શેરીની મહિલાઓ બોલી વહુ લગ્નના 3 વર્ષ થઇ ગયા હજુ ખોળો ભરાયો નથી, પછી સાસુ જે બોલી તે જાણવું જોઈએ.

0
4307

સુહાની એક બુદ્ધિશાળી, સરળ અને સમજુ છોકરી હતી. તે એક ખાનગી બેંકમાં કામ કરતી હતી. તેને પોતાની જ ઓફિસમાં કામ કરતા રોહિત સાથે પ્રેમ થઈ ગયો. બંનેએ પરિવારજનોની સંમતિથી લગ્ન પણ કરી લીધા.

સુહાનીની સાસુ તેને માં જેવો જ પ્રેમ કરતી હતી. સુહાની પોતાના સાસરિયામાં ખૂબ જ ખુશ હતી. તેને કોઈ વસ્તુની અછત નહોતી. રોહિત પણ હવે નોકરી અને ઘરે સુહાનીની સાથે હોવાથી ખુબ ખુશ હતો. સમય જાણે કે પાંખો લગાવીને ઉડવા લાગ્યો.

સુહાની, આજે આપણા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. તારો સાથ મળ્યા પછી સમય ક્યાં પસાર થઈ જાય છે એ ખબર જ નથી પડતી. આજે રાત્રે પાર્ટી રાખી છે, બધા તૈયાર થઈ જજો. ઘરે કેટલાક મહેમાનો પણ આવવાના છે. રોહિતે કહ્યું.

સાંજ પડી ગઈ. સુહાની તૈયાર થઈને રૂમની બહાર આવી. હોલમાં શેરીની કેટલીક વૃદ્ધ મહિલાઓ પણ આવી હતી. તેણીએ બધાને નમસ્કાર કર્યા પછી પોતાની સાસુ પાસે જઈને બેસી ગઈ. બધી સ્ત્રીઓએ વાતો કરવાનું શરુ કરી દીધું.

એનિવર્સરીની શુભકામના આપ્યા પછી એક મહિલા બોલી, સુહાની વહુ હવે તમે લોકો બાળક વિશે વિચારો. લગ્નને 3 વર્ષ થઈ ગયા અને હજુ તારો ખોળો ભરાયો નથી. બીજી મહિલાઓ પણ કહેવા લાગી, હા સાચી વાત છે. હવે તમારે બાળક વિષે વિચારવું જોઈએ. તારા સાસુ સસરાને પણ પૌત્ર કે પૌત્રીનો સાથે મળે તો તેમને પણ આનંદ થાય.

પ્રતીકાત્મક ફોટો

અન્ય એક મહિલા બોલી, ખોટું ના લગાડતી પણ આ જીંદગીનો શું ભરોષો, એટલે સાસુ સસરા જતા પહેલા પૌત્રને રમાડતા જાય તો સારું.

પછી સુહાનીના સાસુએ કહ્યું, તમે બધા આવતાની સાથે જ મારી વહુની પાછળ પડી ગયા. સમય આવશે ત્યારે બાળક પણ થશે. અત્યારે તો તેમના રમવા-કૂદવાના દિવસ છે. જ્યારે તેમને લાગશે કે હવે અમે બાળકની જવાબદારી ઉપાડવા તૈયાર છીએ ત્યારે બાળક કરી લેશે.

એક મહિલા બોલી, અરે સુહાનીની સાસુ તને તો ખોટું લાગી ગયું. અમારો કહેવાનો અર્થ એ છે કે, વહુને એક બાળક થઈ જાય પછી તે નોકરી પણ કરતી રહેશે.

રોહિત તેમની વાત સાંભળી ગયો અને બોલ્યો, અરે તમે બધા નકામી ચિંતા કરી રહ્યા છો. તમે એક બાળકની વાત કરી રહ્યા છો, હું તો આખી ક્રિકેટ ટીમ બનાવવાનું વિચારું છું… આવું કહીને તે હસવા લાગ્યો.

રોહિતની વાત સાંભળીને સુહાની તેની સાસુની પાછળ સંતાઈ ગઈ અને ત્યાં હાજર તમામ મહિલાઓ પણ હસવા લાગી. માહોલ મસ્તી વાળો બની ગયો અને પછી બધાએ સાથે મળીને પાર્ટીનો ભરપૂર આનંદ માણ્યો. બધાએ સુહાની અને રોહિતને ખૂબ આશીર્વાદ પણ આપ્યા.