1 હજાર વર્ષ જૂનું છે ભારતનું આ મંદિર, કારીગરોએ તેને 103 વર્ષમાં બનાવ્યું હતું, જાણો તેની રોચક વાતો.

0
672

ભગવાન વિષ્ણુના અવતાર શ્રી ચેન્નાકેશવના આ મંદિરમાં દૂર-દૂરથી લોકો આવે છે, જાણો તેની વિશેષતા.

ભારતમાં એવા ઘણા મંદિરો છે જે પોતાની ખાસ કળા માટે જાણીતા છે. આવું જ એક મંદિર કર્ણાટકના હાસન જિલ્લાના બૈલુર નગરમાં પણ છે. તેને શ્રીચેન્નાકેશવ મંદિર કહેવામાં આવે છે.

શ્રી ચેન્નાકેશવને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ હોયસલ વંશના રાજા વિષ્ણુવર્ધને 1104-17 ઇસ. વચ્ચે કરાવ્યું હતું. એટલે કે આ મંદિર લગભગ 1 હજાર વર્ષ જૂનું છે. આ મંદિર સ્થાપત્ય અને મૂર્તિકળાની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ છે.

આ મંદિરની સૌથી મોટી વિશેષતા તેની કલાકૃતિઓ છે. કલાકારે જાણે આ મૂર્તિઓમાં પ્રાણ પૂર્યા હોય એવું લાગે છે. આ મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં પણ સામેલ છે. આ મંદિરની કળાને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે અને તેને જોઈને દંગ રહી જાય છે. જાણો આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો વિશે.

1) ઈતિહાસકારોના મતે આ મંદિર રાજા વિષ્ણુવર્ધને ચોલ વંશ પર વિજયની ખુશીમાં બનાવ્યું હતું. એવી પણ માન્યતા છે કે, આ મંદિરનું નિર્માણ રાજા વિષ્ણુવર્ધન દ્વારા જૈન ધર્મના ત્યાગ અને વૈષ્ણવ ધર્મ અપનાવવાની યાદમાં કરવામાં આવ્યું હતું. આ મંદિર ઇસ 1117 માં પૂરું થયું હતું. આ મંદિરને બનાવવામાં હજારો કારીગરોએ 103 વર્ષનો સમય લીધો હતો.

2) આ મંદિરમાં કુલ 48 મોટા સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ પ્રકારની કલાકૃતિઓ કોતરવામાં આવી છે, જે ખૂબ જ અદભૂત છે. આ મંદિર 178 ફૂટ લાંબુ અને 156 ફૂટ પહોળું છે. મંદિરની પૂર્વ બાજુએ ચાલીસ ઝરુખા છે. આમાંના કેટલાકમાં જાળીદાર રચના છે અને કેટલાકમાં ભૌમિતિક આકૃતિઓ બનેલી છે.

3) ચેન્નાકેશવ મંદિરને 3 તારાના આકારમાં પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યું હતું. આ મંદિરમાં પ્રવેશવા પર ભક્તોને સ્તંભોનો એક સભાગૃહ દેખાય છે, જે તેમને ત્રણ તારાઓના આકારના પવિત્ર સ્થાન તરફ લઈ જાય છે.

4) આ મંદિરમાં અનેક આકર્ષક મૂર્તિઓ છે જે જીવંત લાગે છે. કેશવ મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓ, સંગીતકારોને કોતરવામાં આવ્યા છે. આ મંદિરની શરૂઆતમાં વેણુગોપાલ, જનાર્દન અને કેશવની કોતરેલી મૂર્તિઓ મૂકવામાં આવી હતી.

5) આ મંદિરનો મુખ્ય દરવાજો દિલ્હી સલ્તનતના આ-ક્ર-મ-ણ-કા-રો એટલે કે મુગલ રાજાઓએ નષ્ટ કરી દીધો હતો. વિજયનગર સામ્રાજ્યના સમયગાળા દરમિયાન તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.

કેવી રીતે પહોંચવું? હાસન કર્ણાટકના અન્ય મહત્વપૂર્ણ નગરો અને શહેરો સાથે રોડ અને રેલ્વે દ્વારા સારી રીતે જોડાયેલું છે. કર્ણાટક રાજ્ય પરિવહનની બસો નિયમિતપણે બેલુર અને અન્ય મહત્વપૂર્ણ શહેરો વચ્ચે દોડે છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.