નેપાળના આ મંદિરમાં શ્રાપ મુક્ત થયા હતા ભગવાન વિષ્ણુ

0
444

ભગવાન વિષ્ણુ શ્રાપ મુક્ત થવા માટે ગયા હતા આ મંદિરમાં, વિશ્વના વારસાની યાદીમાં શામેલ છે આ મંદિર. ધર્મ અને પરંપરાઓની દેવ ભૂમિ માનવામાં આવતા ભારતદેશને તેના ધાર્મિક સ્થળો, તેની સુંદરતા અને તેની મહત્તા માટે દુનિયાભરમાં ઓળખવામાં આવે છે, પરંતુ ભારતના પાડોશી દેશ નેપાળ પણ તે બાબતમાં ભારતથી પાછળ નથી.

નેપાળ વિષે કહેવામાં આવે છે કે એક સમયમાં તે દેશ વિષ્ણનો એકમાત્ર હિંદુ દેશ રહી ચુક્યો છે. તેથી નેપાળમાં પણ એકથી એક ચડિયાતા એવા મંદિર છે. જેની સુંદરતા જોવા લાયક હોય છે. આજે આ લેખમાં અમે તમને નેપાળના જે ઘણા જ પ્રાચીન અને સુંદર મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે છે ચુંગુનારાયણ મંદિર.

કહેવામાં આવે છે કે લીચ્છવી સમ્રાટના શાસનકાળમાં રાજા હરિ દત્ત વર્માએ નેપાળની ઊંચા પહાડના શિખર ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર ચંગુ નામના ગામમાં આવેલું છે અને ઈ.સ. 325માં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ચંપકના ઝાડોના ગાઢ જંગલથી ઘેરાયેલું છે. ચોથી સદીમાં બનેલા આ મંદિરને ભગવાન વિષ્ણુના સૌથી પ્રાચીન મંદિરો માંથી એક માનવામાં આવે છે. આમ તો વર્ષ 1702માં આ મંદિરને નેપાળની પ્રસિદ્ધ પૈગોડા શૈલીમાં ફરી વખત બનાવવામાં આવ્યું હતું કેમ કે મંદિરમાં આગ લાગી જવાને કારણે આ મંદિરનો સંપૂર્ણ નકશો તેમાં બળીને રાખ થઇ ગયો હતો.

વિશ્વ-ધરોહરની યાદીમાં સામેલ છે આ મંદિર : આ મંદિરમાં ક્ષીર સાગરમાં પોતાની નાગશૈયા ઉપર સુતેલા ભગવાન વિષ્ણુની એક ઘણી સુંદર અને મન મોહી લેનારી મૂર્તિ રહેલી છે. ચુંગુનારાયણ મંદિરમાં વિશાળ પ્રાંગણ છે. જેમાં રુદ્રાક્ષના ઝાડ પણ લાગેલા છે. તે ઉપરાંત આ મંદિર વિષે સૌથી અનોખી અને રસપ્રદ વાત એ છે કે આ મંદિરને યુનેસ્કોએ વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કરેલું છે.

આ મંદિરવિષે પ્રચલિત કથા : સ્થાનિક લોકો વચ્ચે આ ચંગુ નારાયણ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી એક ઘણી રસપ્રદ કથા ઘણી પ્રચલિત છે. આ કહાની મુજબ કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં એક ગોવાળ હતો. તે ગોવાળ એક વખત સુદર્શન નામના એક બ્રાહ્મણની એક ગાય લઈને આવ્યો. તે ગાય ઘણા વધુ પ્રમાણમાં દૂધ આપતી હતી. એક દિવસ ગોવાળે તેની ગાયને ચરાવવા માટે ચંગુ ગામમાં લઇ ગયો, જ્યાં ઘાંસ ચરતા ચરતા ગાય એક ઝાડના છાયામાં ઉભી રહી ગઈ. સાંજે જયારે ગોવાળ ગાયનું દૂધ કાઢવા ગયો ત્યારે ગાયે ઘણું ઓછું દૂધ આપ્યું.

એવું ઘણા દિવસો સુધી ચાલ્યું. ગાય ચરવા માટે ચંગુ ગામ જતી પછી થોડો સમય માટે તે ઝાડ નીચે ઉભી રહી જતી હતી અને પછી પાછી આવીને તે દૂધ ઓછું આપતી. તેના કારણે તે હવે ગોવાળ ઘણો દુઃખી રહેવા લાગી ગયો. એક દિવસ જયારે તે ગોવાળથી ન રહેવાયું ત્યારે તે બ્રાહ્મણ પાસે ફરી વખત ગયો અને તેને સંપૂર્ણ વાત જણાવી. પછી ગોવાળ અને બ્રાહ્મણે નક્કી કર્યું કે તે છુપાઈને જોશે કે ખરેખર ગાયનું દૂધ રોજ ક્યાં જઈ રહ્યું છે.

પછી બંનેએ બસ એવું જ કર્યું અને છુંપાઈને જોવા લાગ્યા પરંતુ ત્યાં તેમણે જે જોયું તે ઘણું ચોંકાવનારુ હતું. આમ તો તેમણે જોયું કે એક બાળક ગાય પાસે આવ્યો અને તેણે ગાયનું બધું દૂધ પી લીધું. એ વાત ઉપર બંનેને ઘણો ગુસ્સો આવ્યો. ત્યારે તેમણે વિચાર્યું કે કદાચ આ બાળક કોઈ શૈતાન હોય અને તે ચંપકનું ઝાડ જ તેનું ઘર હોય, એવું વિચારીને બંનેએ તે ચંપકના ઝાડને કાપી નાખ્યું. પરંતુ તે શું, તમને જેવું ચંપકનું ઝાડ કાપ્યું તે ઝાડ માંથી માનવ લોહી વહેવા લાગી ગયું. ત્યારે ગોવાળ અને બ્રાહ્મણને એવું લાગ્યું કે બંનેથી કોઈની હત્યા થઇ ગઈ છે અને તેવું વિચારીને બંને જોર જોરથી રડવા લાગી ગયા.

બંનેની એ હાલત જોઇને ભગવાન વિષ્ણુ ત્યાં અવતરીત થયા અને તેમણે કહ્યું કે, તમે બંને શાંત થઇ જાવ. તમે કોઈ પાપ નથી કર્યું. પરંતુ તમે તો સ્વયં ભગવાન વિષ્ણુને એક શ્રાપ માંથી મુક્તિ અપાવી છે, જે તેમને ત્યારે લાગ્યો હતો જયારે ભૂલથી તેમણે સુદર્શનના પિતાની હત્યા કરી દીધી હતી. ભગવાન વિષ્ણુના મુખ માંથી એ વાત સાંભળીને સુદર્શન અને તેના ગોવાળને વિશ્વાસ આવી ગયો કે તેમનાથી કોઈની હત્યા નથી થઇ.

ત્યાર પછી બંનેએ તે સ્થાનને પવિત્ર સ્થાન માનીને ત્યાં પૂજા કરવાનું શરુ કરી દીધું અને થોડા સમય પછી ત્યાં એક મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું. જેને હાલ યમ ચુગુ-નારાયણ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે એ કારણ છે કે આજે પણ સુદર્શન નામના બ્રાહ્મણના વંશજ આ મંદિરમાં પુજારીનું કામ કરે છે અને તે ગોવાળના પરિવાર વાળા તે સ્થાનનું રક્ષણ કરે છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.