પહેલા 25 પૈસામાં કેટલી ખુશીઓ મળતી હતી તે ફરીથી યાદ કરવા આ રચના વાંચો.

0
712

આજે કબાટમાંથી પચ્ચીસ પૈસાનો જુનો સિક્કો મળ્યો,

જાણે ખોવાયલા બાળપણનો એક હિસ્સો મળ્યો;

શું નહિ મળતું હતું એ પચ્ચીસ નાં સિક્કા માં?

ચોક થી સ્કુલ સુધી બસ ની રીટર્ન ટીકીટ મળતી હતી.

આખું જમરૂખ ને ઢગલા બંધ કેરી ની ચીરીઓ મળતી હતી,

લીલી વરીયાળી, બોર, આમલા ની લિજ્જત મળતી હતી,

રંગબેરંગી પીપર મીંટ ચોકલેટ ને ચૂરણ ની ગોળીયો મળતી હતી,

અર્ધો કલાક ભાડે થી સાયકલ મળતી હતી,

લખોટી, ભમરડા ને ટીકડી ફટાકડી મળતી હતી,

પતંગ દોરીની લચ્છી ને સિગરેટ નાં ખોખા ની થપ્પી મળતી હતી,

અણીદાર પેન્સિલ ને સુગંધી રબર ની જોડી મળતી હતી,

બરફ ના ગોળા ને ઠંડા શરબત ની જયાફત મળતી હતી,

રબર વાળી કુલ્ફી ને ક્વોલીટી ની કેન્ડી મળતી હતી,

C બાયોસ્કોપ માં દસ મિનીટ ની ફિલ્મ જોવા મળતી હતી,

યાદ કરો મિત્રો; પચ્ચીસ પૈસા માં સો ગણી વસ્તુઓ મળતી હતી,

નાની નાની વસ્તુઓ માં અઢળક ખુશીયો મળતી હતી.

– અનામી. (હર્ષદભાઈના બ્લોગ પરથી)