રિક્ષા ચલાવી ઘર ચલાવતા દાદાએ સંભળાવી પોતાની આપવીતી, પછી બાજુમાં બેસેલા યુવકે જે કર્યું તે જાણવું જેવું છે.

0
1376

આજે સવારે ચા ની લારી એ અમે મિત્રો ચા પીતા હતા ત્યાં મંગુદાદા છાપું બાજુ ઉપર પછાડી ને અમારી સામે જોઈ બોલ્યા, આપો આશીર્વાદ હજુ.

મેં હસતા હસતા કીધું, દાદા શાંતિ રાખો સવાર સવાર માં મુડ ન બગાડો. એક કપ વધારે ચા પીવી છે?

મંગુદાદા કહે મૂડ તો સવારે સારો જ હોય છે. આ સવાર સવાર માં છાપા માં સમાચાર વાંચી મૂડ બગડી જાય છે. વાંચ્યું 25 રૂપિયા નો ફરી LPG ના બાટલા ઉપર વધારો.

હવે હું સમજ્યો દાદા તમારો મુડ બગડવા નું કારણ.

મેં કીધું દાદા તમને વાંધો ન હોય તો અહીં અમારી સાથે થોડી વાર માટે બેશો.

દાદા ધીરે થી ઉભા થઇ અમારી વચ્ચે આવી બેઠા.

અમે મિત્રો જ્યારે ચા પીવા ભેગા થઈએ ત્યારે ઘણી વખત દાદા પણ ચા પીવા બેઠા હોય એટલે અમે એકબીજા ને ઔપચારિક રીતે ઓળખીએ. મેં દાદા ને હસવા હસવા માં કીધું કેમ દાદા સવાર સવાર માં અમારા ઉપર ધુમાડા કાઢો છો?

દાદા ગંભીર ચહેરે બોલ્યા, બસ હવે સહન નથી થતું.

મેં હસવા માં કીધું તો અફઘાનિસ્તાન જતા રહ્યો.

દાદા જીણી આંખે મારી સામે જોવા લાગ્યા.

મેં કીધું, દાદા આવું હું નથી બોલ્યો. એક આપણા નેતા બોલ્યા જેને પણ મોંઘવારી, પેટ્રોલ ડીઝલ ના ભાવ નડતા હોય તે અફઘાનિસ્તાન જતા રહે.

દાદા ગંભીર ચહેરો કરી બોલ્યા, બેટા ઉંદરડી ડા રુ પીવે તો શું થાય? બેફામ નિવેદનો વિચાર્યા વગર નેતાઓ તો કરે પણ સાથે સાથે અમુક મફતીયાઓ પણ કુદકા મારે છે. એ વધારે દુઃખ થાય છે.

અમે મિત્રો હસી પડ્યા.

બેટા હમણાં CNG ના ભાવ પણ વધાર્યા.

મેં કીધું તેમાં તમને ક્યાં તકલીફ પડી?

દાદા એ કીધું.. એ પહેલી રીક્ષા દેખાય. એ મારી છે.

હું ફેરવું છુ. મારી આવક ઉપર તો એટલો કાપ આવ્યો કહેવાય કર નહિ?

ભાવ વધે.. તો વધારાની આવક અમે ક્યાંથી કાઢીયે?

હવે હું ગંભીર થયો. થોડી આંખો પણ ભીની થઇ.

મેં કીધું, મતલબ દાદા તમે આ ઉંમરે હજુ રીક્ષા ચલાવો છો?

હા બેટા મારો છોકરો ફિક્સ પગાર ની 8000 માં નોકરી કરે છે. અને હું રીક્ષા ચલાવી મહિને 15000 કમાઈ લઉં છું. ઘર નું ભાડું 5000 રૂપિયા ભરીયે છીયે. બાકી બચ્યા તેમાં ઘર ચલાવવાનું અને આકસ્મિક ખર્ચ તો ખરા.

બેટા અમારી જિંદગી રીક્ષાના પૈડે બંધાણી છે. જે દિવસે તબિયત સારી ન હોય એ દિવસે ઘર માં આવક બંધ.

મારી પાસે કે મારા મિત્રો પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા. અત્યાર સુધી મજાક મસ્તી કરી દાદા સાથે અમે વાતો કરતા હતા. એ અમે બધા દાદા સામે મૌન બની જોવા લાગ્યા.

મેં દાદા ને હાથ જોડી કીધું. દાદા હું જે વાત કરી રહ્યો હતો એ ફક્ત બે ઘડી મજાક સમજી લેજો. તમે મારા બાપ નીં ઉમ્મર ના છો. મારો કોઈ હેતુ તમારું દિલ દુભાવવા નો ન હતો. થોડું વાતવરણ હળવું કરવા પ્રયત્ન કર્યો છે.

બેટા.. હું પણ તમને અહીં બેઠેલા ઘણી વખત જોઉં છું. એટલે જ મેં મજાક માં તમને કીધું હતું.

ચલ બેટા, જેટલી વધારે વાતો હું કરીશ એટલા વધારે કલાક રીક્ષા મારે ફેરવી પડશે. વાતો થી કોઈ ના પેટ ભરાયા છે? રોજ ના 500 રૂપિયા ઘરે ગમેતે રીતે લઈ જવા પડે. પછી 4 કલાક રીક્ષા ફેરવું કે દસ કલાક. ઘણી વખત તો આર્થિક સંકડામણ વખતે દોઢા ભાડા માટે રાત્રી જાગરણ પણ કર્યા છે.

ગરીબ વ્યક્તિ ને રાજકીય ચર્ચા કે મંદિર મસ્જિદ માં રસ નથી. તેને તો સાંજે કેટલા રૂપિયા કમાયા અને કેટલા ખર્ચ્યા તેમાં જ રસ હોય છે. જ્યારે તમારી કમાણી માંથી બચત નું પ્રમાણ ઘટવા લાગે અથવા જરૂરિયાતો ઘટાડવા છતાં રૂપિયા ઉછીના લેવા પડે, ત્યારે સમજી લેવું તમારી મેહનત ના રૂપિયા મોંઘવારી રૂપી ડાકણ ખાઈ રહી છે.

મેં કીધું દાદા માફ કરજો પણ અંતિમ સવાલ તમારા છોકરા ના લગ્ન થઈ ગયા છે?

ના બેટા ફિક્સ પગાર માં કોણ છોકરી આપે?

અને આપે તો પણ એક માંથી બે અને બે માંથી ત્રણ સભ્યો વધે તો પૂરું કોણ કરે?

મેં પાકીટ ખોલી દાદા ના હાથ માં 1000 રૂપિયા મુક્યા.

દાદા એ એજ સ્પીડે મારા હાથ માં એ રૂપિયા પાછા મુક્યા. અને બોલ્યા બેટા તારો આભાર.

પણ મહેનત, ઈમાનદારી અને સ્વમાન થી રૂપિયા કમાવવા માં હું માનું છું. તને ખબર છે. ડા રુની પેટી હેરાફેરી માટે ઘણી ઉંચી ઑફર મને આવતી હતી. પણ મેં ઠુકરાવી દીધી.

લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ. દાદા પગ ઉપર હાથ મૂકી ધીરે થી ઉભા થયા.

મારો મિત્ર સુભાષ મોટો બિઝનેસમેન છે. તે અત્યાર સુધી શાંતિ થી અમને સાંભળતો હતો. એ બોલ્યો દાદા તમારો છોકરો શુ ભણ્યો છે.

ઇન્જિનિયર છે.

સુભાષ બોલ્યો દાદા તમારા છોકરાને 20,000 પગાર મળે અને તમને મહિને 15000. તમારી રીક્ષા અમે 365 દિવસ માટે ભાડે રાખી લઈએ તો ચાલે?

પેટ્રોલ /CNG કે રીક્ષા રિપરિંગ ખર્ચ એક્સ્ટ્રા આપીશ. બોલો તૈયાર.

તમારા છોકરા નું કામ જૉઇ દર વર્ષે પગાર વધતો રહેશે.

દાદા ખુશ થઈ ફરી અમારી બાજુ માં બેસી ગયા અને બોલ્યા, બેટા કોણ કહે છે ભગવાન મંદિર માં બેઠો છે. ખરેખર તો એ લોકો ના દિલ માં જ બેઠો છે.

લ્યો દાદા આ કાર્ડ.. કાલે તમારા છોકરા સાથે મારી ફેકટરી ઉપર આવી જજો.

દાદા ઉભા થયા અમને બધા ને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા.

મેં હસતા હસતા કીધું, દાદા.. આશીર્વાદ માટે રેલીઓ ન હોય આશીર્વાદ તો દિલ થી વગર માંગે કોઈ વ્યક્તિ સામેથી આપે તેને સાચા આશીર્વાદ કહેવાય.

દાદા ખુશ થતા થતા જતા રહ્યા. અમે બધા એ સુભાષ નો ખુબ આભાર માન્યો.

સુભાષ બોલ્યો, દાદા ની વાતો ઉપર થી લાગ્યું તેઓ સ્વમાની, ઈમાનદાર અને વિશ્વાસુ અને મહેનતુ પણ છે. મારી ફેકટરી માં ઘણા સમય થી ચોરી થાય છે. CCTV કેમેરા છે પણ ચોર કોઈ હોશિયાર છે.

દાદાની રીક્ષા તો અમારી ફેકટરીએ પડી રહેશે. ખરેખર દાદાએ અમારી ફેકટરીની અંદરનું ધ્યાન રાખવાનું છે. જે વ્યક્તિ કંપનીને સીધી કે આડકતરી રીતે નુકશાન કરતા હશે તેનો રિપોર્ટ રોજ દાદા મને કરશે. આ ઉમ્મરે દાદા ને રીક્ષા ફ્રેરવવા માંથી હું મુક્તિ આપવા માંગતો હતો.

મેં સુભાષના ઉમદા વિચારો ને સલામ કરી.

– પાર્થિવ (ગામ ગાથા ગ્રુપ)