અંક જ્યોતિષ 2 એપ્રિલ 2022 : નોકરી-ધંધામાં પ્રગતિને લઈને પ્રસન્નતા રહેશે, ધનલાભના સંકેત છે.

0
435

આજનું અંકફળ, 2 એપ્રિલ, 2022 : 02 અંક ખૂબ જ કાલ્પનિકતાથી ભરેલો છે. તે ધન અને મનનો કારક છે. ચંદ્ર 02 અંકનો સ્વામી છે. 02-04-2022 નો ભાગ્ય અંક 03 રહેશે. ભાગ્ય અંક 03 નો સ્વામી ગ્રહ ગુરુ છે. સૂર્ય, ચંદ્ર અને મંગળ ગુરુના શ્રેષ્ઠ મિત્રો છે. 02 અંકના મિત્ર અંક 01, 03 અને 09 છે. ભાગ્ય અંક 03 નો ગુરુ જ્ઞાન, આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતિક છે. તમારા જન્મ અંક અનુસાર, તમે આજે તમારું અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને ચંદ્રનો સહયોગ છે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. અંક 03 ની વ્યક્તિ તમને વ્યવસાયમાં નફો અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – ચંદ્ર શરદીથી થતા રોગોને કારણે મુશ્કેલી આપી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરી-ધંધામાં પ્રગતિને લઈને પ્રસન્નતા રહેશે. 09 અંકની વ્યક્તિ બિઝનેસમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – આજનો દિવસ વ્યવસાય માટે પ્રગતિનો દિવસ છે. જોબમાં નવા કાર્યની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્ય – પેટ કે આંખની સમસ્યાને કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજનો ભાગ્ય અંક 03 છે. ધંધામાં આજનો દિવસ કોઈપણ વ્યવસાયિક સોદાને લઈને ધનલાભના સંકેત આપી રહ્યો છે. રાહુ ઉચ્ચ અધિકારીઓના સહયોગથી નોકરીમાં પ્રગતિ આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુધારવા માટે હનુમાનબાહુકનો પાઠ કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – વ્યવસાયમાં ભાગ્ય અંક 03 અને 09 વાળાને લાભ થશે. નોકરીમાં અંક 02 ના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યને લઈને પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – આજે નોકરી-ધંધામાં સંઘર્ષ છે. ભાગ્ય અંક 03 ના સ્વામી, ગુરુ અને અંક સ્વામી શુક્રનો સહયોગ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રગતિ અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – બીપીના દર્દીઓએ સાવચેત રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – અંકનો સ્વામી કેતુ અને ભાગ્યનો સ્વામી ગુરુ ધંધામાં સફળતા અપાવી શકે છે. નોકરીમાં પ્રમોશનને લઈને તમે આશાવાદી રહી શકો છો.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્યમાં, શ્વાસ અને લીવરના દર્દીઓએ સાવચેત રહેવું જોઈએ.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજે ભાગ્ય સ્વામી ગુરુ છે. આ અંકનો સ્વામી શનિ છે, નોકરીમાં મોટો ફાયદો થઈ શકે છે. ગુરુ અને શનિ નવી વ્યાપારી ડીલ આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે. તલનું દાન કરો.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – મંગળ અને ગુરુ વેપારને નવી દિશા આપશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓના સહયોગથી ભાગ્યનો સ્વામી ગુરુ અને આ અંકનો સ્વામી મંગળ પ્રમોશનનો માર્ગ મોકળો કરી શકે છે.

સ્વાસ્થ્ય – ચંદ્ર અને મંગળ પેટની બીમારીની શક્યતા આપી શકે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.