સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે કરો આ વસ્તુઓનું દાન, નહીં આવે કાર્યમાં કોઈ અડચણ, મળશે સફળતા.

0
227

જો તમારા કામમાં મુશ્કેલીઓ આવી રહી છે, તો રવિવારે કરો આ ઉપાય, ખુલી જશે ભાગ્ય.

ધાર્મિક રીતે દરેક દિવસ એક અથવા બીજા દેવતાને સમર્પિત હોય છે. ગ્રહોના રાજા સૂર્યદેવની પૂજા માટે રવિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્યની કૃપાથી વ્યક્તિ તેજસ્વી બને છે. જીવનમાં પ્રગતિ થાય. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે.

જો તમારી કુંડળીમાં સૂર્ય ભગવાન મજબૂત સ્થિતિમાં હોય તો જીવનમાં સુખ, ધન, સમૃદ્ધિ અને કીર્તિ અવશ્ય આવે છે. પરંતુ જ્યારે સૂર્ય દેવ નિર્બળ અથવા પીડિત સ્થિતિમાં હોય છે, ત્યારે વ્યક્તિ બીમાર થઈ જાય છે. ધનહાનિ થવા લાગે છે. કામમાં અનેક પ્રકારની અડચણ આવવા લાગે છે. રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ આ ઉપાયો વિશે.

સૂર્યદેવને અર્ધ્ય આપો : રવિવારે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. આ પછી સૂર્યદેવનું સ્મરણ કરો અને તેમને અર્ઘ્ય અર્પણ કરો. આ દરમિયાન ૐ સૂર્યાય નમ:, ૐ વાસુદેવાય નમ:, ૐ આદિત્ય નમ: મંત્રોના જાપ કરો. તેનાથી સૂર્યદેવ પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

આ વસ્તુઓનું દાન કરો : સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે રવિવારે ગોળ, દૂધ, ચોખા અને કપડાંનું દાન કરવું શુભ છે. આના કારણે તમારા કોઈપણ કાર્યમાં કોઈ અડચણ નહીં આવે અને તમને સફળતા મળશે.

દેશી ઘી નો દીવો પ્રગટાવો : સૂર્યદેવની કૃપા મેળવવા માટે રવિવારે દેશી ઘી નો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય ભગવાનની સાથે સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

ચંદનનું તિલક લગાવો : સૂર્યદેવની કૃપા મેળવવા માટે રવિવારે ચંદનનું તિલક લગાવવું ફાયદાકારક છે. આ સાથે લાલ રંગના કપડા પહેરવા પણ શુભ છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.