એયરપોર્ટ પર મહિલાએ પોતાની બાળકીને કમાન્ડો તરફ ફેંકી, પછી તે મહિલા સાથે જે થયું તે તમને ધ્રુજાવી દેશે.

0
925

લઘુકથા કમાન્ડો – 2 :

(આગળના ભાગમાં આપણે જાણ્યું કે, કઈ રીતે કાબુલ એયરપોર્ટ પર એક મહિલાએ પોતાની બાળકીને તારની વાડની બીજી તરફ ઉભેલા કમાન્ડો તરફ ફેંકી. તે પછી તે મહિલાનું શું થયું તે જાણીએ.)

હવામાં ઉછાળેલી સબાનાને કમાન્ડોએ સલામત ઝીલી લીધી. એ જોઈ સમશાદ દુરના ટોળામાં ભળી ગઈ. બધાની વચ્ચે એક તુટેલા થાંભલાને ટેકે બેસી ગઈ. આંખો બંદ કરી એ બિલાવલને યાદ કરવા લાગી.

“તમે આપણી બેટીને જોઈ જ નથી. બડી ખુબસુરત છે. અમારા બેયના જીવને જોખમ હતું. મેં એને સલામત હાથોમાં સોંપી છે. હવે મારું જે થાય. તે..”

એની નજર સામે ભૂતકાળની ઘટનાઓ આવવા લાગી.

બિલાવલ સાથે શાદી થઈ. સુખના દિવસો હતા. એ સગર્ભા થઈ.

બિલાવલને સરકારી નોકરી હતી. એ વફાદારીથી કામ કરતો એ આ તંક વાદીઓને પસંદ ન હતું.

એક દિવસ આ તંક વાદી હુમલો થયો. સમશાદની નજર સામે બિલાવલને વીંધી નાખ્યો. સમશાદની આંખે પાટા બાંધી દુરના મુલ્કમાં ઉપાડી ગયા. એક આ તંકી યાકુબે જ બર દસ્તીથી શાદી કરી, ઘરમાં ગુલામ બનાવી રાખી. ત્યાં બીજી બે ઔરતો પણ હતી. સમશાદને પણ એની જેમ જી સ્મની હ વસનું રમકડું બનાવી દીધી.

પ્રતીકાત્મક ફોટો

સબાના જન્મી. યાકુબને ખબર હતી કે, આ મારી ઔલાદ નથી. સમશાદ બેટીને યાકુબથી દુર જ રાખતી. એને ઈતબાર ન હતો. એનું મન કહેતું.. ‘આ તો શયતાન છે. એની નજર બગડતા વાર નહીં.’

યુ ધફાટી નિકળ્યું. યાકુબ લડાઈમાં ગયો.

સમશાદ લાગ જોઈને, સબાનાને લઈને ઘરેથી ભાગી નિકળી અને કાબુલ હવાઈ મથક પર અંદર જવાની રાહ જોતાં લોકોના ટોળા વચ્ચે અત્યારે બેઠી હતી.

હવાઈ મથકની અંદરથી અને બહારથી વારંવાર જાહેરાત થતી હતી “જેની પાસે કાયદેસર કાગળો હોય, તે જ અંદર આવી શકશે. બાકીના પાછા જતા રહે.”

સમશાદ પાસે કંઈ કાગળો ન હતા. બીજા કોઈ દેશના વિમાનમાં જવાનું મળે તેમ હતું નહીં. એણે મનસુબો ફેરવ્યો.

“બિલાવલ.. હું તમારી પાસે આવું છું.”

એ ઉભી થઈ. દુર બે હથી આરબંધ આ તંકી ઉભા હતા. એના તરફ એ ચાલી.

આ તકીએ હુકમ કર્યો.. “હિઝાબ ઠીક કર.. મોં ઢાંક.. પરદા કર..”

સમશાદે હિઝાબ કાઢીને ફેંકી દીધો. સામે ચાલતી જ રહી.

આ તંકીની ગોરી ઓ છુટી… બિલાવલની જેમ.. સમશાદ વીં ધાઈ ગઈ.

– જયંતીલાલ ચૌહાણ ૨૭-૮-૨૧

પ્રતીકાત્મક ફોટાઓ