આ તારીખે છે શનિ જયંતિ, આ રીતે કરો શનિ દેવની પૂજા અને મેળવો તેમના આશીર્વાદ.

0
1095

શનિ જયંતિ પર 30 વર્ષ પછી બની રહ્યો છે અદ્દભુત સંયોગ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને પૂજન વિધિ.

વૈશાખ માસની અમાસની તિથિએ શનિ જયંતિ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો. ત્યારથી આ દિવસને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શનિદેવના ભક્તો આ દિવસે વ્રત રાખે છે અને વિધિ-વિધાનથી શનિદેવની પૂજા કરે છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી શનિ દોષથી પણ મુક્તિ મળે છે. આ વખતે શનિ જયંતિ 30 મે, સોમવારે ઉજવવામાં આવશે. શનિ જયંતિ પર આ વખતે એક ખાસ સંયોગ પણ બની રહ્યો છે.

શનિ જયંતિ પર 30 વર્ષ પછી અદભૂત સંયોગ :

આ વર્ષે શનિ જયંતિનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે શનિ જયંતિ પર સોમવતી અમાસ પણ ઉજવવામાં આવશે. લગભગ 30 વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે. આ દરમિયાન શનિદેવ કુંભ રાશિમાં રહેશે અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે.

શનિ જયંતિનું શુભ મુહૂર્ત :

30 મે, સોમવારે શનિ જયંતિ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, અમાસ તિથિ 29 મે, રવિવારના રોજ બપોરે 2:54 વાગ્યે શરૂ થશે અને 30 મે, સોમવારે સાંજે 4:59 વાગ્યે સમાપ્ત થશે.

પૂજા વિધિ :

શનિ જયંતિ પર શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરવું. શનિદેવની મૂર્તિને તેલ, ફૂલની માળા અને પ્રસાદ ચઢાવો. તેમના ચરણોમાં કાળી અડદ અને તલ અર્પણ કરો. આ પછી તેલનો દીવો પ્રગટાવીને શનિ ચાલીસાનો પાઠ કરો અને વ્રતનો સંકલ્પ કરો. શનિ જયંતિના દિવસે ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે દાન કાર્ય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે.

સામાન્ય રીતે શનિદેવને લઈને લોકોમાં ડર જોવા મળે છે. એવી ઘણી માન્યતાઓ છે કે શનિદેવ લોકોને ફક્ત નુકસાન પહોંચાડે છે. પરંતુ સત્ય આનાથી ઘણું અલગ છે. શાસ્ત્રો અનુસાર શનિદેવ વ્યક્તિના કર્મો અનુસાર તેની સજા નક્કી કરે છે. શનિની સાડાસાતી અને ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) વ્યક્તિને તેના કાર્યોના આધારે જ ફળ આપે છે.

આ શનિ મંત્રનો જાપ કરો :

ઓમ શં અભયહસ્તાય નમઃ

ઓમ શં શનૈશ્ચરાય નમઃ

ઓમ નીલાંજનસમાભામસં રવિપુત્રં યમાંગ્રજં છાયામાંર્ત્તળડસંભૂતં તં નમામિ શનૈશ્ચરમ્

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.