મહાપુણ્યદાયી અખાત્રીજ પર આ કામ કરીને મેળવી શકો છો રાજસૂય યજ્ઞનું ફળ, જાણો શું કરવું?

0
296

અખાત્રીજ પર મહા મુહૂર્તમાં કરો આ કામ અને રાશિ અનુસાર કરો મંત્રનો જાપ, તો મળશે અક્ષય લાભ.

વર્ષના શ્રેષ્ઠ દિવસોમાંથી એક છે વૈશાખ શુક્લપક્ષની ત્રીજ, જેને આપણે બધા અખાત્રીજ તરીકે જાણીએ છીએ. આ વર્ષે તે 22 એપ્રિલ, શનિવારે ઉજવવામાં આવશે. વેદ વાક્ય છે કે, ‘ન ​​ક્ષય: ઇતિ અક્ષય:’ એટલે જેનો ક્ષય થતો નથી તે અક્ષય છે. સનાતન ધર્મ ગ્રંથો અનુસાર, અખાત્રીજ (અક્ષય તૃતીયા), વસંત પંચમી અને વિજયાદશમી એ વર્ષના સર્વશ્રેષ્ઠ મુહૂર્ત હોય છે. આ મુહૂર્તોમાં કરવામાં આવેલ કોઈપણ પ્રકારના શુભ કે અશુભ કાર્યનું ફળ નિષ્ફ્ળ નથી થતું. એટલે કે, જો તમે સારા કાર્યો કરો છો, તો તમને સારું પરિણામ પણ મળે છે.

જો તમે અપ્રિય કર્મ કરો છો, તો તે એ જ રૂપમાં આજીવનભર તમારો પીછો કરશે કારણ કે આ તિથિ અખંડ ફળ આપવારી છે. તમારા કર્મો શુભ હોય કે અશુભ, તેનું ફળ તમને આજીવન મળશે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક જીવે આ ક્ષણોમાં પોતાના કર્મ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, તર્પણ અને કોઈપણ પ્રકારનું દાન જેવા જે પણ કાર્યો કરવામાં આવે છે, તે તમામ પુણ્યકારી બને છે. આ તિથિ તમામ પાપોનો નાશ કરનારી અને તમામ સુખ પ્રદાન કરનારી માનવામાં આવે છે. જો આ દિવસે રોહિણી નક્ષત્ર હોય અને બુધવાર હોય તો તે વધુ ફળદાયી બને છે.

અખાત્રીજ પર્વનું મહત્વ : વર્તમાન ‘કલ્પ’માં માતા પાર્વતીએ મનુષ્યના કલ્યાણ માટે આ તિથિ બનાવી હતી અને પોતાની શક્તિ આપીને તેને વિશેષ બનાવી હતી. માતા કહે છે કે જે જીવો તમામ પ્રકારના સાંસારિક સુખ અને ઐશ્વર્ય ઈચ્છે છે તેમણે ‘આ ત્રીજ’નું વ્રત અવશ્ય પાળવું જોઈએ. આ દિવસે વ્રત કરનારે મીઠું ન ખાવું જોઈએ. વ્રતનો મહિમા વર્ણવતા માતાજી કહે છે કે આ વ્રત કરવાથી હું દરેક જન્મમાં ભગવાન શિવ સાથે પ્રસન્ન રહું છું.

દરેક કુંવારી યુવતીએ શ્રેષ્ઠ પતિ મેળવવા માટે આ વ્રતનું પાલન કરવું જોઈએ. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે સમર્થ નથી તેઓ પણ આ વ્રત કરી સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે. આ વ્રત કરવાથી દેવી ઈન્દ્રાણીને ‘જયંત’ નામનો પુત્ર મળ્યો. દેવી અરુંધતી પણ તેમના પતિ મહર્ષિ વશિષ્ઠ સાથે આ વ્રતનું પાલન કરીને આકાશમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવામાં સક્ષમ રહ્યા હતા. પ્રજાપતિ દક્ષની પુત્રી રોહિણીએ આ વ્રત કર્યું અને તે પોતાના પતિ ચંદ્રદેવની સૌથી પ્રિય રહી. તેણે આ વ્રત મીઠું ખાધા વગર જ રાખ્યું હતું.

આ મહા મુહૂર્તમાં કરવાના કાર્યો :

આ પરમ સિદ્ધ અબુજ મુહૂર્તમાં તમામ પ્રકારના શુભ કાર્યો જેવા કે ભૂમિપૂજન, ધંધો શરૂ કરવો, ગૃહપ્રવેશ, પુષ્ય નક્ષત્રની ગેરહાજરીમાં વૈવાહિક કાર્ય, જનોઈ વિધિ, નવા કરાર પર હસ્તાક્ષર અને નામકરણ વગેરે કરી શકાય છે. આ દિવસે જીવોએ ભગવાન વિષ્ણુ અને માતા શ્રીમહાલક્ષ્મીની મૂર્તિની સુગંધ, ચંદન, અક્ષત (ચોખા), ફૂલ, ધૂપ, દીવો, નૈવેદ્ય વગેરેથી પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને ગંગાજળ અને અક્ષતથી સ્નાન કરાવવામાં આવે તો માણસને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે.

તમામ રાશિઓ માટે અખાત્રીજના મંત્રો : શાસ્ત્રો અનુસાર અખાત્રીજ પર આ મંત્રોનો જાપ પોતાની રાશિ પ્રમાણે કરવાથી વ્યક્તિ માતા પાર્વતીના અપાર આશીર્વાદ મેળવી શકે છે.

મેષ – ૐ સૃષ્ટિ રૂપાયૈ નમઃ।

વૃષભ – ૐ શક્તિ રૂપાયૈ નમઃ।

મિથુન – ૐ અન્નપૂર્ણાયૈ નમઃ।

કર્ક – ૐ વેદ રૂપાયૈ નમઃ।

સિંહ – ૐ ગૌર્યૈ નમઃ।

કન્યા – ૐ કાલ્યૈ નમઃ।

તુલા – ૐ શંકરપ્રિયાયૈ નમઃ।

વૃશ્ચિક – ૐ વિશ્વધારિણ્યૈ નમઃ।

ધનુ – ૐ પાર્વત્યૈ નમઃ।

મકર – ૐ ઉમાયૈ નમઃ।

કુંભ – ૐ કોટર્યૈ નમઃ।

મીન – ૐ ગંગાદેવ્યૈ નમો નમઃ।

રૂદ્રાક્ષ, સફેદ મોતી, કાળા મોતી, કેરુવા, કમલકાકડી, તુલસી, લાલ ચંદન અને સફેદ ચંદન વગેરેથી માળાથી મંત્રનો જાપ કરી શકાય છે. આમાંથી કોઈપણ માળાથી કરવામાં આવેલ જાપ અસરકારક રહે છે, જો માળા ન મળે તો કરમાળાથી પણ જાપ કરી શકાય છે.

પૂર્વ ભારતમાં 23 મીએ અખાત્રીજ : પૂર્વ ભારતના રાજ્યો, પૂર્વ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, આસામ અથવા કોઈપણ જગ્યાએ જ્યાં આ દિવસે સૂર્યોદય 5:15 મિનિટ પહેલાં થશે, ત્યાં ‘અખાત્રીજ’ તિથિ 23 એપ્રિલ, રવિવારના રોજ ત્રિમૂર્તિ હશે, તેથી તે વિસ્તારોમાં તે સ્થળો પર આ તહેવાર 23 એપ્રિલ, રવિવારે જ ઉજવવામાં આવશે. તમે સ્થાનિક સૂર્યોદયના આધારે જ આ નક્કી કરી શકો છો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.