શુભ પ્રસંગે અંગ્રેજ માણસ બની શુભકામના આપતા પહેલા ભાષા અને સંસ્કૃતિનો આ લેખ એકવાર વાંચી લેજો.

0
457

આખી દુનિયાના મુસ્લિમ ભાઈઓ તેમના ઈદના દિવસે ક્યારેય HAPPY EID એવું નથી કહેતા.

તે ઈદ મુબારક જ કહે છે.

ખ્રિસ્તીઓ તેમના ક્રિસમસના દિવસે ક્યારેય હેપી ક્રિસમસ કહેતા નથી.

તેઓ મેરી ક્રિસમસ જ કહે છે.

હેપ્પી દિવાળી,

હેપ્પી નવરાત્રી,

હેપ્પી દશેરા

હેપ્પી બર્થડે

હેપ્પી હોલી…

ફક્ત આપણે હિન્દુઓ જ આવા અંગ્રેજી શબ્દો બનાવીએ છીએ.

કારણ કે, “શુભ દિવાળી”

“શુભ દશેરા”

“જન્મ દિવસની શુભકામના”

આવા શબ્દો બોલવામાં આપણને ઓછપ લાગે છે.

શા માટે આવું થઈ રહ્યું છે?

એનું એકમાત્ર કારણ છે ધર્મશિક્ષણનો અભાવ!

જો આપણી પાસે ધર્મનું શિક્ષણ હોત, તો આપણે આવું બોલતા થોડોક વિચાર કરત.

આપણને આપણી ભાષા પર ગર્વ હોત, જો આપણને ખરેખર ધર્મશિક્ષણ મળ્યું હોત.

યાદ રાખો કે આપણી ભાષા એ આપણી સાચી ઓળખ છે.

આપણી ભાષા એજ આપણી સંસ્કૃતિ છે, આપણી ભાષા એ આપણા સંસ્કાર છે અને આ જ ભાષા સાથે આપણો ધર્મ જોડાયેલો છે.

કોઈ એ સાચે જ કહ્યું છે,

ભાષા રક્ષતિ, રક્ષિત:

એટલે કે તમે ભાષાની રક્ષા કરો, તો ભાષા પણ તમારું રક્ષણ કરશે.

હજી કઈ મોડું થયું નથી !

કરવી હોય તો હવે શરૂઆત કરી શકીએ..

શુભ દશેરા અથવા દશેરાની શુભેચ્છા કહેવાની.

શુભ દિવાળી અથવા દિવાળીની શુભેચ્છા કહેવાની.

આપણે જ પહેલ કરવી પડશે.

જાગ્યા ત્યારથી સવાર.

આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર અને આપણા ધર્મના સાચા રક્ષકો આપણે જ બનવાનું છે.

લેખક – અજ્ઞાત.

(સાભાર પ્રકાશ ઓઝા અમર કથાઓ ગ્રુપ)