લગ્નને થોડા દિવસ થયા હતા અને એક દિવસ ઘરમાં કામવાળી આવી નહોતી એટલે ઘરની નવી વહુ મોટાભાગના કામ કરતી હતી. નવી વહુ જયારે વાસણ ઘસતી હતી ત્યારે તેનાથી અચાનક એક કાચનો કિંમતી પ્યાલો નીચે પડી જાય છે. વહુ એકદમ ચિંતામાં પડી જાય છે કે સાસુ આવશે એટલે મારા પર ગુસ્સે થશે.
સાસુને જયારે કાંચનો આવાજ આવે છે એટલે તે રસોડામાં આવે છે અને ગભરાયેલી વહુને જુવે છે.
સાસુ : શું થયું?
વહુ : મમ્મી વાસણ ધોતા-ધોતા અચાનક આ પ્યાલો મારા હાથમાંથી પડી ગયો.
સાસુ : ચિંતા ન કર, પ્યાલો જ તૂટ્યો છે ને તને કંઈક વાગ્યું તો નથીને.
વહુ : ના.
સાસુ : કઈ વાંધો નહિ અને તારે આ વધુ કામ કરવાની જરૂર નથી, હજુ તો તારી મહેંદીનો રંગ પણ ગયો નથી, હમણાં તું મારા દીકરા સાથે વધુમાં વધુ સમય પસાર કર અને તમે એકબીજાને સમજો.
સાસુએ પોતાની દીકરીને બોલાવી અને તેને વિખેરાયેલા કાચના ટુકડા સાફ કરવા કહ્યું.
સાસુ વહુને : તું મને તારી માં જ સમજ જે, મારે પણ તારું દિલ જીતવું છે સાસુ બનીને નહિ પણ એક માં બનીને.
આ સાંભળી વહુ પણ સાસુ વિશેના ખરાબ વિચાર પોતાના મનમાંથી બહાર કાઢીને તેમને પોતાની માં સમજીને ભેટી પડી.