન જેવો જ તે બળદની પૂંછડી પકડવા ગયો કે તેને ખબર પડી કે તેને તો પૂંછડી જ નથી.

પછી ખેડૂતે તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે, તું યોગ્ય સમયે જરૂરી નિર્ણય નથી લઇ શકતો. જો હું મારી દીકરાના તારી સાથે લગ્ન કરાવી દઉં તો તેણીએ જીવનમાં ઘણા દુઃખો સહન કરવા પડશે જેનું કારણ તું સમજી જ ગયો છે.

સ્ટોરીનો ઉપદેશ : જીવન તકોથી ભરેલું છે. કેટલીક સરળ છે અને કેટલીક કઠીન. પણ જો એક વખત તક ગુમાવી દઈએ તો પછી તે તક ફરી વખત નહિ મળે. એટલે હંમેશા પ્રથમ તક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.