કેટલાય ગયા ને કેટલાય આવી ને આમ જ ફરે છે
પેઢીયું બળી ને રાખ થઈ તોય આમ જ ફરે છે
માલિક નથી તોય માલીકીનાં પુરાવા લઈ ને ફરે છે
ઓઢણુ ઈશ્વર નું ઓઢી ને પોતે ઈશ્વર થઈ ફરે છે
કેટલું સરસ નાટક માણસ કરે છે
તોય ઈશ્વર રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે ….
બધા બાદશાહો બાદશાહી નાં ભ્રમમાં ફરે છે
હું જ સંચાલક છું એવાં ખોટા વહેમમાં ફરે છે
દુઃખ માં એની ભુલો કાઢી ફરિયાદો કરે છે
સુખમાં બધો જશ માથે લઈ મસ્તીમાં ફરે છે
કેટલું સરસ નાટક માણસ કરે છે
તોય ઈશ્વર રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે …..
મુમતાજ માટે બનાવેલ તાજ ની ચચાઁ સૌ કરે છે
પણ જેણે મુમતાજ ને બનાવી તેને તો દંભ ઞણે છે
એક અંગ આપનાર ડોક્ટર ને ભગવાન ગણે છે
બધા જ અંગો આપ્યા તેના હોવાની શંકા કરે છે
કેટલું સરસ નાટક માણસ કરે છે
તોય ઈશ્વર રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે ….
અરે પાંઘી….
શ્વાસ વેચાણ થી મળે એવી કોઈ દુકાન નથી
આખા જંગલમાં એક જેવું બીજુ પાન નથી
જઞ્યા વિશાળ છે પણ ….
રોકાઈ શકીએ એવુ કોઈ મકાન નથી
આ સમય ચક્ર ને રોકી બતાવે એવી કોઈ ઓળખાણ નથી
તોય કેટલું સરસ નાટક માણસ કરે છે
તોય ઈશ્વર રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે.
– પારસ પાંઘી
સાભાર S. A. Paldiya (અમર કથાઓ ગ્રુપ)