આવી સ્ત્રીઓ પર ક્યારેય વિશ્વાસ ન કરશો, નહીં તો જીવન બરબાદ થઈ જશે, ચાણક્યએ કહી છે કામની વાત.

0
308

સ્ત્રીની સુંદરતા જોઈને તેના પર વિશ્વાસ કરવો મોટી ભૂલ હોઈ શકે છે, જાણો કઈ ભૂલ ના કરવી જોઈએ.

દેશના મહાન જ્ઞાની અને વિદ્વાનોમાંના એક એવા આચાર્ય ચાણક્ય તેમના નીતિ શાસ્ત્ર માટે ખૂબ જ પ્રખ્યાત છે. ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યની નીતિઓના બળ પર જ મગધના સમ્રાટ બની શક્યા હતા. આચાર્ય ચાણક્યએ એક નીતિ શાસ્ત્ર બનાવ્યું હતું, જેમાં તેમણે સમાજના લગભગ તમામ વિષયોને લગતા સૂચનો આપ્યા છે.

મહાન આચાર્ય ચાણક્યની સદીઓ જૂની નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. માનવ જીવનને સરળ અને સફળ બનાવવા સંબંધિત ઘણી બાબતોનો ઉલ્લેખ તેમના નીતિ શાસ્ત્ર એટલે કે ચાણક્ય નીતિમાં કરવામાં આવ્યો છે. ચાણક્યએ તેમની ચાણક્ય નીતિમાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના ઉપાયો આપ્યા છે, સાથે જ જીવનમાં સફળ થવા અને દુષ્ટ લોકોથી બચવાના ઉપાયો પણ આપ્યા છે.

આચાર્ય ચાણક્યએ તેમના નીતિ ગ્રંથમાં ધન, સંપત્તિ, પત્ની અને મિત્રતા સહિત તમામ વિષયો વિશે ઊંડાણપૂર્વક વાત કરી છે. આજે આપણે આચાર્ય ચાણક્યના આવા જ કેટલાક એક વિચારોનું વિશ્લેષણ કરીશું.

આચાર્ય ચાણક્યએ સ્ત્રીઓ વિશે ઘણું કહ્યું છે. જેમ કે તેમનો સ્વભાવ, તેમની ટેવો, તેમની વિચારસરણી અને તેઓ કયા સમયે કેવી રીતે વર્તે છે. આ બાબતો પર વિશેષ અભ્યાસ કરવામાં આવ્યો છે. ચાણક્ય પોતાના નીતિ ગ્રંથમાં લખે છે કે કેટલીક સ્ત્રીઓ એવી હોય છે, જેના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ.

ચાણક્ય પોતાના નીતિ શાસ્ત્રમાં લખે છે,

લુબ્ધાનાં યાચકઃ શત્રુઃ મૂર્ખાણાં બોધકો રિપુઃ।

જારસ્ત્રીણાં પતિઃ શત્રુશ્ચૌરાણાં ચંદ્રમા: રિપુ: ।।

એટલે કે, ચોર માટે તેનો સૌથી મોટો દુશ્મન ચંદ્ર છે, કારણ કે તેને ચોરી માટે હંમેશા અંધારાની જરૂર રહે છે. જેથી તેની ઓળખ છતી ન થઈ શકે. પણ ચંદ્રનો પ્રકાશ અંધકારને દૂર કરે છે.

આવી સ્ત્રીઓ પર ક્યારેય વિશ્વાસ ન કરો :

આચાર્ય ચાણક્ય પ્રમાણે ભ્રષ્ટ અને ખરાબ ચરિત્ર ધરાવતી સ્ત્રી માટે કહેવાય છે કે આવી સ્ત્રી ક્યારેય ભરોસાપાત્ર નથી હોતી. તે હંમેશા અન્ય પુરૂષો પ્રત્યે આકર્ષિત રહે છે. આવી સ્થિતિમાં તેનો પતિ તેના માટે સૌથી મોટો દુશ્મન છે કારણ કે તે તેના ઇરાદાની વચ્ચે એક અવરોધ બને છે.

સ્ત્રીની સુંદરતા જોઈને તેના પર વિશ્વાસ કરવો મોટી ભૂલ હોઈ શકે છે. બાહ્ય સૌંદર્ય કરતાં તેના ગુણો વધુ મહત્ત્વના હોવા જોઈએ, સુંદરતા કરતાં સ્ત્રીના સંસ્કાર અને શિક્ષણને વધુ મહત્ત્વ આપવું જોઈએ.

ધર્મ-કર્મમાં ઓછી શ્રદ્ધા ધરાવતી સ્ત્રી પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ.

આચાર્ય ચાણક્ય પ્રમાણે સ્ત્રીમાં લાલચની લાગણી ખૂબ જ ખતરનાક હોય છે. તે માત્ર ઘરની શાંતિને જ ખલેલ પહોંચાડે છે એવું નથી પરંતુ કેટલીકવાર આખા પરિવારને બરબાદ પણ કરે છે.

માતા સરસ્વતી અને માતા લક્ષ્મી બંને અહંકારી સ્ત્રીઓથી નારાજ રહે છે. આવી સ્થિતિમાં તે સ્ત્રીઓ ન તો પોતાના જ્ઞાનનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે, અને સાથે જ તેના આવા વર્તનથી સુખ-સમૃદ્ધિનો પણ અંત આવે છે.

આ માહિતી ન્યુઝ 24 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.