કર્મનું કાળચક્ર
એક દિવસ ગંગાને પુછવામાં આવ્યું કે તારા પાણીમાં ન્હાવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે, તો એ પાપનું તું શું કરે છે?
ગંગા એ કહ્યું : હું એ સાગરમાં નાંખુ છું.
સાગરને પૂછવામાં આવ્યું, તું એ પાપનું શું કરે છે?
સાગરે કહ્યું કે હું તો બધું વાદળો ને આપું છું……
વાદળોને પૂછયું, તું આ પાપનું શું કરે છે?
વાદળે સરસ જવાબ આપ્યો…
હું વરસાદના રૂપમાં એમનાં જ ઘરમાં વરસાવી આવું છું…..
ધ્યાન રાખો, કર્મનું કાળચક્ર આવું જ હોય છે, આપણે જે કરીશું એજ આપણને વ્યાજ સહિત પાછું મળશે.
સમાધાની બનો અને કોઈ ને દુઃખ થાય એવું કાર્ય ન કરો.
જીવનમાં પૈસાનો પાવર, ઘમંડ અને અહંકાર કોઈનાં થયા નથી કે કોઈના થવાનાં નથી. જે કામ પૈસો ન કરી શકે એ કામ સબંધથી થઈ શકે છે.
સંબંધ એ એક એવું વૃક્ષ છે
કે જે…લાગણી દ્વારા ઝૂકી જાય,
સ્નેહ દ્વારા ઉગી જાય
અને
શબ્દો દ્વારા તૂટી જાય