એક ભાઈએ કહ્યું મારી પત્ની અને મારે રોજ ઝગડા થાય છે, આ સમસ્યાનો કોઈ ઉકેલ છે, સંતે જણાવ્યો તેનો ઉપાય.

0
904

પતિ અને પત્ની વચ્ચે ઝગડા થવા સામાન્ય વાત છે. આ ઝગડા સમયસર ઉકેલાઈ જાય તો સારું રહે છે. જો ઝગડા લાંબા સમય સુધી ચાલતા રહે તો સંબંધોમાં કડવાશ ઉભી થઇ શકે છે અને છૂટાછેડા પણ થઇ શકે છે. ઘણી વખત પતિ પત્ની વચ્ચે ઝગડાનું કારણ ઘણું નાનું હોય છે, પણ તે તેને સમજણપૂર્વક ઉકેલી નથી શકતા. તેથી આજે અમે તમને સંત કબીરદાસની લાઈફ મેનેજમેન્ટની કેટલીક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે તમારા ગ્રહસ્થ જીવનને ખુશ રાખી શકો છો.

શિષ્યએ પૂછ્યો પત્ની સાથે ઝગડા ખતમ કરવાનો ઉપાય : સંત કબીર પોતાના જમાનામાં શિષ્યો અને અન્ય લોકોને ઉપદેશ આપતા હતા. એક દિવસ સંત કબીર લોકોને પ્રવચન આપી રહ્યા હતા. તેમનું પ્રવચન સમાપ્ત થયા પછી એક વ્યક્તિ કબીરદાસ પાસે જાય છે. તે કબીરદાસજીને કહે છે કે, મારી પત્ની સાથે મારે રોજ ઝગડો થાય છે. મારી આ સમસ્યા કેવી રીતે દુર થઇ શકે છે? મહેરબાની કરીને કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારું લગ્નજીવન સુખી બની જાય.

કબીરદાસજીએ આપ્યું જીવંત ઉદાહરણ : શિષ્યનો સવાલ સાંભળીને કબીરદાસજી થોડી વાર મૌન રહ્યા. પછી તેમણે પોતાની પત્નીને કહ્યું જાવ ફાનસ સળગાવીને લઇ આવો. તેમની પત્નીએ એવું જ કર્યું. તે જોઈને ત્યાં બેઠેલા વ્યક્તિ વિચારમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે અત્યારે તો બપોરનો સમય છે, છતાં પણ ફાનસ કેમ મંગાવ્યું?

થોડી વાર પછી કબીરદાસે તેમની પત્નીને કહ્યું મારા માટે ખાવામાં કાંઈક ગળ્યું લઇ આવો. તેમના પત્ની અંદર ગયા અને નમકીન લાવીને કબીરદાસને આપીને જતા રહ્યા.

પછી કબીરદાસે તે વ્યક્તિને પૂછ્યું કે, શું તમને હવે તમારી સમસ્યાનો ઉકેલ મળી ગયો? એટલે તે વ્યક્તિએ કહ્યું કે હે ગુરુદેવ મને તો કાંઈ સમજાયું નહિ. તમે તો હજુ સુધી મને કાંઈ જણાવ્યું જ નથી.

આંતરિક તાલમેલથી નથી થતા ઝગડા : કબીરદાસે કહ્યું જ્યારે મેં મારી પત્ની પાસે ફાનસ મંગાવ્યું ત્યારે તેમણે કોઈ પ્રશ્ન ન કર્યો. તે પૂછી શકતી હતી કે આટલી બપોરે ફાનસનું શું કરશો? પણ તેમણે એ ન પૂછ્યું. તેમણે વિચાર્યું કે, જરૂર કોઈ કામ માટે જ ફાનસ મંગાવ્યું હશે. એટલા માટે તે ચુપચાપ ફાનસ આપીને જતા રહ્યા.

કબીરજીએ આગળ જણાવ્યું – થોડી વાર પછી મેં મારી પત્ની પાસે ખાવામાં કાંઈક ગળ્યું મંગાવ્યું. તે મને નમકીન આપીને જતા રહ્યા. મેં પણ કોઈ પ્રશ્ન ન કર્યો. કેમ કે બની શકે છે કે ઘરમાં કાંઈ ગળ્યું ન હોય એટલા માટે તેમણે મને નમકીન આપી દીધું. એટલા માટે હું પણ ચુપ રહ્યો. જો પતિ પત્ની વચ્ચે યોગ્ય આંતરિક તાલમેલ હોય તો ઝગડા નથી થતા. આપણે એક બીજાની ભાવનાઓને સમજવી જોઈએ. જેવી સ્થિતિ હોય તે મુજબ વ્યવહાર કરવો જોઈએ. તેનાથી ઝગડા નથી થતા.

કબીરદાસજીએ આગળ જણાવ્યું કે, જો પતિથી કોઈ ભૂલ થઇ જાય તો પત્નીને તેને ઠીક કરી દેવી જોઈએ. અને પત્ની કોઈ ભૂલ કરી દે તો પતિ તેને ઠીક કરી શકે છે. આ રીતે તાલમેલ જાળવી રાખવો જોઈએ. તે સુખી, શાંત અને સફળ જીવનનો મંત્ર છે. જે પતિ પત્ની એ વાતનું ધ્યાન રાખે છે તે હંમેશા ખુશ રહે છે.

આમ તો કબીરદાસજીની આ વાતોથી તમે કેટલા સહમત છો તે અમને કમેન્ટ કરી જરૂર જણાવજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.