ગુજરાતમાં આ જગ્યા પર ખોદકામ દરમિયાન શિવલિંગ નીકળ્યું હતું જે ભુગર્ભમાં આવેલુ છે, જાણો પવિત્ર સ્થળ વિષે.

0
522

કપડવંજનું પૌરાંણિક મહાદેવ… નીલકંઠ મહાદેવ

મહાદેવ વાળું ફળિયું: અને નીલકંઠ મહાદેવ:

મહાદેવ વાળું ફળિયું:

પ્રાચીન કપડવંજ માટે વાવ, કુવો, નવાણો ખોદાતાં આ કુડવાવમાંથી નીકળેલ પ્રાચીન પ્રતિમાઓમાંની એક લીંગ છે. જે નીલકંઠ મહાદેવના નામે આ સ્થળે ભુગર્ભમાં આવેલ છે.

આ ખડકીમાં પ્રવેશતાં પ્રથમ ‘બળિયા દેવ’ નું મંદિર છે. આ સ્થળે એક મેડીબંધી નાનકડી ધર્મશાળા છે. આ નીલકંઠ મહાદેવના મંદિર માંથી પાછળના બારણેથી નીકળતા ટાવર પાસે કુંડવાવ પાસે, ગોલવાડની સામે નિકળાય છે.

નીલકંઠ મહાદેવ:

મહાદેવનું આ સ્થાન હાલ કપડવંજની મધ્યમાં કુંડવાવ ટાવર પાસે આવેલું છે. મંદિરના પ્રવેશ દ્વાર બે બાજુએ છે.

1) બહેનોના સ્વામી. મંદિર પાસે આવેલા મહાદેવવાળા ફળિયા માંથી આ મેઈન પ્રવેશ દ્વાર છે.

2) કુંડવાવ ટાવર પાસેના બજાર રસ્તે , કુંડવાવ ટાવર પાસે આવેલા નાના પ્રવેશ દ્વાર મારફતે. જે પાછળનો રસ્તે છે.

હાલમાં જ્યાં મહાદેવનું સ્થાન છે. ત્યાં પ્રથમ જંગલ હતું. ગામ મહેર નદીના સામે કામઠે કર્પટવાણિજ્યના નામે વસતુ હતું.

શ્રી નીલકંઠેશ્વરનું દેવળ કોણે અને ક્યારે બનાવ્યું તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. હાલ જે મંદિર છે તે નવું જીર્ણોદ્ધાર પામેલું નવું મંદિર છે.

ગુર્જર નરેશ સિદ્ધરાજના સમય માં કુંડવાવનું ખોદકામ કરતાં શિવલિંગ, શ્રી નારણદેવની , શ્રી મહાલક્ષ્મી માતાની અને શ્રી ગુપ્તેશ્વરની પ્રતિમાઓ નિકળી હતી. તેમાંના શિવલિંગની સ્થાપના આ સ્થળે કરેલ હતી. અહીં શિવલિંગ ભૂગર્ભમાં જ છે.

તે સમયની વ્યવસ્થા શાસ્ત્ર નિષ્ણાંત ધર્મપ્રેમી ચોરાશી મેવાડા જોષી કુટુંબને સોંપી હતી. હાલમાં સેવાપૂજા છેલ્લી પાંચ પેઢીથી તપોધન બ્રાહ્મણ તથા તેમના કુટુંબી કરી રહ્યા છે. હાલમાં કિરીટભઈ શાન્તિલાલ ભટ્ટ.

ટાવર પાસેના પ્રવેશદ્વારે એક નાની મેડાબંધી ધર્મશાળા છે. જેમાં અભ્યાગતો, સાધુ-સંતો પ્રસંગોપાત રોકાતા હતા. અને ધર્મ પ્રવચન કરતાં હતા. પૂ. શ્રી શારદાપીઠના જગદ્દગુરુ શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ સરસ્વતી એ ચાતુરમાસ આ સ્થળે મુકામ કર્યો હતો.

નોંધ: પૂજારી શ્રી કિરીટભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે આ મંદિરને ખાસ કોઈ આવક ન હોવાથી આર્થિક કટોકટી અનુભવી રહ્યું છે. તો કપડવંજની ધર્મપ્રેમી પ્રજાએ મંદિરને દાન- પુણ્ય કે મદદ કરવી હોય તો પૂજારીશ્રીનો સંપર્ક કરવા વિનંતી

માહિતી સ્ત્રોત: (કપડવંજની ગૌરવ ગાથા પુસ્તકમાંથી સાભાર)

સં.હસમુખ ગોહીલ (H M Gohil)

રીટા. લેક્ચરર, શ્રી પી.એન. ટેકનિકલ હાઈસ્કૂલ

કપડવંજ.