નિઃસંતાન દંપતી માટે વરદાન છે કાલ ભૈરવનું આ મંદિર, અહીં આ બે અનોખા રૂપમાં વિરાજ્યા છે ભૈરવ બાબા.

0
771

આ મંદિરમાં બે અનોખા રૂપમાં વિરાજમાન છે કાલ ભૈરવ, અહીં દૂર-દૂરથી આવે છે નિઃસંતાન સંપત્તિ. ભૈરવ શબ્દનો અર્થ થાય છે ભયથી રક્ષણ કરવા વાળા(ભય+રવ) હિંદુ ધર્મના એક દેવતા છે ભૈરવ, જેને લોકો ભૈરવ બાબાના નામથી પણ ઓળખે છે. ભૈરવને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભૈરવ બાબાની ઉત્પતી ભગવાન શિવના પરસેવા માંથી થઇ હતી. ભૈરવ બાબાની આખા દેશના ઘણી માન્યતા છે. ભારત ઉપરાંત નેપાળમાં પણ લોકો તેની પૂજા કરે છે. ભૈરવ બાબાની કુલ સંખ્યા 64 બતાવવામાં આવે છે. આ 64 ભૈરવ બાબાને 8 ભાગોમાં વહેચવામાં આવ્યા છે. સામાન્ય રીતે ભૈરવ બાબાની પૂજા અર્ચના તંત્ર બાધાના નિવારણ માટે કરવામાં આવે છે. ભારતની અલગ અલગ જગ્યાઓ ઉપર ભૈરવ બાબાને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે.

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં અષ્ટ ભૈરવ છે. તેના નામ આ પ્રમાણે છે. 56 ભૈરવ, કાળ ભૈરવ, કોતવાલ, તોપતોડ ભૈરવ, બલવટ ભૈરવ, આતાળ-પાતાળ, દાની ભૈરવ અને વિક્રાંતા ભૈરવ. હિંદુ ધર્મમાં ભૈરવ આરાધનાના સ્વરૂપ વિવિધ છે પરંતુ અહિયાં અમે તમને રાજસ્થાનના જોધપુરના મંદિરમાં બિરાજમાન એક એવા ભૈરવ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે આ મંદિરમાં બે રૂપોમાં બિરાજમાન છે. આ મંદિરમાં ભૈરવજીની બે મૂર્તિઓ સામ સામે સ્થિત છે. પોતાના અલગ અલગ સ્વરૂપોની જેમ તેના નામ પણ ઘણા અનોખા છે. ઘણા કુટુંબોના કુળ દેવતા, માનવામાં આવતા ભૈરવને આ મંદિરમાં કાળા ભૈરવ અને ગોરા ભૈરવના નામથી ઓળખવામાં આવે છે.

અહિયાં દુર દુરથી આવે છે નિઃસંતાન દંપત્તિ : આ મંદિરની ઘણી માન્યતા છે. દુર દુરથી લોકો અહિયાં સંતાન પ્રાપ્તિની કામના કરવા માટે દર્શન કરવા આવે છે. અહિયાં દિવસ રાત ભક્તોની લાઈન લાગેલી રહે છે. બાવડીમાં આવવા વાળા કુટુંબના કુળ દેવતાની પૂજા કરાવવાવાળા પંડિત દિનેશ સાસ્વત જણાવે છે કે મંદિરમાં રહેલા બંને ભૈરવ બાબાની પૂજા અર્ચના, ભોગ ચડાવો વગેરે બધું અલગ થાય છે. જ્યાં એક તરફ કાળા ભૈરવને દારુનો ભોગ પણ ચડાવવામાં આવે છે અને ગોરા ભૈરવને મીઠા પકવાનનો ભોગ ચડાવવામાં આવે છે. અહિયાં એ પણ વાત રસપ્રદ છે કે જો કોઈને દીકરાની કામના કરવી હોય છે, તો કાળા ભૈરવની આરાધના કરે છે અને દીકરીની ઈચ્છા રાખવા વાળા લોકો ગોરા ભૈરવની આરાધના કરે છે.

અહિયાં છે આ મંદિર? : આ મંદિરમાં સ્થિત તે ભૈરવની મૂર્તિઓ અહિયાં ઘણા સમયથી સ્થાપિત છે. તે સુંદર મંદિર એક પ્રાચીન બાવડીમાં સ્થિત છે. આ સ્થાન જોધપુર પાસે એક ગામ રજલાનીમાં છે. બાવડીની બરોબર બહાર ઉપરની તરફ ભગવાન શિવનું મંદિર છે અને તેની પાસે એક બીજું ભૈરવનું મંદિર છે. એટલે કે અહિયાં એક જ સ્થળ ઉપર ત્રણ ભૈરવ મૂર્તિ એક સાથે રહેલી છે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તમારા મિત્રો, સંબંધિઓને અને ફેસબુક ઉપર જરૂર શેર કરશો જેથી તે પણ આ બાબતથી વાકેફ થઇ શકે. અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.