સાસુ વહુનો પ્રેમ અને નવી વહુની પહેલી રસોઈ, દરેક સાસુ વહુએ જરૂર વાંચવી જોઈએ આ સ્ટોરી.

0
1561

કૃપાનો આજે સાસરિયામાં પહેલો દિવસ હતો અને તે સવારે આઠ વાગ્યા સુધી ઊંઘી રહી હતી. તેની આંખ ખુલી અને ઘડિયાળમાં સમય જોયો તો તે ગભરાઈ ગઈ. તેણીએ ફટાફટ પોતાના બેગ માંથી સાડી કાઢી અને ફ્રેશ થવા નીકળી ગઈ. જ્યારે તે ફ્રેશ થઈને આવી તો ચા યાદ આવી. પિયરમાં એક કપ ચા પી ન લે ત્યાં સુધી પલંગ પરથી ઊતરવાની ઈચ્છા પણ થતી નહોતી. પણ અહીં ચા કોની પાસે માંગે એ પ્રશ્ન હતો.

એટલામાં તેની નણંદ ચા ના બે કપ લઈને આવી. પ્રિયા તેની નણંદ ઓછી પણ મિત્ર વધારે હતી. પ્રિયા બોલી, “ભાભી પહેલા ચા પી લો પછી શ્રુંગાર કરજો. પ્રિયા અને કૃપાએ સાથે બેસીને ચા પીધી અને પછી જલ્દી તૈયાર થઈને પોતાની સાસુ પાસે જતી રહી.

કૃપા સૌથી પહેલા સાસુને પગે લાગી. સાસુએ પણ ખૂબ પ્રેમ પૂર્વક પોતાની નવી વહુને આશીર્વાદ આપ્યા. સાસુએ કૃપાને હાથ ભરીને કાજુ કિશમિશ વગેરે આપ્યું. ત્યારે પ્રિયા આવીને બોલી “મમ્મી, ભાભી આજે પહેલી વખત આપણા રસોડામાં રસોઈ બનાવશે. ભાભી આજે તમે શું ખાવાનું બનાવશો?”

ત્યારે કૃપાની સાસુએ કૃપાને જણાવ્યું કે, “તને શું પસંદ છે અને તને કઈ કઈ વસ્તુઓ બનાવતા આવડે છે?”

કૃપા પોતાની સાસુનો પ્રેમાણ વ્યવહાર જોઈને બોલી, “મમ્મી સાચું કહું તો મને હલવો અને ચા સિવાય બીજું કાઇ બનાવતા આવડતું નથી, આમ તો હું તમારી સાથે રહીને બધુ સીખી લઇશ.”

કૃપાની સાસુ તેની વાતો સાંભળીને ખુશ થઈ અને માથે હાથ ફેવીને બોલી : “વાંધો નહીં દીકરી આજે તું ફક્ત હલવો બનાવી લે, તું ફક્ત આ વિધિઓ પતાવી દે, બીજું બધુ હું તને શીખવાડી દઇશ. ખાવાનું બનાવવું કોઈ મોટી વાત નથી, બસ પ્રેમથી રહેવાનું શીખી લે એ સૌથી મોટી વાત છે.”

કૃપા પણ ખુશી ખુશી હલવો બનાવવા લાગી અને તેની નનંદ પણ મનોમન પ્રાર્થના કરવા લાગી કે “ભગવાન, મને પણ મારી માં જેવી સાસુ ‘માં’ જ જોઈએ”.