ૐ જય જગદીશ હરે આરતીના પાઠથી મેળવો દરેક દુઃખોથી છુટકારો.

0
468

ભગવાન વિષ્ણુ કરશે તમારા બધા દુઃખને દૂર, જો રોજ આ રીતે કરશો ‘ૐ જય જગદીશ હરે’ આરતીનો પાઠ. ૐ જય જગદીશ હરે, આરતીના પાઠ હિંદુ ધર્મમાં નિષ્ઠા રાખવા વાળા દરેક વ્યક્તિ કરે છે. આ સૌથી પ્રચલિત હિંદુ આરતીઓ માંથી એક છે. આ આરતીમાં ભગવાન વિષ્ણુના ભક્તો દ્વારા કામના કરવામાં આવે છે કે તે તેમના તમામ દુઃખો દુર કરવા. આજે અમારા આ લેખમાં અમે તમને તે આરતી સાથે જોડાયેલી મહત્વની જાણકારી આપીશું સાથે આ લેખમાં તમને સંપૂર્ણ આરતી પણ મળશે.

ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે
ભક્તજનો કે સંકટ ક્ષણ મેં દૂર કરે … ઓમ જય

જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બિનસે મનકા
સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મિટે તન કા … ઓમ જય

માત પિતા તુમ મેરે, શરણ ગ્રહુ કિસકી
તુમ બિન ઓર ન દુજા, આશ કરું મૈં જીસકી … ઓમ જય

તુમ પુરણ પરમાત્મા, તુમ અંતરયામી
પાર બ્રહ્મ પરમેશ્વર, તૂમ સબકે સ્વામી … ઓમ જય

તુમ કરુણા કે સાગર, તુમ પાલનકર્તા
મૈં સેવક તુમ સ્વામી, કૃપા કરો ભર્તા … ઓમ જય

તુમ હોં એક અગોચર, સબકે પ્રાણ પતિ
કિસ બિધ મિલુ દયામય, તૂમકો મૈં કુમતિ … ઓમ જય

દિનબંધુ દુઃખ હર્તા, તુમ રક્ષક મેરે
કરુણા હસ્ત બઢાઓ, દ્વાર ખડા તેરે … ઓમ જય

વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા
શ્રદ્ધા ભક્તિ બઢાઓ, સંતન કી સેવા … ઓમ જય

તન મન ધન સબ હૈ તેરા, સ્વામી સબકુછ હૈ તેરા
તેરા તુજકો અર્પણ, ક્યા લાગે મેરા … ઓમ જય

પરબ્રહ્મ કી આરતી જે કોઈ ગાવે, સ્વામી જે ભાવે ગાયે,

કહેત શીવાનંદ સ્વામી, જપત હરીહર સ્વામી,

મન વાંછીત ફલ પાવે… ૐ જય જગદીશ હરે…

ઓમ જય જગદીશ હરે આરતીનું મહત્વ : આ આરતી સૃષ્ટિનું પાલન કર્તા માનવામાં આવતા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગાવામાં આવે છે. આ આરતી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધી જળવાઈ રહે છે. જે પણ વ્યક્તિ દરરોજ આ આરતીના પાઠ કરે છે, તેને કરુણાના સાગર કહેવાતા ભગવાન વિષ્ણુ આશીર્વાદ આપે છે.

તેના પાઠ કરવાથી ખરાબ સંગતીથી વ્યક્તિને છુટકારો મળે છે, સાથે જ કૌટુંબિક જીવન પણ સારું જળવાઈ રહે છે. સાથે જ મનોવંછિત ફળની પાપ્તી માટે પણ આ આરતી ગાવામાં આવે છે. એકાદશીના દિવસે વ્રત રાખ્યા પછી જો આ આરતીનું શ્રદ્ધાપૂર્વક પાઠ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે.

કેવી રીતે કરવી ભગવાન વિષ્ણુની પૂજા? ઓમ જય જગદીશ હરે એક એવી આરતી છે જેનું લગભગ દરેક શ્રદ્ધાળૂ, ભક્તોએ જીવનમાં ક્યારેકને ક્યારેક પાઠ કર્યા હોય છે. આ આરતીના દરરોજ જાપ કરવા માટે નીચે જણાવેલ વિધિ અપનાવવી જોઈએ.

દરરોજ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન ધ્યાન કરો અને ત્યાર પછી આ આરતીના પાઠ કરો. પાઠ કરતા પહેલા ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે ધૂપ અને દીવા પ્રગટાવો અને શક્ય હોય તો ભગવાન વિષ્ણુને ફૂલ અર્પણ કરો. આરતી કર્યા પછી અઠવાડિયામાં ઓછામાં ઓછા એક દિવસ લોકોમાં પ્રસાદ જરૂર વહેચો. તેની સાથે જ એકાદશીના દિવસે જો તમે વ્રત રાખો છો, તો તે દિવસે સાંજના સમય સહપરિવાર આ આરતીના પાઠ કરવા શુભ માનવામાં આવે છે.

ઓમ જય જગદીશ હરે આરતીથી લાભ : ભગવાન વિષ્ણુના ગુણગાન કરવા વાળી આ આરતી વ્યક્તિને ઘણું શુભ ફળ પ્રદાન કરે છે. આ આરતીથી થતા લાભ વિષે નીચે જણાવવામાં આવ્યું છે.

આ આરતીના પાઠ કરવાથી વ્યક્તિમાં વિવેક જાગે છે અને તે ખરાબ કર્મોથી દુર રહેવાનું શરુ કરી દે છે. તેની સાથે જ ધન સંપત્તિની પ્રાપ્તિ માટે પણ આ આરતીના પાઠ કરવા શુભ માનવામાં આવે છે. જે લોકો આધ્યાત્મિક ક્ષેત્રમાં છે અને આ ક્ષત્રમાં આગળ વધવા માંગે છે, તેમના માટે પણ આ આરતી શુભ ફળદાયક હોય છે. આ આરતીના સતત પાઠથી ભગવાન વિષ્ણુ વ્યક્તિને મોહ માયાની જંજાળ માંથી કાઢીને સત્યનો આભાસ કરાવે છે. આ આરતી કરવાથી વ્યક્તિ ભય માંથી મુક્ત થાય છે. તેની સાથે જ આત્મવિશ્વાસની ખામી જે લોકોમાં છે તેને પણ આ આરતી કરવી જોઈએ.

ઓમ જય જગદીશ હરે આરતીનો સંક્ષિપ્ત અર્થ : આ આરતીમાં ભક્ત ભગવાન વિષ્ણુને નમન કરીને, એ કામના કરે છે કે વિષ્ણુ ભગવાન તેના દુઃખો અને મુશ્કેલીઓ દુર કરે, કેમ કે વિષ્ણુ ભગવાન ભક્તોના સંકટ દુર કરવા વાળા છે. જે પણ વ્યક્તિ તેની આરાધના કરે છે તેને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને દુઃખો માંથી છુટકારો મળે છે.

ભગવાન વિષ્ણુ અંતરયામિ છે અને તે તેના ભક્તો ઉપર માતા પિતા જેવી કૃપા કરે એ કામના પણ આરતીમાં કરવામાં આવી છે. આ આરતી દ્વારા ભક્ત ભગવાનને કામના કરે છે કે તેના વિષય-વિકારોને વિષ્ણુ ભગવાન દુર કરે. આ આરતીને જે પણ વ્યક્તિ સાચા મનથી કરે છે તેને મનોવાંછીત ફળની પ્રાપ્તિ થાય છે.

ભગવાન વિષ્ણુની આ આરતી તમામ આરતીઓમાં સૌથી પ્રચલિત છે. તે રોજ નિયમિત કરવાથી વ્યક્તિનું મન શુદ્ધ થાય છે. સાથે જ સંસારની વાસ્તવિકતાથી પણ માહિતગર થાય છે. ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર માનવામાં આવે છે, ભગવાન રામ અને કૃષ્ણ પણ તેના અવતાર હતા. પોતાના અલગ અલગ અવતારોમાં જેમણે જગતની બુરાઈઓને દુર કરવાનો પયત્ન કર્યો છે. એટલા માટે ભક્તોને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાપૂર્વક પૂજા જરૂર કરવી જોઈએ. તેની આ આરતીના પાઠથી વ્યક્તિને આત્મજ્ઞાન પણ થાય છે, એટલા માટે આ આરતી ઘણી શુભ માનવામાં આવે છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.