14 ફેબ્રુઆરી 2022 અંક જ્યોતિષ : નોકરીમાં પ્રમોશનના સંકેતો છે, અટકેલા કામમાં પ્રગતિ થવાની શક્યતા છે.

0
1145

આજનું અંકફળ, 14 ફેબ્રુઆરી 2022 : 14 નો સંયુક્ત અંક 01 સૂર્ય અને 04 એ રાહુની શુભ અસરોનો અંક છે. આ અદ્ભુત અંક ખૂબ જ શુભ છે. કેટલીકવાર આ અંક ઘણા સંઘર્ષ પછી સફળતા આપતો દેખાય છે. આ કીર્તિ અને પ્રસિદ્ધિનો અંક છે. આ સિંગલ ડિજિટ 05 જેવું કામ કરશે. 14/02/2022 નો ભાગ્યઅંક 04 હશે. અંક 04 નો સ્વામી ગ્રહ રાહુ છે. અંક 05 નો સ્વામી બુધ અને તેના મિત્ર અંક 04, 06 અને 08 છે. તમારી જન્મ તારીખ અનુસાર તમારું અંકફળ અહીં જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – 04 અને 05 અંકની મદદથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. 06 અંકના અધિકારી તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે.

સ્વાસ્થ્ય – સૂર્ય નેત્ર રોગથી પરેશાન કરી શકે છે. ગોળનું દાન કરો.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – 04 અને 06 અંકના ઉચ્ચ અધિકારીઓ નોકરીમાં લાભ આપી શકે છે. વ્યાપારમાં સંઘર્ષ રહે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – આજે અંકનો સ્વામી બુધ અને ભાગ્યનો સ્વામી રાહુ વેપારમાં મોટી તક આપી શકે છે. ઉચ્ચ અધિકારીઓના સહયોગથી નોકરીમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – પેટની વિકૃતિથી પીડા થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 04 બેંકિંગ અને મીડિયા ક્ષેત્રે કામ કરતા લોકોને અપેક્ષિત સફળતા અપાવશે. અંક 04 અને 06 થી વેપારમાં શુભ ધનલાભ છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે. અડદનું દાન કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજના અંકનો સ્વામી અને આ અંકનો સ્વામી બંને બુધ છે. વ્યાપારમાં તમને જન્મ અંક 04 અને 08 નો લાભ મળશે. નોકરીમાં પ્રમોશનના સંકેતો છે. કોઈ અટકેલા કામમાં પ્રગતિ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે. તલનું દાન કરો.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – આજનો દિવસ બિઝનેસમાં કંઈક નવું કરવાનો છે. નોકરીમાં ભાગ્ય અંક 04 નો સહયોગ તમને મળશે.

સ્વાસ્થ્ય – શ્વાસ સંબંધી સમસ્યાવાળા દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – નોકરીમાં 06 અંકના ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. વેપારમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – આંખના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવચેતી રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – આ અંકનો સ્વામી અને આજનો ભાગ્ય સ્વામી રાહુ છે. શનિ અને રાહુ મિત્ર છે. નોકરીમાં પ્રમોશનની દિશામાં પ્રયત્ન કરવાનો આજનો દિવસ છે. બુધ અને શનિ ખૂબ જ જલ્દી બિઝનેસમાં મોટી સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – વેપારમાં શનિ અને મંગળનો સહયોગ મળશે. નોકરીમાં 05 અંકના ઉચ્ચ અધિકારીઓના મદદગાર વર્તનથી ખુશ રહેશો.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે. રાહુને અડદ અને તલનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.