‘ૐ જય જગદીશ હરે’ તે આરતી જેના વગર અધૂરી ગણાય છે પૂજા, જાણો છો તેના રચનાકાર કોણ છે?

0
605

શું તમે જાણો છો ‘ૐ જય જગદીશ હરે’ આરતી કોણે લખી હતી? નાની ઉંમરમાં તેમણે મેળવી હતી મોટી સિદ્ધિ, જાણો તેમના વિષે.

ૐ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે…

‘ૐ જય જગદીશ હરે’ દેશ-દુનિયાની સૌથી લોકપ્રિય આરતી છે. ઘર હોય કે મંદિર કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ આ સદાબહાર આરતી વગર અધૂરો ગણાય છે. ફિલ્મોથી લઈને અસલ જીવનમાં મોટાભાગના વ્યક્તિ આ આરતી સાંભળી અને ગાઈ ચુક્યા છે. પણ કદાચ અત્યાર સુધી લોકોએ એ ખબર નહિ હોય કે, આટલી સુંદર આરતીના રચયિતા કોણ છે?

કોણે લખી છે આટલી સુંદર આરતી?

ભારતીયો માટે આટલી લોકપ્રિય આરતી લખવાનો શ્રેય પંડિત શ્રદ્ધારામ શર્માને જાય છે. તેમણે જ ‘ૐ જય જગદીશ હરે’ જેવી આરતીની રચના કરીને આપણને એક ઉત્તમ ભેટ આપી છે. આરતીના રચયિતા પંડિત શ્રદ્ધારામનો જન્મ લુધિયાણાના એક નાનકડા ગામ ફિલ્લોરીમાં થયો હતો. પહેલા આ ગામની કોઈ ઓળખ ન હતી. પણ લેખકે ફિલ્લોરીને પોતાના નામ સાથે જોડી દીધું. એ પછીથી લોકો તેમને પણ આ નામથી ઓળખવા લાગ્યા.

કેવી રીતે આવ્યો આરતી લખવાનો ખ્યાલ :

પંડિત શ્રદ્ધારામનો ઉછેર ધાર્મિક માહોલમાં થયો હતો. તે નાની ઉંમરમાં જ ધાર્મિક ગ્રંથો વિષે ઘણું બધું જાણી ગયા હતા. તેમનું જ્ઞાન જોઈને લોકો ચકિત થઈ ગયા હતા. શ્રદ્ધારામ શર્માના પિતા જયદયાલુ શર્મા એક જ્યોતિષ હતા. તેમણે પોતાના દીકરાનું જ્ઞાન જોઈને કહ્યું હતું કે, તે નાની ઉંમરમાં જ નામ ઉજ્વળ કરશે.

સાચી સાબિત થઈ પિતાની ભવિષ્યવાણી :

પિતાના રસ્તે ચાલીને પંડિત શ્રદ્ધારામ પણ જ્યોતિષમાં મન લગાવવા લાગ્યા. તેમને હિંદી, સંસ્કૃત, અરબી અને ફારસી ભાષાનું ઘણું જ્ઞાન હતું. 11 વર્ષની ઉંમરમાં તેમણે આ બધી ભાષાઓ નિશાળમાં ગયા વગર શીખી લીધી હતી. એટલું જ નહિ, થોડા સમયમાં જ તેમને પંજાબી સાહિત્યના પિતૃપુરુષની ઉપાધી પણ આપવામાં આવી. કહેવામાં આવે છે કે 1866 માં તેમણે ગુરુમુખીમાં ‘પંજાબી વાતચીત’ અને ‘શિખો દે રાજ દી વિથિયા’ જેવા પુસ્તક પણ લખ્યા હતા.

પંડિત શ્રદ્ધારામ ફક્ત ધાર્મિક વસ્તુઓમાં જ આગળ ન હતા, પણ તે સામાજિક મુદ્દા પર પણ ખુલીને અવાજ ઉઠાવતા હતા. તે ફક્ત 30 વર્ષના હતા જયારે તેમણે 1870 માં ‘ૐ જય જગદીશ હરે’ આરતી લખી હતી. આ આરતી પહેલી વખત મનોજ કુમારની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ માં ઉપયોગમાં લેવામાં આવી અને તેણે બધાના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી.

આટલી ઉત્તમ આરતી માટે રચયિતાનો ખુબ ખુબ આભાર.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.