સંબંધમાં તકરાર લાવી શકે છે, જ્યારે વસ્તુની એક બાજુ જોઈએ નિર્ણય લો છો, જરૂર વાંચો આ સ્ટોરી

0
905

6 આંધળા હાથી જોવા ગયા, કોઈએ કહ્યું હાથી નળી જેવો, કોઈએ થાંભલા જેવો જણાવ્યો… પછી શું થયું

ક્યારેક આપણે કોઈની અડધી પડધી વાત સાંભળીને દલીલ કરવા મંડી પડીએ છીએ. પોતાને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ છીએ, જ્યારે એક સિક્કાની ઘણી બાજુઓ હોય છે. કદાચ આપણે માત્ર એક બાજુને જોઈ હશે. સત્યને સંપૂર્ણ રીતે જાણવા માટે બીજી બાજુ પણ જોવી જરૂરી છે.

આપણે હંમેશા સાચા હોતા નથી, તેથી આપણે બીજાની આખી વાત ધીરજથી સાંભળવી જોઈએ. બની શકે કે તેણે જે જોયું હોય એ તમે જોઈ શક્યા ના હોય, આજે આ શ્રેણી હેઠળ, અમે તમને એક એવી ઘટના વિશે જણાવી રહ્યા છીએ, જેનો સાર આ છે કે, આપણે હંમેશા સાચા ના હોઈ શકીએ, ક્યારેક ક્યારેક અન્ય લોકોની વાત પણ સાચી હોય છે.

જ્યારે આંધળોઓ ગયા હાથીને જોવા.

એક સમયે એક ગામમાં છ અંધ માણસો રહેતા હતા. તેઓ ખુશીથી સાથે રહેતા હતા. એકવાર તેમના ગામમાં એક હાથી આવ્યો. જ્યારે તેમને આ વાતની ખબર પડી ત્યારે તે પણ એ હાથીને જોવા ગયા, પરંતુ અંધ હોવાને કારણે તેમણે વિચાર્યું કે કદાચ આપણે તે હાથીને જોઈ ભલે ના શકીએ, પરંતુ તેને અડવાથી ચોક્કસ અનુભવ થશે કે હાથી કેવો હોય છે.

ત્યાં પહોંચ્યા પછી, તે બધાએ હાથીને સ્પર્શ કરવાનું શરુ કર્યું. હાથીને સ્પર્શ કરતાં, એક અંધ માણસે કહ્યું, “હાથી એક થાંભલા જેવો છે, હું હવે બરાબર રીતે સમજી ગયો” કારણ કે તેણે હાથીના પગને મહેસુસ કર્યા હતા.

ત્યારે બીજી વ્યક્તિએ હાથીની પૂંછડી પકડીને કહ્યું, “અરે ના, હાથી દોરડા જેવો છે.” પછી ત્રીજી વ્યક્તિએ પણ કહ્યું, “અરે ના, તે તો ઝાડની ડાળી જેવો છે.”

ચોથા વ્યક્તિએ કાનને સ્પર્શ કરીને કહ્યું કે “હાથી મોટા સૂપડા જેવો છે.” પાંચમી વ્યક્તિએ હાથીના પેટ પર હાથ મૂકીને બધાને કહ્યું, “હાથી દિવાલ જેવો છે.” છઠ્ઠા વ્યક્તિએ કહ્યું કે “તે સખત નળી જેવો છે.”

જુદા જુદા મંતવ્યો હોવાને કારણે, દરેકે દલીલ કરવાનું શરૂ કર્યું. દરેક વ્યક્તિ પોતાને સાચો સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમની દલીલ વધુ તીવ્ર બની અને એવું લાગતું હતું કે તેઓ એકબીજા સાથે લડવા લાગશે. એટલામાં એક જ્ઞાની માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો.

તેઓની દલીલ જોઈને તે ત્યાં જ અટકી ગયો અને પૂછ્યું, શું વાત છે, તમે બધા કેમ ઝઘડો છો? તેમણે ચર્ચાનું કારણ બતાવ્યું અને કહ્યું કે “અમે નક્કી કરી શકતા નથી કે હાથી કેવો દેખાય છે?”

સમજદાર માણસે સૌ પ્રથમ શાંતિથી બધાની વાત સાંભળી અને કહ્યું, “તમે તમારી જગ્યાએ બરાબર છો, તમારો અનુભવ અલગ છે કારણ કે તમે બધાએ હાથીના જુદા જુદા ભાગોને સ્પર્શ કરીને અનુભવ્યું.”

તે પછી જ્ઞાની માણસે તેમને સમજાવ્યું, “જો તમે બધા એ જે અનુભવ્યું છે, તેના સિવાય આગળ બીજું કંઈક જોશો, તો તમે સમજી શકશો કે હાથી ખરેખર કેવો છે.”

આંધળોઓને જ્ઞાની માણસની વાત સમજાઈ ગઈ હતી.

લાઈફ મેનેજમેન્ટ : દરેક વસ્તુની બે બાજુ હોય છે. એવું જરૂરી નથી કે આપણે જે જોયું છે તે સાચું હોય, આપણે તેની આસપાસની બાબતો જાણતા નથી, પરંતુ બીજા પણ સાચા હોય છે. તેથી બીજાની વાતને સ્પષ્ટ નકારશો નહિ. કદાચ તે તેમના અનુભવથી સાચું કહી રહ્યા હોય.