“ૐ નમઃ શિવાય” – આ મહા મંગલકારી મંત્રની સરસ મજાની ધૂન ગાઈને મેળવો શિવજીના આશીર્વાદ.

0
1623

છે મંત્ર મહા મંગલકારી ૐ નમઃ શિવાય (૨)

એ જાપ જપો સહુ નરનારી ૐ નમઃ શિવાય (૨)

એ મંત્રથી રામ વિજયને વર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા

કરી પૂજાને શિવ પ્રસન્ન થયા, ૐ નમઃ શિવાય (૨)

ગંધર્વો જેનું ગાન કરે, સનકાદિક એ રસપાન કરે,

શ્રીવ્યાસ સદા મુખથી ઉચરે, ૐ નમઃ શિવાય (૨)

યમ, કુબેર, ઇન્દ્રાદિક દેવો, કહે મંત્ર સદા જપવા જેવો,

શ્રદ્ધા રાખી શિવને સેવો, ૐ નમઃ શિવાય (૨)

એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે, વળી તન મનનાં સો તાપ ટળે,

છેવટે મુક્તિનું ધામ મળે, ૐ નમઃ શિવાય (૨)

એ મંત્ર સદા છે સુખકારી, ભવસાગરથી લેશે તારી,

પ્રેમે બોલો સૌ નરનારી, ૐ નમઃ શિવાય (૨)

શિવ શંકરનું સૌ ધ્યાન ધરો, મનવાંચ્છિત ફળને પ્રાપ્ત કરો,

વળી પરમાનંદનો આનંદ પ્રાપ્ત કરો, ૐ નમઃ શિવાય (૨)

છે મંત્ર મહા મંગલકારી ૐ નમઃ શિવાય (૨)

એ જાપ જપો સહુ નરનારી ૐ નમઃ શિવાય (૨)

ૐ નમઃ શિવાય…. ૐ નમઃ શિવાય…. ૐ નમઃ શિવાય