ભારતના આ મંદિરોમાં પ્રતિબંધિત છે પુરુષોની એન્ટ્રી, છેવટે શું છે તેનું કારણ?

0
461

જાણો ભારતના એવા મંદિરો વિષે જ્યાં પુરુષોની એન્ટ્રી છે બેન, મંદિરની બધી જવાબદારી મહિલાઓ ઉપાડે છે.

ભારતમાં ધર્મને લઈને ઘણી અજીબોગરીબ માન્યતાઓ સ્થાપિત છે. શું તમે તેના વિષે જાણો છો? ભારતમાં ઘણા મંદિર તો એવા છે જ્યાં પુરુષોનું આવવું વર્જિત છે. ઘણા મંદિરોમાં તો વર્ષના કેટલાક દિવસોમાં ફક્ત મહિલાઓને જ પૂજા-અર્ચનાની અનુમતિ આપવામાં આવે છે. આવો જાણીએ ભારતના અમુક એવા જ ધાર્મિક સ્થળ વિષે.

અટ્ટુકલ ભગવંતી મંદિર, કેરળ :

કેરળના અટ્ટુકલ ભગવંતી મંદિરમાં એક તહેવારનું આયોજન કરવામાં આવે છે, જેની જવાબદારી ફક્ત મહિલાઓના હાથમાં જ હોય છે. અહીંના પ્રમુખ તહેવાર અટ્ટુકલ પોંગલમાં દરેક તરફ ફક્ત મહિલા શ્રદ્ધાળુઓની જ ભીડ દેખાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, ધાર્મિક મંચ પર મહિલાઓની આટલી મોટી સંખ્યાને કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેનું નામ નોંધાઈ ચૂક્યું છે. લગભગ 10 દિવસ સુધી ઉજવવામાં આવતો આ તહેવાર ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે ઉજવાય છે.

બ્રહ્મા મંદિર, રાજસ્થાન :

આ બ્રહ્મ દેવના સૌથી દુર્લભ મંદિરોમાંથી એક છે. આ પ્રસિદ્ધ મંદિરમાં પરણેલા પુરુષોને બ્રહ્મ દેવની પૂજા માટે ગર્ભગૃહમાં જવાની પરવાનગી નથી. મંદિરમાં એક દેવતાની પૂજા થતી હોવા છતાં આજ સુધી અહીં પુરુષોને આવવાની અનુમતિ નથી.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન બ્રહ્મા અહીંયા દેવી સરસ્વતી સાથે યજ્ઞ કરવાના હતા. પણ દેવી સરસ્વતી ત્યાં મોડેથી પહોંચ્યા તો તેમણે દેવી ગાયત્રી સાથે લગ્ન કરીને યજ્ઞ પૂરો કર્યો. ત્યારે સરસ્વતીજીએ શ્રાપ આપ્યો કે, આ મંદિરમાં આજ પછી કોઈ પુરુષ નથી આવે. જો એવું થયું તો તેનું લગ્ન જીવન દુઃખોથી ભરાઈ જશે.

માતા મંદિર, મુઝફ્ફરનગર :

આ મંદિર આસામમાં આવેલા કામાખ્યા મંદિરની જેમ જ એક શક્તિ સ્થળ છે. અહીં પુરુષોને તે સમયે મંદિર પરિસરમાં જવાની પરવાનગી નથી હોતી જયારે દેવીના માસિક ધર્મનો સમય હોય છે. આ દરમિયાન મંદિરની દેખરેખ માટે ફક્ત મહિલાઓ જ પ્રવેશ કરી શકે છે.

આને લઈને અહીં ઘણા કડક નિયમ બનાવવામાં આવ્યા છે. આ શુભ સમયમાં મંદિરના પૂજારી પણ પરિસરમાં જઈ નથી શકતા. મંદિરમાં પૂજા અને આરતીની જવાબદારી મહિલાઓની હોય છે.

દેવી કન્યાકુમારી મંદિર, કન્યાકુમારી :

ભારતના દક્ષિણ ભાગમાં આવેલા આ મંદિરમાં વર્ષના 365 દિવસ કોઈ પણ સમયે પુરુષોને જવાની પરવાનગી નથી. મંદિરના દ્વાર સુધી ફક્ત સંન્યાસી પુરુષોને જ જવાની પરવાનગી છે. અને પરિસરમાં પરણેલા પુરુષોનો પ્રવેશ પ્રતિબંધિત છે.

આ મંદિરમાં દેવી ભગવતીની પૂજા થાય છે અને આ મંદિરને 52 શક્તિ પીઠોમાંથી એક માનવામાં આવે છે. પુરાણો અનુસાર, સતીનો જમણો ખભો અને પીઠનો ભાગ આ સ્થળ પર પડ્યા હતા જે કન્યાકુમારી મંદિરની અંદર આવેલા છે. અમુક માન્યતાઓ એવી પણ છે કે, આ સ્થળ પર ભગવાન શિવના લગ્નના સમયે માતા પાર્વતીનું અપમાન થયું હતું અને ત્યારથી અહીં પુરુષોના આવવા પર પ્રતિબંધ છે.

કામાખ્યા મંદિર, આસામ :

આસામમાં ગુવાહાટીના નીલાંચલ પર્વત પર બનેલા આ મંદિરમાં દર વર્ષે ધૂમધામથી અંબુબાચી મેળાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી લોકો આવે છે. જોકે આ દરમિયાન ચાર દિવસ મંદિરના દ્વાર બંધ રહે છે.

એવી માન્યતાઓ છે કે, તે દેવીના માસિક ધર્મનો સમય હોય છે. એટલા માટે તે દિવસોમાં અહીં પુરુષોને મંદિરની અંદર જવાની પરવાનગી નથી. પૂજા-પાઠ અથવા બાકી કામો માટે ફક્ત મહિલાઓ અથવા સન્યાસી પુરુષ જ પરિસરમાં પ્રવેશ કરી શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.